Book Title: Tirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Author(s): Yashodevsuri
Publisher: Jain Sanskruti Kalakendra

View full book text
Previous | Next

Page 299
________________ ૩. વર્તમાન પત્રોએ આપેલી શ્રધ્ધાંજલિઓ જયારે આ ઉજવણી સમગ્ર રાષ્ટ્ર કરી રહ્યું હોય ત્યારે દેશના પત્રકારો પોતાનો ધર્મ બજાવ્યા વિના કેમ રહે ? એટલે દેશના ઘણાં અખબારોએ ભગવાન મહાવીરના જીવન ઉપર લેખો, ચિત્રસંપુટનાં ચિત્રો, પ્રતીકો, બોર્ડરો વગેરે પ્રગટ કરીને ભગવાન મહવીરને શ્રદ્ધાંજલિ આપી હતી. અમારી પાસે તે પત્રોની સંપૂર્ણ નોંધો ક્યાંથી મળે પરંતુ અમને મળેલા પત્રો દ્વારા જે વિગત મળી તે અહીં રજૂ કરી છે. દેશના ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી, ઉર્દૂ ભાષાના પત્રોએ ચિત્રસંપુટનાં ચિત્રો, રેખાપટ્ટીઓ તથા પ્રતીકોને વિવિધ રીતે સારી પ્રસિદ્ધિ આપી હતી. રાજસ્થાનથી નીકળતા મરુમંથન વગેરે પત્રોમાં ચિત્રસંપુટમાંથી છાપેલો હિન્દી પરિચય અનેક અઠવાડિયા સુધી છાપવામાં આવ્યો હતો. હરિયાણા (પંજાબ) સ૨કારનું હિન્દી માસિકપત્ર હરિયાણા સંવાદે સન્ ૧૯૭૫ માં ઉજવણીના આદિ અને અન્તમાં પણ અંક કાઢયો હતો. ભગવાન મહાવીરના ચિત્રસંપુટનાં કલર ઉપરથી લીધેલાં બ્લેક એન્ડ વ્હાઇટ ફોટાઓ, ૫૫૨કટીંગની ડિઝાઇનો, પ્રતીકો તથા બોર્ડરોને રંગબેરંગી બનાવીને આ માસિકમાં પૂરતું સ્થાન આપ્યું હતું. લાહોર પંજાબ સરકારની નિર્વાણ મહોત્સવ સમિતિએ સુંદર ટેબલડાયરી ૨૫ હજારની સંખ્યામાં પ્રગટ કરી હતી. જેમાં ચિત્રસંપુટનાં બાર ચિત્રો, પ્રતીકો વિશિષ્ટ રીતે રજૂ કર્યાં હતાં. એમાં મારો સંદેશો પણ સારી રીતે છાપ્યો હતો. તે પ્રસંગે મેં અને સરકારી કમીટીએ સાથે મળીને ચિત્રસંપુટનાં ૩૫ ચિત્રોમાંથી ૨૦ ચિત્રોને પસંદ કર્યાં હતાં. તે પછી એ પોગ્રામ મુંબઇના ટી.વી. કેન્દ્ર ઉપરથી રીલે કરવામાં આવ્યો હતો. તે પોગ્રામ સહુને ખૂબ ગમ્યો હતો. ત્યારપછી મુંબઇમાં ચૈત્ર સુદિ તેરસે અને સંવચ્છરીના દિવસે આ પોગ્રામ રજૂ કરે છે. ત્યારપછી વિજ્ઞાન દ્વારા વીડિયોનું નવું સાધન બજારમાં મૂકાયું એટલે હવે ભગવાન મહાવીરને સર્વત્ર રજૂ કરવાની અદ્ભુત, ઝડપી અને સરલ તક ઉપલબ્ધ થઇ. ભૂતકાળમાં કદી આવી તકો ન હતી. આજે દુનિયાભરમાં તમે મહાવીરના જીવન અને સંદેશાને પહોંચાડી શકો છો. ૪. ચિત્રસંપુટની ટી.વી., વીડિયો કેસેટો કોણે કોણે બહાર પાડી ? ઓલ ઇન્ડિયા નિર્વાણ મહોત્સવ કમીટીએ મારી ઉપર પ્રચારતંત્રને લગતી કેટલીક જવાબદારીઓ નાંખી હતી, એટલે જાણીતા સંગીતકાર શ્રી શાંતિલાલ શાહ મારફત ભગવાન મહાવીરનું સુંદર જીવનદર્શન મુંબઇ રેડિયો ઉપરથી પ્રસારિત થયું હતું, જેમાં ચિત્રસંપુટની વિગતોને શમાવી લેવામાં આવી હતી. ‘મહાવીર સંદેશ’ – આ નામની વીડિયો કેસેટ હિન્દુસ્તાન પ્લેટીનમ લીમીટેડ (મુંબઇ) ના સંચાલક ભાઇ શ્રીચંદ્રકાંતભાઇ ચોકસી પરિવાર તરફથી ઉતારી છે. * તીર્થંકર ભગવાન શ્રી મહાવીરના જીવનનું દર્શન’ - નિર્માતા - ઇન્સ્ટીટયુટ ઓફ જૈનોલોજી લંડન (હસ્તે શ્રી રતિલાલ ચંદરયા) તરફથી મારૂં માર્ગદર્શન, સલાહસૂચન લઇને ભારે ખર્ચે ચિત્રસંપુટની આ ચિત્રસંપુટ પ્રગટ થયા બાદ ચારેય સંપ્રદાયોએ પોતપોતાની અનુકૂળતા પ્રમાણે કંકોતરીઓ, પોસ્ટરોમાં, દિવાળીકાર્ડો વગેરેમાં વેપારી સંસ્થાઓએ એટલો બધો ધરખમ ઉપયોગ કર્યો છે કે જેની નોંધ લેવી-મેળવવી અમારા માટે મુશ્કેલ છે. દેશ-પરદેશમાં જયાં જુઓ ત્યાં “યત્રતંત્ર સર્વત્ર’ ભગવાન મહાવીરનાં ચિત્રો, બોર્ડરો અને પ્રતીકોનું સાહિત્ય ખૂબ ગાજતું થઇ ગયું છે. આ ચિત્રસંપુટ સર્વત્ર છવાઇ ગયું છે.મળેલી નોંધો આપવાની જગ્યા ઘણી જ મર્યાદિત છે એટલે મુખ્ય મુખ્ય જરૂરી બાબતો જ અહીં રજૂ કરી છે. શરૂઆતમાં અમૃતલાલ કાલીદાસ દોશીની સંસ્થા તરફથી બહાર પડેલી પ્રબોધટીકામાં, મદ્રાસથી બઘર પડેલી તીર્થવંદનામાં, ત્રણ સ્તુતિના સાધુએ બહાર પાડેલા અભિનંદન ગ્રન્થમાં તથા અન્ય ગ્રન્થ વગેરે પ્રકાશનોમાં પ્રતીકો અને બોર્ડરોનો ખૂબ-ધરખમ ઉપયોગ થયો છે. શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયો ઉપરાંત દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથીનાં પુસ્તકોમાં તથા જેકેટો ઉપરનાં આવરણોની ડિઝાઇનોમાં ચિત્રસંપુટનાં પ્રતીકો, બોર્ડરો વગેરેનો વિશાળ પ્રમાણમાં ધરખમ ઉપયોગ થયો છે અને થઇ રહ્યો છે. અંગ્રેજી ટાટા રીવ્યુ પત્રે (સન્ ૧૯૭૫, અંક સં. ૩) આર્ટ પેપર ઉપર ઓફસેટ ચાર ક્લરમાં આકર્ષક રીતે છ પ્રિન્ટો છાપી હતી. અનેક સંસ્થાઓની સ્મારિકાઓમાં પ્રતીકો અને બોર્ડરોનો ઢગલાબંધ ઉપયોગ થયો છે. અરે ! મૂર્તિપૂજક સંપ્રદાયમાં પણ લગ્નની કંકોતરીઓમાં, નૂતનવર્ષના કાર્ડીમાં, સંસ્થાઓની આમંત્રણ પત્રિકાઓમાં, નાની-મોટી કંપનીના લેટરપેડો ઉપર, અનેક આચાર્યો આદિના અભિનંદનગ્રંથોમાં પ્રતીકો તથા બોર્ડરીનો પ્રચૂર માત્રામાં ઉપયોગ થયો છે. મીલમાલિકો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, હીઝ માસ્ટર્સ વોઇસ કંપનીઓ, સરકારી સામાયિકો વગેરેએ અષ્ટમંગલ તથા ચૌદ સ્વપ્ન આદિ બોર્ડરોને તથા પ્રતીકોને મદ્રાસથી નીકળતા તામિલ આરસુ પત્રે સન્ ૧૯૭૪ માં ચિત્રસંપુટની કેટલીક ડિઝાઈનોનો ઉપયોગ કર્યો હતો. Education International ભૂરાભાઇ દેસાઇ હોલમાં સંગીતકાર શ્રી શાંતિલાલ શાહે મારી સલાહ સૂચના દ્વારા ભગવાન મહાવીરનું જીવનદર્શન સંગીત સાથે લ્યુમીનીસ્કોપ પધ્ધતિએ સ્લાઇડો બતાવવાનો ચાર કલાકનો પોગ્રામ રાખ્યો હતો. જેમાં સ્ટેજ ઉપર સ્લાઇડોથી સંપુટનાં ચિત્રોનું દર્શન, તેની સમજ અને સાથે તે તે ગીતોનું આયોજન કર્યું હતું. ૫. ચિત્રસંપુટનાં તમામ પ્રતીકો - બોર્ડરોનો ઉપયોગ કયાં થયો ? નોંધ - જૈન સમાજ માટે કંકોતરીઓ, દિવાળીકાર્યો, આમંત્રિતકાર્ડો વગેરેમાં જૈન પ્રતીકો મૂકવાની ખૂબ જ જરૂરિયાત વરસોથી ઊભી થઇ હતી. જૈન-અર્જુન ક્લાકારો પણ આવી ક્લાની સામગ્રી મારી પાસે વરસોથી માગતા હતા, પણ આ દિશામાં ખાસ પ્રયાસ કોઇએ કર્યો ન હતો એટલે તેની ખોટ સતત અનુભવાતી હતી. એમાં પ્રસ્તુત ચિત્રસંપુટના પ્રકાશનનું કાર્ય મારા હાથમાં આવ્યું, એટલે પ્રતીકો વગેરે માટે માર્ગ ખુલ્લો થયો અને પછી પ્રતીકો અને બોર્ડરોનું સર્જન કરવાનું કામ નકકી કરીને જુદા જુદા ક્ષેત્રને સ્પર્શતા, વિવિધ ભાવોને દર્શાવતા, વિવિધલક્ષી પ્રતીકોની યાદી તૈયાર કરીને અને એ રીતે બોર્ડરો- રેખાપટ્ટીઓના વિષયોને પણ નકકી કરીને પછી મેં કાગળ ઉપર પેન્સિલથી કાચી આછી ડિઝાઇન બનાવી. તે પછી ચિત્રકારને પાસે બેસાડીને સપ્રમાણ, સુરેખ, સ્વચ્છ, સ્પષ્ટ એવાં પ્રતીકો તૈયાર કરાવ્યાં અને બહુમૂલ્યવાન અતિઉપયોગી બોર્ડરો પણ તૈયાર કરાવી. ઘણા મહિનાઓને અન્તે આ કામ પૂર્ણ થયું. આખા ચિત્રસંપુટનો શણગાર, બોધક, પ્રેરક પ્રતીકો અને વિવિધ જ્ઞાન આપતી જાજરમાન બોર્ડરો આ બે મુખ્ય છે. સહુ કોઇ જોઇને ભારે પ્રસન્નતા અનુભવે છે. અત્યંત આકર્ષક વીડિયો કેસેટ ગુજરાતી, હિન્દી કોમેન્ટ્રી સાથે ઉતારી છે. દિલ્હી ઉ૫૨થી આખા દેશમાં સન્ ૧૯૯૨, ચૈત્ર સુદિ તેરસે આ કેસેટ, ૪૦ મિનિટ સુધી પ્રસારિત કરવામાં આવી, જેને ભારે આવકાર મળ્યો. પ્રેક્ષકો ભાવવિભોર બની ગયા. * તાજેતરમાં ‘મહાવીર દર્શન' આ નામથી અમદાવાદના મહાવીરસ્મ્રુતિમંડળે, પણ ચિત્રસંપુટ ઉપરથી આકર્ષક વીડિયો કેસેટ ઉતારી છે. મુંબઇ - મરીનલાઇન્સ જીમખાના ઉપર જૈનસમાજમાં કદી ન થયો હોય તેવો સાઉન્ડ એન્ડ લાઇટનો પોગ્રામ ગોઠવવાનું મારા સાથીઓને કહ્યું અને તેઓએ આખો પોગ્રામ ગોઠવ્યો, જેમાં ભગવાન મહાવીરનાં પેઇન્ટીંગ કરેલાં ૧૫ ચિત્રો રજૂ થવાનાં હતાં. આ પોગ્રામ રાતના જ થાય છે. એની તૈયારી પણ સારા પ્રમાણમાં થઇ હતી પરંતુ અનિવાર્ય પરિસ્થિતિવશ તે પોગ્રામ કેન્સલ કરવો પડયો. જાણવા પ્રમાણે આવો રાષ્ટ્રીય પોગ્રામ સરકાર તરફથી માત્ર અમદાવાદ અને કાશ્મીરમાં રોજ ચાલે છે. કલરમાં મોટાં બનાવીને જુદી જુદી રીતે જુદી જુદી પદ્ધતિથી સંકલન કરી ઘનિષ્ઠ ઉપયોગ કર્યો છે. કેટલાક પ્રેસવાળાઓએ પ્રતીકો, બોર્ડરોને ક્લાકાર પાસે જોઇન્ટ કરાવીને કંકોતરીઓ વગેરે માધ્યમો ઉપર પ્રચૂર પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. ગુજરાતના અને મહારાષ્ટ્રના અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, મરાઠી વગેરે પત્રોએ પણ નિર્વાણ મહોત્સવ પ્રસંગે ચિત્રસંપુટમાંથી રેખાપટ્ટીઓ તથા પ્રતીકો ઉપરથી જુદી જુદી ડિઝાઇનો મિશ્ર કરીને નવી નવી ડિઝાઇનો ઉપસાવીને ભગવાન મહાવીરના ચિત્રપરિચય સાથે લરચિત્રો પણ પ્રગટ કરીને ભગવાન મહાવીરને આખા દેશ તરફથી વિવિધ રીતે અપાયેલી શ્રધ્ધાંજલિમાં યથાશક્તિ ભગવાનની ભક્તિની ઉજવણીમાં ભાગીદાર બન્યા હતા. કેરાલા કમીટીના સેક્રેટરીએ મારી (આ.શ્રી પશોદેવસૂરિ) ઉપર લખ્યું કે જો આ ચિત્રસંપુટનું પ્રકાશન ન થયું હોત તો ઉજવણી લુખી સુકી થાત. આપે આ પ્રકાશનથી દેશમાં ખરેખર ! ભારે ક્રાંતિ કરી છે. દેશભરમાં જયાં ગયા ત્યાં આપના ચિત્રોની પ્રશંસા અને બોલંબાલા જોવા મળી છે. આપે અને આપની દૈવિક જેવી ક્લાકૃતિએ સર્વત્ર જયજયકાર કર્યો છે. આ નિમિત્તે ભગવાનને અનેક રીતે પ્રજાએ જોયા. પૂજયશ્રીજીની ઇચ્છા પાલીતાણાની તીર્થભૂમિ ઉપર અને અન્યત્ર ભગવાન મહાવીરનાં ચિત્રો લાઇફ સાઇઝમાં અનોખી રીતે કરાવવાની અને અનોખી ઢબે ગોઠવવાની છે પણ હવે તો તે ક્યારે બને ? તે શાની જાણે ! For Personal & Private Use Only www.jainlibPeHorg

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301