________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
શું થવાનું હતું. જાતિમદથી ગર્વિષ્ઠ થએલ સેમદેવ યુનિ. કેટલેક કાળ સંયમ પાળી કાળ કરી દેવ થયે.
ત્યાંથી ચ્યવી ગંગા તીરે હરિકેશના અધિપ બળકેટ નામના ચાંડાળની ભાર્યા ગૌરીના ઉદરથી પુત્રરૂપે ઉત્પન્ન થયે. ગૌરીએ સ્વપ્નમાં આમ્ર વૃક્ષ બહફળવાળે દીઠો. સ્વપ્ન પાઠકેને પૂછતાં તેઓએ કહ્યું કે તમારે પુત્ર પ્રધાનપુરૂષ થશે. તે બાળક સૌભાગ્ય રૂપેહીન હોવાને લીધે બાંધવને પણ હાસ્યપાત્ર બન્યું. તેનું બળ એવું નામ લેકમાં પ્રસિદ્ધ થયું. ઉંમરલાયક થતાં સર્વને કલેશ આપનાર હોવાથી સર્વે ને ઉગ કરનાર બન્યું. એક સમયે વસંતેત્સવ પ્રાપ્ત થતાં ચાંડાળાના કુટુંબ વિવિધ ખાનપાન કરવા નગરની બહાર ભેળાં મળ્યાં ત્યાં તે બળ નામના બાળકને બીજા બાળકો સાથે કલેશ કરતો જોઈ નાતના વૃદ્ધોએ કાઢી મુક્યો. દૂર રહ્યો રહ્યો તે કિડા વિલાસ કરતા બીજા બાળકને જુએ છે. પણ એ બાળક પાસે આવી શકતે નથી. તેવામાં ત્યાં એક સર્ષ નીકળે. ઝેરી સાપ જાણી ચાંડાલોએ તેને મારી નાખ્યું. ત્યાર પછી ત્યાં એક લાંબુ અળશીયું નીકળ્યું. તેને ઝેર વિનાનું જેઈમાયું નહિ. આ જોઈ બાળકે વિચાર્યું કે સર્વત્ર પ્રાણીઓ પોતાના જ દોષથી પરાભવ પામે છે. જે હું સર્પ જે ઝેયુક્ત થાઉં તે પરાભવ પામુ. પણ અળશીયા જે થાઉ તે કઈ મારે નહિ. આમ વિચારતાં તે બાળકને પૂર્વજન્મ યાદ આવ્યું. દેવભવમાં સુખ ભેગવ્યાં અને તેની પૂર્વના ભવમાં જાતિમદ કર્યો તેથી ચાંડાળના કુળમાં ઉત્પન્ન થયે. આ પ્રમાણે વૈરાગ્ય થતાં તેણે દીક્ષા લીધી.