________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
૨૯
અવતર્યા. બાળભાવ ઓળંગી યુવાન થયા ત્યારે એક વખતે ક્ષેત્રના રક્ષણ માટે અટવીમાં ગયા. રાત્રે વનમાં ઝાડ તળે બને સુતા ત્યાં વડના કેટરમાંથી નીકળેલ સર્પ એકને ડસે. બીજે ઉઠી તે સર્પની શોધમાં ફરતે હતો ત્યાં તેને. પણ તે જ સર્પ કર્યો. આ બને મરણ પામી કાલીંજર પર્વતમાં મૃગલીના ઉદરથી યુગલીક મૃગ તરિકે ઉત્પન્ન થયા. કાળક્રમે માની સાથે ભમતા તે બન્નેને એક પારધીએ બાણ. મારી હણ્યા. તે પછી તે બન્ને જણા ગંગાતીરે એક રાજ-. હંસીની કુખે જન્મ પામી હંસ થયા. પિતાની માની સાથે. ફરતા એ બન્નેને એક મચ્છીમારે પકડી મારી નાખ્યાં. ત્યાર પછી વારાણસી પુરીમાં મોટી સમૃદ્ધિવાળા ભૂતાદિન. નામે ચંડાળના પુત્ર થઈને અવતર્યા. તેઓનાં ચિત્ર અને.. સંભૂત નામ પાડયાં. આ બન્ને જણે પરસ્પર પ્રીતિવાળા હતા. આ સમયે વારાણસી નગરીમાં શંખ રાજા રાજ્ય કરતા હતા.. તેને નમુચી નામે મંત્રી હતા. તેણે એક વખત રાજાને અપરાધ કર્યો તેથી કેપેલા રાજાએ તે મંત્રીને વધ કરવા ભૂતાદિન ચંડાળને સેં. ચાંડાળે તે મંત્રીને કહ્યું કે જે તમે મારા ઘરના ભેંયરામાં રહી મારા બે પુત્રોને. ભણુ તે તમને હું બચાવું. મંત્રીએ જીવવાની ખાતર આ વાત કબુલ કરી. હવે ચાંડાળનાં ઘરમાં ભેંયરામાં રહી તે ચિત્ર-સંભૂતને ભણવવા લાગ્યું. ચંડાલ સાથે પ્રસંગ થતાં તે નમુચી મંત્રી તેનામાં આશિત થયે. તે વાત ચંડાળના જાણવામાં આવતાં મંત્રીને માવાને વિચાર કર્યો.