________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
આપે છે ? તેણે કહ્યું કે મને જ્યોતિષીએ કહેલું કે મિત્ર સહિત કેઈયેગી તારા ત્યાં આવી ભજન કરે તેને આ કન્યા આપવી. માટે આમ કર્યું છે. પછી એક રાત્રિ ત્યાં વીતાવી બ્રહ્મદત્તને વરધનુએ કહ્યું કે આપણે ઘણે દૂર જવાનું છે. દીર્ઘ રાજા તમને હણવા માણસો મોકલશે. તે પહેલાં અહિંથી નીકળી જવું જોઈએ. બંધુમતીને સઘળી કહીકત કહી બંને જણ ત્યાંથી ચાલી નીકળ્યા અને કઈ ગામ નજીક આવ્યા. બ્રહ્મદત્તને તૃષા લાગવાથી વરધનુ પાણી લેવા ગામમાં ગયે. ત્યાં દીર્ઘ રાજાનું સૈન્ય આવેલું જઈ તરત જ પાછા આવી કુમારને કહ્યું કે જીવ બચાવવા નાસો. બંને જણ આડે રસ્તે નીકળી મેટા જંગલમાં આવ્યા. ત્યાં એક વડલા નીચે કુમારને બેસાડી વરધનુ પાણીની તપાસ કરવા લાગે. સાંજ પડતાં દીર્ઘ રાજાના જાસુસોએ વરધનુને છે. તેને માર મારતાં કહ્યું કે બ્રહ્મદત્તને ક્યાં સંતાડ્યો છે? વરધનુએ કહ્યું ચાલે બતાવું. એમ કહી કુમારની નજીક આવી ઈશારો કરતાં કુમાર ત્યાંથી ભાગી ગયે અને અરણ્યમાં આવ્યું. ભૂખતરસથી પીડાતે બીજે દિવસે અરણ્ય વટાવી. આશ્રમ પાસે આવ્યા. ત્યાં એક તાપસને જેઈ બ્રહ્મદત્તને જીવવાની આશા બંધાઈ. તે તાપસ બ્રહ્મદરને કુલપતિ પાસે લઈ ગયે. કુમારે કુલપતિને પ્રણામ કર્યા. કુલપતિને પૂછવાથી કુમારે પિતાની બધી હકીક્ત કહી. કુલપતિએ કહ્યું હું તારા પિતાને નાનો ભાઈ છું. હવે તારું પિતાનું ઘર સમજી સુખેથી રહે. વર્ષાકાળ આવતાં કુમારે કુલપતિ પાસે ધનુર્વિદ્યાનો અભ્યાસ કર્યો. એક વખતે શરદત્રામાં