________________
दृश्य-श्रव्यमिदा विभक्तमखिलं साहित्य जातं क्षिती, लोकानामवबोधनीय विबुधैः संरच्यते नित्यशः । किन्तु श्रीमुनिराजयशोविजयजीसंपादितश्चित्रयुक् ग्रन्योऽयं भुवि वीरवर्यचरितप्रोतश्विरं द्योतताम् ॥ "पृथ्वी पर प्रायः सारा वाङमय द्रश्य और श्राव्य के भेदसे विभक्त है। और उसी द्रष्टि से विद्वानों द्वारा ऐसे साहित्यकी पृथक् पृथक् रचना की जाती है । किन्तु मुनिराज श्री यशोविजयजी महाराजने भगवान महावीरके जीवन चरित्रसे संबद्ध द्रश्य एवं श्रव्य रूप दोनों विषयोंसे परिपूर्ण ग्रंथका जो संपादन किया है वो भूतल पर सदा प्रकाशमान हो ।"
શ્રી ધીરજલાલ ટી. શાહ, મુંબઈ, તા. ૧૩-૬-૧૯૭૪ પૂજ્ય મુનિશ્રી યશોવિજયજીએ આ કલાકૃતિઓને પ્રોત્સાહિત કરીને મહાન સેવા બજાવી છે. હું આશા રાખું છું કે બધા જ પવિત્ર જૈનો કે જેઓ આ પુસ્તક ખરીદવા શક્તિમાન હોય તેઓ અચૂક
તેમ કરશે.
શ્રી કસ્તુરચંદ લલવાણી, કલકત્તા, તા. ૩-૬-૭૪
આ ધણા પવિત્ર પ્રસંગ પર મારે માટે હાજરી શક્ય નહિ બને તો પણ આ મહાન કાર્યના નિર્માણ માટે જે ભક્તિભાવ અને કાર્ય કુશળતાનો ઉપયોગ થયો છે તે હું સમજી શક્યો છું અને હું નિઃસંદેહ માનું છું કે ભારતમાં અને ભારત બહાર તેનું મૂલ્યાંકન થશે.
શ્રી દીપચંદ નાહટા, કલકત્તા, તા. ૬-૬-૭૪
ક્લાત્મક, પ્રભાવક ગ્રંથ માટે મારો પ્રતિભાવ દર્શાવવા શબ્દો નથી. આ ગ્રંથ તે યુગનો સાચો ખ્યાલ આપે છે, જેના પ્રયાસોથી આ ગ્રંથ મૂલ્યવાન બન્યો છે તે પૂજ્ય મુનિશ્રી યશોવિજયજી મહારાજને મારા હાર્દિક અભિનંદન પાઠવજો.
*
વિમોચન પછીના સંદેશા
भारतके सुप्रसिद्ध विद्वान डो. सुनीतिकुमार चेटर्जी, कलकत्ता, दि. १४-५-७४ इस प्रकाशन को देखकर मुझे वास्तवमें गौरव सा अनुभव हो रहा है। "तीर्थंकर भगवान श्री महावीर" इस नामके भव्य प्रकाशनमें धर्म, कला और विद्वताका एक साथ समन्वय तथा संयोजन है। जैनोंके पवित्र शास्त्रोंके इतिहासमें स्वर्णाक्षरोंसे लिखित भगवान श्री महावीरकी जो । परंपरागत कथा उपलब्ध है उसे सुंदर स्वरूप देकर अत्यंत कलात्मक विविधरंगी आकर्षक ३५ चित्रोंके द्वारा यह कला संपुटरूप प्रकाशन एक अद्वितीय कलात्मक सृष्टि है। इस कला संपुटको प्रगट करनेमें भारी खर्च उठाया गया है। लाल कपडेकी बाइडिंग तथा उस पर सुवर्ण अक्षरोंमें मुद्रांकन इसका उत्कृष्ट संविधान शिरमोर विद्वत्ता, हेतुलक्षी विविध प्रकारके आयोजन तथा असीम श्रद्धा सभीका सुभग संयोजन यहाँ हुआ है। स्वयं में प्रज्वलित प्रदर्शित कवित्वमय कल्पना, टेकनीकल कार्य कौशल्य एक साथ इस ग्रन्थमें स्पष्ट द्रष्टिगत होता है। ये सभी संयोजनमेंसे विविध द्रश्योंको प्रदर्शित करती चित्रकलाका विद्वत्तापूर्ण श्रद्धामय सुभग समायोजन करनेका सुयश जैनधर्मके सुविख्यात तथा परम माननीय मुनिवर्य श्री यशोविजयजी के अथाह प्रयासका फल है । आपश्री परमविद्वान संतपुरुष आचार्य श्री विजय धर्मसूरीश्वरजीके ख्यातनाम शिष्य है। इस कला संपुटके शास्त्रीय लेख तथा विविध सामग्रीका संग्रह आदि मुनिश्री यशोविजयजीने जैनधर्म ग्रन्थोंके आधार पर किया है। इस भव्य कला संपुटमें चित्रोंका परिचय चित्रोंके सामने ही भारतमें अधिकतर प्रचलित गुजराती, हिन्दी तथा अंग्रेजी तीनों भाषाओंमें क्रमानुसार विस्तारसे दिया गया है।
इन चित्रोंमें दर्शित सजीवता और निष्ठा निराली ही है। इन चित्रोंको छपवानेमें भारी खर्च करनेमें आया है। जिससे इनका मूलभूत सौंदर्य बना रहे। सभी द्रष्टिसे अवलोकन करते हुए यह कलासंपुट भव्य ग्रन्थ उतना सुंदर बना है कि हरकोई कलाप्रेमी तथा ग्रन्थप्रेमी इसे अपने पुस्तकालयमे रखनेको आतुर होगा तथा धार्मिक उपासनामें इनका ध्यान करनेसे कलामय आनंदकी अनुभूति उठाकर बारबार लाभ उठानेका महान सुयोग प्राप्त होगा ।
ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી રવિશંકર રાવલ, તા. ૧૨-૫-૭૪
પૂ. મુનિશ્રી યશોવિજયજી મહારાજે ભૂતકાળમાં અપૂર્વ થયેલી વિશ્વવિભૂતિ તીર્થંકર ભગવાન શ્રી મહાવીરસ્વામીના જીવનને સાક્ષાત કરાવતી ચિત્રાવલીનું પ્રકાશન કરી સમસ્ત જૈન જગત પર જ નહીં પણ ભારતીય તત્ત્વજ્ઞાનના જ્ઞાતાઓ ઉપર પરમ ઉપકાર કર્યો છે, અને મૌલિક લાગે એવાં ચિત્રો મોટાં કદનાં, ઊંચી જાતના કાગળો ઉપર, ઊંચા પ્રકારની બોલ્ટન પ્રેસની રંગીન છપાઈથી વિશ્વના પ્રકાશનોની બરોબરી કરે એવો ચિત્રસંપુટ આપ્યો છે.
પૂ. યશોવિજયજી મહારાજની કલાવસ્તુ અને ક્લાસ્વરુપો તેમજ કલાકૃતિઓની પરીક્ષા અને માહિતીનું દર્શન તેમના માર્ગદર્શન નીચે કામ કરનાર એક પૂર્ણ અને સાચા ક્લાસાધક શ્રી ગોકુલદાસ કાપડિયાની વરણી કરી તેમાં જ થાય છે.
જૈન સંસારમાંથી સુરુચિ, ક્લા, ઔચિત્ય વગેરેનો જાહેર લોપ થઈ રહયો છે તે વખતે આ ગ્રંથ જગતના એક મહાપુરુષ ભગવાન શ્રીમહાવીરસ્વામીજીની પ્રકાશવંતી અમર દિવ્યજ્યોત બની રહેશે.
ગુજરાતના વિખ્યાત કલાકાર શ્રી કનુ દેસાઈ, તા. ૧૦-૫-૭૪ તીર્થંકર ભગવાન શ્રી મહાવીરજીનું ચિત્રસંપુટ ખૂબ જ આકર્ષક અને ચિત્તરંજક છે. જીવનપ્રસંગ ચિત્રો ખૂબ જ સુંદર અને મનનીય છે. આવા સંપુટમાં પ્રતીકો સાથે જે વાંચન આપ્યું છે તે શ્રી મહાવીર પ્રભુના જીવનપ્રસંગો સાથે ગુંથાયેલું હોવાથી એક મહાન આત્માના આત્મીયજ્ઞાનનું દર્શન કરાવે છે. પ્રથમ તો 'ચિત્રસંપુટ'ના કવર ઉપર સોનેરી શ્યાહીમાં મંગળ આકૃતિઓ જૈનધર્મની ખૂબ જ હેતુલક્ષી સુવિખ્યાત છે. તેની સાથે અંદરનાં પાનાંઓ ઉપર પ્રતીકો અને પટ્ટીઓ જે આપી છે તે પણ અર્થ અને હેતુલક્ષી હોવાથી સુંદર લાગે છે.
આ 'ચિત્રસંપુટ' જેમણે મહાન વિભૂતિનો અભ્યાસ અને પવિત્ર દર્શન કરવા હોય તેમણે
220
Jain Education Intemational
‘ચિત્રસંપુટ' ખરીદવાની તક ગુમાવવી ના જોઈએ અને દરેક જૈન કુટુંબે તો અવશ્ય વસાવવું જ જોઈએ. આથી વિશેષ મારી ભાવના છે કે આવાં સુંદર ચિત્રો માત્ર “ચિત્રસંપુટ'ના પ્રકાશનથી જ રોકાઈ ન જાય પણ જૈનસમાજ તરફથી એક મોટું સ્થાન, પાઠશાળા, પુસ્તકાલય, ચિત્રશાળા કે મ્યુઝિયમ જેવું મકાન, મંદિર કે હોલ બંધાય અને ત્યાં આ જ ચિત્રોની મોટી નક્લો ભીંતો ઉપર એની સમજ સાથે ચિતરાવવામાં આવે તો દેશ-પરદેશના માનવો આ મધ્યન વિભૂતિનું દર્શન કરવા આવે અને એક મોટું જાત્રા સ્થળ (Tourist Center) બની રહે !
આ. શ્રી સમુદ્રસૂરિજી, દિલ્હી, તા. ૧૫-૬–૭૪
આપે આ મહાન ગ્રંથરત્નનું પ્રકાશન કરાવી, જૈન સમાજ ઉપર તો શું પરંતુ આખા ભારતવર્ષ ઉપર મહાન ઉપકાર કર્યો છે. આ ગ્રંથરત્નના દર્શન થશે એટલે તો મારા હર્ષોલ્લાસનું કહેવું શું ? આપે મુંબઇમાં લાંબો સમય બિરાજી આ ગ્રંથરત્ન બનાવ્યાનો જે પરિશ્રમ સેવ્યો છે તે જોઈ આપનું મુંબઇ બિરાજવું ખૂબ જ સફળ થયું છે. આપે એક અજોડ અને અમર કાર્ય કર્યું છે. એ માટે આપને શું લખું ? હ્રદય ભાવવિભોર બની જાય છે.
आचार्य श्री तुलसीजी, नई दिल्ही
भगवान महावीरका सचित्र जीवनवृत्त तैयार किया है। मुनिजीने इसमें जिस श्रम और निष्ठासे काम किया गया है उससे उनकी प्रखर प्रतिभाको अभिव्यक्ति मिली है। अद्भुत कृति है। मैं इस प्रयासके प्रति अपनी शुभकामना व्यक्त करता हूँ और आशा करता हूँ कि यह चित्रावली लोकमानसमें भगवान महावीरको प्रतिबिंबित करनेमें सफल होगी।
આ. શ્રી વિક્રમસૂરિજી
તમારી કલાસૂઝ પ્રમાણે ચિત્રકારની ધારદાર પીંછી અને પીંછીએ પીંછીએ શાસ્ત્રાધાર પ્રમાણે જ કરવાની તમન્ના, આ બધું અનુમોદનીય જ ગણાય.
શ્રી દેવેન્દ્રમુનિની શાસ્ત્રી, વિ. ૪-૮-૭૭ आपश्रीने चित्रकला के माध्यमसे श्रमण भगवान महावीरके दिव्य और भव्य जीवनको जिस कलात्मक रूपसे प्रस्तुत किया है वह प्रशंसनीय है । सर्वत्र आपकी प्रकृष्ट प्रतिभाका चमत्कार निहारा जा सकता है। चित्रावलीमें आपश्रीकी कमनीय कल्पना कलाको परखनेकी सूक्ष्मद्रष्टि सर्वत्र द्रष्टिगोचर होती है।
મુનિ શ્રી ભુવનવિય ગણિ, કટક
સાહિત્ય અને ક્લાની ઉપાસનામાં આપ અપૂર્વ પુરૂષાર્થ ખેડી રહયા છો. આ છેલ્લા અપૂર્વ પ્રકાશનથી ઘણાં જૈનેતરોના હૃદલમાં પણ ભગવાન શ્રી મહાવીર પરમાત્મા પ્રત્યે ભકિત અને બહુમાન પ્રગટે એવું સુંદર કાર્ય આપશ્રીના હાથે થયું છે. ત્રણેય ભાષાઓમાં ચિત્રોનો જે પરિચય આપેલ છે તે જ આ પ્રકાશનની વિશેષતા છે. નહીં પિછાણનારા પણ ભગવાનને પિછાણતા થઈ જાય, એવા જ કોઇ શુભાશયથી આ કાર્ય આપે ઘણો જ પરિશ્રમ ઉઠાવીને પાર પાડેલ છે.
મુનિથી જંબૂવિજયજી, મહેસાણા, તા. ૬-૮-૭૪ તમારી મહેનત, યોજના - ચિંતન ઘણાં જ ઘણો છે. આનંદ અને આભાર.
મુનિથી પૂર્ણવિજયજી, રાજક
આજથી આપણને અઢી હજાર વર્ષ પહેલાના કાળ - સાગરને કિનારે દોરી જાય એવાં આબેહૂબ ચિત્રો જોઈને હૈયું પુલક્તિ બની ઉઠયું હતું.
ચિત્રગ્રંથની પ્રથમાવૃત્તિ આટલી જલદી ખલાસ થઇ ગઇ એમાં કલાત્મક દ્રષ્ટિ, એનું અદ્ભુત મુદ્રણ અને ક્લાકારને મળેલી શારદામાતાની આશિષ કારણભૂત છે. કલાકાર અને સંયોજકની આંખ સામે આગમ ભાખ્યું પ્રભુજીવન અને આર્ય સંસ્કૃતિની અસ્મિતા અટલ તરવરતી રીં છે એમ ચિત્રો અને પરિશિષ્ય જોતાં જણાઇ આવે છે. હરએક ચિત્રમાં તૈયાના ભાવના ભાતીગળ રંગો પૂરવા દ્વારા પ્રાણની પ્રતિષ્ઠા કરવાનો પ્રયાસ થયો છે. એ જોતાં ૨૫૦૦ વર્ષ પહેલાંના એ કાળનું અને આજના કાળ વચ્ચેનું અંતર ભૂંસાઇ જતું લાગે છે.
ચર્મચક્ષુને તથા શાનગયુને સર્વાંગીણ ગમી જાય તેવાં આ ચિત્રો મને એક્લાને જ નહીં પરંતુ સહૃદય પ્રત્યેક જૈનો, વિદ્વાનો, પાશ્ચાત્ય પંડિતો તથા રાજદ્વારીઓને પોતાની અપૂર્વ ક્લા દ્વારા મહાવીરસ્વામીનું જીવનાર્દ સમજાવવા માટે સમર્થ બનશે, જે અત્યંત આવકારને પાત્ર છે. ચિત્રસંપુટનો વરઘોડો, ઉદ્ઘાટન સમારોહ અને ભારતના રાષ્ટ્રપતિનું સુગમ સંમિલન આ બધા પ્રસંગો કાર્યશીલ વ્યક્તિના ભાગ્યમાં હોય છે.
*
મુનિશ્રી પૂર્ણાનંદવિજયજી (કુમારશ્રમણ) મુલુંડ, તા. ૧૫-૮-૭૪ ચિત્રસંપુટને સૂક્ષ્મ દ્રષ્ટિએ હું જોઇ ગયો છું. તેમજ પ્રત્યેક ચિત્રની માહિતી તથા પાછળનાં પરિશિષ્યે પણ સાવધાનીથી અક્ષરશઃ વાંચી ગયો છું. માનસિક આનંદપૂર્વક કહી શકું છું કે આવું અમૂલ્ય સાહિત્ય પ્રકાશિત કરાવીને આપશીએ જૈનશાસનની અમૂલ્ય સેવા કરી છે.
*
મુનિશ્રી સર્વોદયસાગરજી, કટની, સં. ૨૦૪૦ જૈનશાસનના મહાન સિતારા, અજોડ સાહિત્યકલાપ્રેમી પૂજયકૃપાળુ ભગવંત. સંપુટ જોયું, તરત હૃદયની અંદર આનંદની ઉર્મિઓ ઉછળવા માંડી કે ખરેખર ! આપે જૈનશાસનનો ડંકો વર્ડમાં વગાડયો છે.
મુનિશ્રી માણેકવિજયજી, ગઢસીસા, તા. ૨૨-૮-૭૪
ગ્રંથ વહોરાવવાનો ચડાવો ૨૫૦ મણનો થયો છે. વરઘોડા સાથે ફેરવી તેમનું બહુમાન કરી ગઢસીસા સંઘે મને આપેલ છે.
For Personal & Private Use Only
www.jairulibrary.org