________________
-જૈન સંઘ “ચતુર્વિધ સંઘ' (ચાર પ્રકારનો સમુધય) થી ઓળખાય છે. આ ચાર સ્કારમાં (૧) સાધુ (૨) સાખી. (૩) શ્રાવક અને (૪) શ્રાવિકાનો સમાવેશ થાય છે. સાધુ-આવકમાં પુછો સમાવિષ્ટ છે. અને સાખી-શ્રાવિકમાં સ્ત્રી વર્ગ સમાવિષ્ટ છે. સાધુ-સાધી ત્યાગી વર્ગમાં અને શ્રાવક-શ્રાવિકા સંસારી વર્ગમાં ગણાય છે.
-જૈન સાધુ ઘરસંસાર તજી, હિંસા, અસત્યાદિ પાપ છોડી, કંચન કામિનીના ત્યાગી બની, પાદ વિહારી બની, સ્વ પર
આત્મસાધનામાં તત્પર હોય છે. ૪૦. નવી - આ પ્રતીક શાસ્ત્રમાં પ્રાચીન કાળમાં માર્યા શબ્દથી અને આજે લાવી શખથી સંબોધાય છે. લોકવહેવારમાં આજે તો
મા-મુવનો અપભ્રંશ “ગુરણી' અને તેનો અપભ્રંશ બનેલો “ગયણી' શબ્દ અને આપને સ્થાને અપભ્રંશ “આરજા' શબ્દ
વપરાય છે.
જન સાધુ-સાધ્વી માટે વેષ પરિધાનની પદ્ધતિ અને તે વસ્ત્ર કેવું હોવું જોઈએ તેની જે મર્યાદા નક્કી કરવામાં આવી છે તે સુચક અને હેતુલક્ષી છે. એમાં શરીર સયમની રક્ષા અને લોક સભ્યતાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. -ચિત્રમાં વસ્ત્રપરિધાન સ્પષ્ટ છે. સાધુની જેમ સાખીને પણ ઓછો. દાંડો, અને ડાબા ખભે કામળી છે. વધારામાં ચિત્ર પૂરું ચીતર્યું હોવાથી હાથમાં ‘તરપી” શબ્દથી ઓળખાતું કાકનું ભોજન ગ્રહણ પાત્ર બતાવ્યું છે. સાધુની જેમ એમને પણ ઉપકરણ
તરીકે ચાર વસ્ત્રો હોય છે. ઉત્તરીય વસ્ત્ર બેને બદલે ત્રણ હોય છે. ૪. બાવજીન-રાગદ્વેષના વિજેતા, જિન-તીર્થકરનો અનુયાયી-ભક્ત, અથવા જિનના આદેશોને પાળનાર, તેમ જ રાગ-દ્વેષ રૂપ અંતરંગ
શત્રઓને જિતવા માટે પ્રયત્ન કરનાર તેનું નામ ‘જેન', શ્રાવક શબ્દની દષ્ટિએ વિચારીએ તો શુદ્ધ દેવ ગુરુ અને ધર્મ ઉપર અટલ શ્રદ્ધાવાન, તીર્થકર પ્રણીત ધર્મોપદેશનું શ્રવણ કરનાર, દેશકાળની મર્યાદા જાળવવા પૂર્વક જીવન જીવનાર, ન્યાયસંપન્ન રહીને પ્રામાણિક રીતે આજીવિકાનો વહેવાર કરનાર, એથી આગળ વધીને કહીએ તો સ્કૂલ- ( બિનજરૂરી) અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહાદિ પાંચ અણુવતોને
ઓછે અંશે પાળનાર, આવા ગુણવાળાને આવક કહેવાય છે. કર.વિશ્વન-વ્યાખ્યા ૪૧ માં પ્રતીક મુજબ સમજવી,
જ્ઞાન બે પ્રકારનાં છે. (૧) મિયા અને (૨) સમ્યગુ.
અહી “જ્ઞાન' શબ્દથી સમ્યગું સાચું જ્ઞાન જ અભિપ્રેત છે, જેનાથી સાચી સમજણ, સાચો પ્રકાશ પ્રાપ્ત થાય, અજ્ઞાનના અંધકાર ભેદાઈ જાય, સંસારથી વિરક્ત બનાવી, સંસારનું ભ્રમણ ઘટાડે અને આત્મકલ્યાણ સધાવે એવા જ્ઞાનને જ ખાસ આદરણીય, પૂજનીય, વંદનીય માન્યું છે. વળી જ્ઞાન એ આત્માનો પોતાનો અવિનાભાવિ સહભાવી ગુણ છે. માયાના બંધનોથી તે ગુણ અસમ્યગૃ-અજ્ઞાનરૂ૫ બને છે. સામાન્યરીતે દુન્યવી જ્ઞાનોનો મિયાજ્ઞાનમાં સમાવેશ થાય છે. તે જીવને વધુને વધુ ભૌતિકવાદી બનાવી ઉન્માર્ગે લઈ જાય છે સંસારની વૃદ્ધિ કરે છે. અને આત્માનું અધ:પતન નેતરે છે જ્યારે સભ્ય વિવેક પૂર્વકનું અલ્પ એવું પણ જ્ઞાન, જીવને આત્મવાદી બનાવી, હેયોપાદેયનું યથાર્થ ભાન કરાવી,અને વાસ્તવિક સુખ શાંતિનો સન્માર્ગ બતાવી જીવનને સાચા રાહે દોરી જાય છે, આધ્યાત્મિક ઉત્કર્ષ સધાવી પરંપરાએ મોક્ષપ્રાપ્તિ કરાવે છે. આ જ્ઞાનનું બહુમાન કરવું જરૂરી છે, અને પ્રત્યેક આમાએ જ્ઞાનલક્ષી બનવું જરૂરી છે એવો ખ્યાલ ટકી રહે એવાં કેટલાંક કારણોસર શ્વેતામ્બરો પ્રતિસાલ જ્ઞાનપંચમી કે મૃતપંચમીથી ઓળખાતી કાર્તિક સુદિ પાંચમનું પર્વ મનાવી તેની ભાસ્તભરમાં ભવ્ય ઉજવણી કરે છે અને તે દિવસે સાચા જ્ઞાનનાં ધાર્મિક પુસ્તકોની સ્થાપના થાય છે. અને તેનાં પૂજન-પ્રાર્થનાદિક થાય છે. દિગમ્બર જેનો મૃતપંચમી' નામ રાખી તેની ઉજવણી જેઠ સુદિ પાંચમે કરે છે.
અહીં પ્રતીકમાં જ્ઞાનની આશાતના ન થાય તે માટે પુસ્તકાસન તરીકે વપરાતો સાપડો અને પુસ્તકાદિ જ્ઞાનનાં સાધનો બતાવ્યાં છે. સહુ કોઈ આવા સાધનોનો સદુપયોગ કરે અને તેની રક્ષા તથા તેના પ્રચારમાં ફાળો આપે સાચી જ્ઞાનોપાસના તો રોજે રોજ અભિનવ જ્ઞાન મેળવવામાં કે તેના સ્વાધ્યાય-અનુપ્રેક્ષામાં રહેલી છે. માટે સહુએ જ્ઞાનાભ્યાસી બનવું જોઈએ. જેનો જ્ઞાનના ભયાદિ પાંચ ભેદોને માને છે. તેમાં શ્રુતજ્ઞાનને સ્વ-પર પ્રકાશક તરીકે તેઓ બિરદાવે છે. શેષ ચાર જ્ઞાનોને સ્વપ્રકાશક કહીને
મૂંગા તરીકે જણાવે છે. ૪૪. ન - દર્શનના અનેક અર્થે પૈકી અહીં “શ્રદ્ધા' અર્થ અપેક્ષિત છે. આ શ્રદ્ધા પણ બે પ્રકારની છે. એક મિયા અને બીજી સમ.
અહીંઆ સમ્યગુ-સાચી શ્રદ્ધાને ગ્રહણ કરવાની છે. શ્રદ્ધા એ આધ્યાત્મિક ઉત્કર્ષની ઈમારતનો મૂલભૂત પાયો છે, માટે સત શ્રદ્ધાવાળાને જ સત જ્ઞાન હોઈ શકે છે.
આ શ્રદ્ધાને ઉત્પન્ન કરનાર અનેક સાધનો પૈકી જિનમૂર્તિ-જિનમંદિર પણ એક અતિ પ્રબળ સાધન છે. તેથી દર્શનના પ્રતીક
તરીકે “જિનમંદિર ' રૂપ સાધનની એક નાનકડી સામાન્ય આકૃતિ અહીં દર્શાવી છે. ઇક, રાત્રિ - ચારિત્ર પણ સમ્યગુ અસભ્ય બંને પ્રકારે હોઈ શકે છે. અહીં સમ્યગુ–સાચા ચારિત્રની વાત છે. આ ચારિત્રની વ્યાખ્યા
એ છે કે જેનાથી તમામ પ્રકારનાં પાપામવો અટકે અને સંવર ભાવવાળું સંયમી આચરણ થાય છે. આ માટે તેનાં સાધનો તરીકે મુખ્યત્વે (૧) અહિંસા ( ૨ ) સત્ય (૩) અચોર્ય (૪) બ્રહ્મચર્ય અને (૫) અપરિગ્રહ, આ પાંચ મહાવ્રતોને જણાવ્યાં છે, એનું નિરતિચાર ભાવે, ઉપયોગપૂર્વક સર્વથા જે પાલન તેનું નામ જ ચારિત્ર. એનું બીજું નામ પાપથી વિરમવાનું હોવાથી વિતિ' (–ત્યાગ) છે, આ વિરતિ - ત્યાગ કે ચારિત્રના અનેક પ્રકારો શાસ્ત્રમાં વર્ણવ્યા છે.
-આપેલા પ્રતીકમાં ચારિત્ર-પાલનનાં ઉપકરણોરૂપે અનિવાર્ય લેખાતા શ્રમણ-શ્રમણીના ઓઘો (-રજોહરણ) દાંડો (–દ8)
અને “તરપની ' શબ્દથી ઓળખાતાં કાઝનાં ભોજન પાત્રો દર્શાવ્યાં છે. ૪૬. અતિ- જૈનધર્મે પાંચ પરમેષ્ટિઓને સ્વીકાર્યા છે, તે પિકી પ્રથમ પરમેષ્ઠી “અરિહંત' છે. આના અરિહંત, અરહંત કે અરુહંત વગેરે
નામાન્તરો છે. જેનોમાં ચોવીસ તીર્થકરો-ઈશ્વરો થાય છે. એને અરિહંત કહેવાય છે. યદ્યપિ તીર્થંકર અનેક ગુણવાચક નામભેદોથી
ઓળખાય છે. પણ તેમાં સહુથી પ્રસિદ્ધ નામ “અરિહંત' છે. વળી હંમેશાં લાખો જેનો નવકારમંત્રની પ્રાર્થના, જપ, ધ્યાન વગેરે કરે છે તેમાં પહેલું નમસ્કાર્ય પદ નમો અરિહેતાળ (અરિહંતને નમસ્કાર) છે. પૂર્વ જન્મમાં વિશ્વનાં પ્રાણીમાત્ર પ્રત્યે સેવેલી ઉત્કટ ભાવયાના કારણે અને તદનુલક્ષી પુરુષાર્થના પ્રતાપે તેઓ અન્તિમ ઈશ્વર–અરિહંતપદ પ્રાપ્તિના ભવમાં ઉચ્ચ કુલમાં જન્મ
Ja10.cation International
For Personal & Private Use Only
www.jainelibrary.org