________________
१३.१३.13
૧૩. પોતાના ઇશ્વરી બાલ-સંતાન જોડે વહાલ કરતાં માતાપિતા આ ચિત્ર પોતાના તીર્થંકરપુત્ર વર્ધમાન મહાવીર)ને વહાલ કરી રહેલા પિતા સિદ્ધાર્થ અને માતા ત્રિશલાનું છે. વિશ્વનાં પ્રાણીમાત્રનું આત્મકલ્યાણ કરવાની શકિત-સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પૂર્વ જન્મોથી જ મહાન સાધના, આરાધના કરનારા કરુણાવતાર એવા બાલ ભગવાન મહાવીર કોને વહાલા ન લાગે? દેવો અને ઈન્દ્રોથી ખવાયેલા-પૂજાએલા પાપા પગલી કરતા ઈશ્વરીય સંતાનને જોઈને કયા માતાપિતાનાં મન હેલે ન ચઢે? ભવિષ્યમાં એકના મટી સહુના થનારાં, કાલી કાલી ભાષા બોલતાં એ
સુકોમળ બાળક જોડે પ્રેમ-વહાલ કરવાનું મન કોને ન થાય?.... સહુને થાય. તો પછી સાચા માતાપિતાનું મન પોતાના આ બાલ રાજાને જોઈને કેટકેટલું ભર્યુંભર્યું હરખ ઘેલું રહેતું હશે !તેમની આંખો કેવી તૃપ્ત થતી હશે !
| બાલ ઈસુ અને માતા મેરીના અનેક ચિત્રો જોયા પછી મારા ભગવાનનાં એવાં ચિત્રો પ્રકાશિત કરાવવાની વરસોથી મારી ભાવના હતી. આપણે ત્યાં આવું ચિતરાવવાની પ્રથા નથી એટલે ચાલુ ચીલો ચાતરીને કંઈક નવીનતા કરવી અને સમાજને કંઈક નવું દર્શન કરાવવું એ સ્વભાવમાં હોવાથી આવું ચિત્ર તૈયાર કરાવ્યું છે. જૈન ચિત્રકલાના ઈતિહાસમાં પહેલી જ વાર આવું ચિત્ર પ્રગટ થાય છે, શ્રદ્ધા છે કે જનતા જરૂર આવકારશે.
१३. अपनी ईश्वरी बाल संतानको प्यार करते हुए मातापिता प्रस्तुत चित्र अपने तीर्थंकर पुत्र वर्धमान-महावीर को प्रेम करते माता त्रिशला और पिता सिद्धार्थका है। विश्व के प्राणीमात्र का आत्मकल्याण करनेकी शक्ति-सिद्धि प्राप्त करने के लिए पूर्वजन्मों से ही महान् साधना, आराधना करनेवाले करुणावतार बाल भगवान महावीर किसे प्रिय नहीं लगते? देवों तथा इन्द्रों द्वारा पूजित, मनभावन वाणी बोलते अपने सुन्दर, तेजस्वी बालपुत्र के निर्मल स्वरुपको देखकर किस माता-पिता के हृदय में आनन्द की उच्छल ऊर्मियाँ नृत्य न करने लगे? भविष्यमें
एकके मिटकर सबके बननेवाले इस कोमल बालक को देखकर किसके हृदयमें प्रेम व वात्सल्य की बीना न बज उठे? फिर उनके अपने मातापिता का मन इन बालराजा को देखकर कितना भरा भरा, हर्षयुत रहता होगा ! उनकी आँखें कितनी तृप्त हो जाती होंगी!
बालक ईसु और माता मेरी के अनेक चित्र देखने के बाद वर्षों से मेरी भावना थी कि भगवान महावीरके भी ऐसे चित्र प्रकाशित किये जाय। अपने यहाँ ऐसे चित्र बनानेकी प्रथा नहीं है। इसलिए कुछ नयेपन का बोध समाजको करानेका स्वभाव होनेसे लीक से हटकर यह चित्र तैयार कराया है। जैन चित्रकला के इतिहास में पहली ही बार ऐसा चित्र प्रकट हो रहा है। श्रद्धा है कि यह जनता द्वारा आदरास्पद बनेगा।
13. THE PARENTS OF A WOULD BE TIRTHAMKARA FONDLING AND LOVING THEIR
DIVINE CHILD The picture depicts the father Siddhārtha and the mother Trisala loving and fondling their Tirthamikara child Vardhamana (Mahavira). Who will not like the child Bhagavān Mahavira the universal saviour, the incarnation of compassion? He acquired this siddhi by great spiritual apprenticeship and devotional prayers in his previous births. Which parents will not be joyful to see
their divine child praised and worshipped by gods and Indra? Every one will like him. We have no tradition to draw the pictures of meeting child. Vardhamāna with the mother Trisalā. So I could not find the pictures of household life of Bhagavān Mahavira. Hence I got this picture drawn. In the history of painting of Jaina Tirthamkaras this type of picture is presented for the first time. I hope people will appreciate it.
Jan Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org