________________
જ્ઞાનમુનો અવવીધ થાય છે. સુ િસયક્તિ નિ અંગેની ભૂવિના ખા કર્મના વૃનાવિક શોપક્ષમ ભાવને
આભારી છે
૨. બીજું દર્શનાવરણીય ક્રમે-બાનો સ્વાય પ્રતિહારી દ્વારપાળની જેમ જ બનવું છે. એક માણસને શાની જેવી છે પણ દ્વારપાળ કે પોલીસ અંદર જવા ન દે પછી ક્યાંથી દર્શન થાય ? તેમ દર્શનાવરણ રૂપ દ્વારપાળ, આત્માને કોઈ પણ પાર્થનું દર્શન કરતાં રોકી રાખે છે. તાત્પર્યું એ કે આ કર્મના ઉદયથી જીવ પદાર્થનો સામાન્ય બોધ કરી શક્તો નથી. આ કર્મ આત્માના અનંત દર્શન ગુણ-સામાન્ય બોધના પ્રકાશને ઢાંકી દે છે, દર્શનનાં ધર્મ, શ્રા, સામાન્ય બોધ આદિ અનેક અાઁમાંથી અહીં સામાન્યબોધ અર્થ ગ્રહણ કરવો, ચિત્રમાં દ્વારપાળ હાથથી રાજાના દર્શનની મનાઈ કરતો બતાવ્યો છે.
૩. ત્રીજું વેદનીય કર્મ–જે કર્મ સુખ કે દુઃખનો અનુભવ કરાવે તે કર્મને વેદનીય કહેવાય છે. તેથી સુખનો અનુભવ કરાવનારા કર્મને ‘સાતાવેદનીય' અને દુઃખનો અનુભવ કરાવનારા કર્મને ‘ અસાતાવેનીય' કહેવામાં આવે છે. આ કર્મના સ્વભાવને મધ લગાવેલી તલવારની ધાર સાથે સરખાવ્યો છે. તલવારની ધાર ઉપરનું મધ ચાટતાં જેમ મધુર સ્વાદનો અનુભવ થાય તેના જેવો અનુભવ સાતાવેદનીય કર્મ ભોગવતાં થાય છે. અને એ ચાટતાં જીા કપાય ત્યારે જેવું દુ:ખ થાય તેના જેવો અનુભવ અસાતા વેદનીય કર્મ ભોગવતાં થાય છે. આ કર્મના ઉદયથી જીવને મીઠા–કડવા એવા બાલ સુખ દુઃખના અનુભવો થાય છે. અને આભ્યન્તર દૃષ્ટિએ તો આ કર્મ આત્માના અનંત સાચા સુખને અટકાવે છે. ચિત્રમાં મધુલિપ્ત તલવારને ચાટતું ચિત્ર ખતાવ્યું છે.
૪. ચોથું મોહનીય કર્મ – આ કર્મના સ્વભાવને મદિરાની સાથે સરખાવાય છે. મદિરા પીવાથી મનુષ્ય જેમ અવિવેકી, પરાધીન અને યાવત્ બેશુદ્ધ બને છે ત્યારે તે યોગ્યાયોગ્યનું ભાન વિસરી જાય છે, તેમ આ કર્મના ઉદયે જીવ સત્યાસત્ય ધર્મ-અધર્મ, ર્તવ્યાર્તવ્ય કે ઉચિતાનુચિતના વિવેથી રહિત બને છે. અયોગ્ય વર્તન કરે છે. જીવન ઢંગધડા વગરનું, સ્વચ્છંદી, બનેછે. પાપબહુલ જીવન જીવે છે. મોહ-માયામાં મસ્ત બને છે. એની દૃષ્ટિ મિથ્યા મલિન રહે છે. જેથી એને પદાર્થનું સાચું દર્શન થતું નથી, તેમજ એની સમજણ્ અવળી હોવાથી તેનાથી સર્તન થતું નથી, આ કર્મ તાત્ત્વિક લાદેશની દૃષ્ટિએ વિચારીએ તો તે આત્માના શુદ્ધ સમ્યક્ત્વગુણને તથા તેના અનંત ચારિત્રગુણને પણ ઢાંકી રાખે છે. જેથી ત્યાગનો સંસ્કાર ઊભું થવા દેતું નથી, ચિત્રમાં મદિરાપાન કરતો માનવી બતાવ્યો છે.
૫. પાંચમું આયુષ્ય કર્મ – આના સ્વભાવને હેડ, ખેડી કે કેદખાના સાથે સરખાવાય છે. જેથી હેડ, બેડી કે ખાનામાં જડાએલા દર્દીને એની નિયત મુક્ત પૂરી ન થાય ત્યાં સુધી તેમાં ફરજિયાત ગોંધાઈ રહેવું પડે છે, તેમ આ કર્મના ઉદયથી ચારે ગતિ પૈકીના કોઈ પણ વિક્ષિત શરીરમાં જન્મેલા જીવને મૃત્યુ પર્યન્ત તે જ ગતિનું જીવન ગાળવાની ફરજ પડે છે. આ કર્મનો ભોગવટો પૂરો ન થાય ત્યાં સુધી તેને તે જ ગતિમાં કે ગ્રહણ કરેલાં શરીરમાં રહેવું જ પડે છે. ા કર્મનું અસ્તિત્વ આત્માના અક્ષય સ્થિતિ નામના ગુણને રોકી રાખે છે. અહીં ચિત્રમાં અમુક મુદતની સજા પામેલી વ્યક્તિ બતાવી છે.
f.
•
નામક્રમે-તેનો સ્વભાવ ચિત્રકાર-ચિતારા જેવો છે. જેમ ચિત્રકાર વિવિધ પ્રારના રંગોદ્વારા જાતજાતનાં રૂપો ચિત્રો બનાવે છે એમ આ કર્મ જીવોને ચારેય ગતિમાં, પાંચેય જાતિમાં વિવિધ જાતનાં માપોવાળાં વિવિધ પ્રકારના રૂપ, રંગ, ગંધ, રસ અને સ્પર્શીવાળાં શરીરોને પ્રાપ્ત કરાવે છે. જસ કે અપસ, સારું કે ખરાબ રૂપ, કીર્તિ કે અપકીર્તિ વગેરે આ કર્મના ઉદયને આાભારી છે. આ કર્મના ઉદયથી આત્માનો અરૂપી ગુણ પ્રગટ થતો નથી. ચિત્રમાં જાતજાતનાં રૂપો બતાવતો ચિત્રકાર બતાવ્યો છે.
૭. સાતમું ગોત્રકર્મ–ગોત્ર કર્મ ઉચ્ચ અને નીચ બે પ્રકારે છે. આ કર્મને કુંભાર સાથે સરખાવાય છે. કુંભાર લગ્ન પ્રસંગમાં કે કુંભસ્થાપનાદિ માટે ઉત્તમ ઘડા બનાવે તો તે મંગલ તરીકે આદર પાત્ર બનીને પૂજાય, જ્યારે મદિરા—દારૂ આદિ ખરાબ વસ્તુ ભરવા માટે ઘડા બનાવે તો તે ઘડાઓ અનાદરને પાત્ર થાય, તેમ આ કર્મના લીધે જ જીવ ઉચ્ચ ગોત્રમાં અથવા તો નીચ ગોત્રમાં ઉત્પન્ન થાય છે. ઉચ્ચ ગોત્રમાં જન્મે તો આદર પાત્ર બને છે અને નીચ ગોત્રમાં જન્મે તો અનાદરને પાત્ર બને છે. આ કર્મનો મૂલભૂત સ્વભાવ આત્માના અગુરુલથુ નામના ગુણને રોકે છે. ચિત્રમાં વિવિધ ચીજોને બનાવતો કુંભાર બતાવ્યો છે,
૮. આખું અંતરાય ક્રમે–આ કર્મનો સ્વભાવ કોશાધ્યક્ષ બારી જેવો છે, રાજા યાચકને દાન આપવા માટે ભંડારીને આજ્ઞા કરે પણ ભંડારી આડો ચાલે અને આજ્ઞાનો અમલ ન કરે તો રાજા દાન દઈ ન શકે, તેમ આ કર્મે જીવને ઈચ્છા હોય છતાં દાનાદિક પાંચ કાર્યને કરવા દેતું નથી, કરવા દે તો સરખું થવા ન દે. આ અંતરાય કર્મના ઉદ્દેશ્યથી જીવન દાન કરી શકે, ન ખીજા લાભો મેળવી શકે, ન વસ્તુઓનો ભોગવટો કે ઉપયોગ કરી શકે તેમજ શક્તિ છતાં પોતાનાં વીર્ય બળનો ઉપયોગ કરવા ન દે.
આ વિશ્વ ઉપરોકત આઠેય કર્મના આધાર ઉપર સંચાલિત છે, તેની સત્તા પ્રાણી માત્રમાં રહેલી છે. અખિલ બ્રહ્માંડવી' મનુષ્યો, દેવો, નારકીઓ કે તિર્યંચ જીવોની નાની-મોટી કોઈ પણ પ્રવૃત્તિઓ પાછળ જન્માન્તરનું કે આ જન્મનું કોઈ ને કોઈ કર્મ કામ
૬૧, લોહીના સંબંધો ઉત્તરોત્તર વારસામાં ઉતરે છે, અને લોહીનો સંબંધ વિચાર અને અાચાર ઉપર ભસર કરે છે,
Jain Education International
For Personal & Private Use Only
गरुड
૧૧
૧૨૫
www.jalnelibrary.org