________________
લે છે અને યોગ્ય સમયે દીક્ષા ચારિત્ર લે છે. તપ અને સંયમ દ્વારા અપ્રમત્તભાવે ઉમ્ર સાધના કરી કર્મક્ષય કરતાં, આવરણોનો ક્ષય કરી રાગ-દ્વેષાદિ દોષોથી રહિત બનવાપૂર્વક તેઓ કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. તે વખતે તેઓ વીતરાગ હોય છે. સર્વગુણસંપન્ન બનતાં તેઓ સહુના માટે વંદનીય–પૂજનીય બને છે. હંમેશાં (પ્રાયઃ) સમવસરણાદિની પ્રવચનપીઠ ઉપર બેસી હજારો જીવોને ત્યાગ વિરામમય અમૃતવાણી દ્વારા આત્મકલ્યાણનો ઉપદેશ આપી, આધ્યાત્મિક સાધનાનો સન્માર્ગ બતાવી તેઓનું કલ્યાણ કરે છે. આ અરિહંતો પોતાનું આયુષ્ય પૂર્ણ થતાં અવશેષ કર્મનો ક્ષય કરી નિર્વાણ પામીને સિદ્ધિ-મુક્તિ સુખના ભોક્તા બને છે.
દરેક મહાકાળ-મહાયુગ દરમિયાન યથાવસરે ૨૪ તીર્થકરો ઉત્પન્ન થાય છે. આ અરિહંતો એક જ વ્યકિતના અવતારરૂપે હોતા નથી પણ વિભિન્ન વ્યક્તિઓ રૂપે હોય છે. તીર્થંકર થવાનો અધિકાર એક વ્યક્તિને નહીં પણ અનેક વ્યક્તિને છે. વળી તે મનુષ્ય રૂપે જ જન્મ લે છે, પગ-પ્રાણી રૂપેહરગીજ જન્મ લેતા નથી. ભૂતકાળમાં અનંતા તીર્થકરી થયા અને ભવિષ્યકાળમાં અનંતા થશે.
-અહી પદ્માસન સ્થિત ભામંડલવાળો અરિહંતાકૃતિ–પ્રતિમા–મૂર્તિની ઢબે ચીતરાવી છે. . સવ- આ પ્રતીકમાં સિદ્ધશિલા સૂચક અર્ધચન્દ્રાકાર આકૃતિ ઉપર બેઠેલ સિદ્ધાત્માના પ્રતીકરૂપે સિહમૂર્તિને મૂકી છે. ઉપર જણાવેલા
કેવલજ્ઞાની અરિહંતો અથવા ક્વલજ્ઞાન-ત્રિકાલજ્ઞાનને પ્રાપ્ત થયેલા વીતરાગી એવા અન્ય શ્રમણશ્રમણીઓના આત્માઓ સંસારચાના પરિભ્રમણ રૂ૫ આય કર્મોનો સંપૂર્ણ ક્ષય કરી, આયુષ્ય પૂર્ણ થતાંની સાથે જ અશરીરી બની, આ મનુષ્યલોકની ધરતીથી અસંખ્ય યોજન દર ઊર્ધ્વકાશમાં ચૌદ રાજલોકના અન્તવતી સ્થિત સિદ્ધશિલા ઉપરના સિહસ્થાનમાં પહોંચી જાય છે. જ્યોતિમાં જ્યોતિ સમાય તેમ તેમના આત્મ પ્રદેશો અન્યના આત્મ પ્રદેશોમાં સમાઈ જાય છે. અનંત કાલ સુધી તેઓ ત્યાં જ સ્થિત રહેશે. હવે એમને આ સંસારમાં પુનર્જન્મ લેવા આવવાનું હોતું જ નથી, સિદ્ધ સ્થાનમાં પહોંચેલો તેમનો આત્મા અન્ય સિદ્ધાત્માઓની જેમ સંપૂર્ણ શાશ્વત-અનંત સુખોનો ભોક્તા બને છે. આ સિદ્ધોની સંખ્યા સદાય અનંતી હોય છે. જનોના નવકારમંત્રમાં “નમો સિવાળ'
૫દ દ્વારા તેને બીજા પરમેકી પદમાં સ્થાન આપવામાં આવ્યું છે . - તીર્થકરો કે અરિહંત મોક્ષે ગયા બાદ તેમના શાસનની ધૂરા “આચાર્યો ” વહન કરે છે, તીર્થકર દેવો પોતાની હયાતિમાં પોતાના
શાસનની જવાબદારી આચાર્યોને સાંપે છે, અને પોતાની પર્ષદામાં તેમને અપ્રસ્થાન આપી તેમનું ગૌરવ કરે છે. તીર્થકરો મોક્ષે ગયા બાદ ચતુર્વિધ શ્રીસંઘનું યોગક્ષેમ કરવાનું કાર્ય તેમજ તેમના સિદ્ધાન્તો, આદેશો અને ઉપદેશોના પ્રચારનું કાર્ય તેઓ બરાબર સંભાળે છે. અને તેઓ સુચાર રીતે સંઘનું સંચાલન કરે છે. વળી તેઓ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીયે આ પંચાચારને સ્વયં પાલનારા, પળાવનારા અને પ્રચારનારા છે. તેઓ શાસનની અનેકરીતે પ્રભાવના કરે છે. જનસંઘ આચાર્યપદ માટે ઘણું ગૌરવ ધરાવે છે, અને નવકાર મંત્રમાં નમો માયાવાળ પદદ્વારા ત્રીજા પરમેષપદે સ્થાપિત કરવામાં આવ્યા છે. - આચાર્ય પછી ઉપાધ્યાયનું સ્થાન આવે છે. આગમવિજ્ઞ ઉપાધ્યાયજી મહારાજનું કાર્ય સાધુઓને ગ્રહણ તથા આસેવન શિક્ષા આપવાનું છે. “નનો સમશયા ' ૫૬ વડે નવકારમંત્રમાં ચોથા પરમેષ્ટી તરીકે તેમને સ્થાન મળ્યું છે. અહીં સાધુઓને પાઠ આપતી
મુદ્રાનું પ્રતીક મૂક્યું છે. ૧૦. સાપુ - જેમને નવકાર મંત્રમાં પાંચમા “નમો હોઇ ' પદ વડે પાંચમાં પરમેષ્ઠી પદે સ્થાપિત કરવામાં આવ્યા છે તે. પર
કલ્યાણને સાધતા, પંચમહાવ્રતધારી મુનિરાજનું ધ્યાન-સાધના દ્વારા આત્મસાધના કરતું પ્રતીક અહીં આપ્યું છે.
વિશેષ પરિચય ૩૯ મા પ્રતીકમાં અપાઈ ગયો છે. ૪૮ થી ૫૦ પ્રતીકોમાં પાંચ પરમેષ્ઠીના પગ આગળ સાધુઓનું ચિહ્ન
ગણાતો “ઓશો–રજોહરણ’ બતાવેલ છે. ૧૨. વનનિનાં ગૃહસ્થાશ્રમમાં રહેલ કોઈ પણ ભાઈ કે બહેન વૈરાગ્ય થતાં જૈન ધર્મગુરુ પાસે પાંચ મહાવ્રતોના સ્વીકાર રૂપ જૈનધર્મની Tો -વિધિ મુજબ દીક્ષા લે છે. ત્યારે તેને મોહ, માયા, મમતા જગાડે તેવા સંસારના પરિપ્રહથી વિરકત બનવાનું હોય છે. તે
સાદું સંયમી જીવન ગાળવાને કટિબદ્ધ થાય છે, એટલે દીક્ષા વખતથી જ ભિક્ષા લાવવા માટે ધાતુપાત્રો નહીં કિન્તુ કાષનાં જ ભિક્ષાપાત્રો તેમને આપવામાં આવે છે. આ પાત્રો રંગવગરનાં અથવા હાથથી રંગેલાં હોય છે. વિહાર–પ્રવાસમાં સાધુઓ તે પાત્રો કપડાંથી બાંધી પછી ખભે નાંખીને ચાલે છે.
અહીં પ્રતીકમાં ત્રણ ચિત્રો આપ્યાં છે. (મ, સં૧) આગલા ભાગમાં સાતેક પાત્રાનો (“એકની અંદર એક' એ રીતનો ) સમૂહ-સેટ મૂક્યો છે. ગોચરી વખતે ઝોલી બનાવી તેમાં પાત્રો મૂકી સાધુ ભિક્ષા લેવા જાય છે. આ પાત્રોમાં વિવિધ જાતનો ખોરાક લે છે. ખાસ કરીને પ્રવાહી દ્રવ્યો લેવા માટે, પ્રતીક - બે માં દોરો નાંખેલ " તર૫ણી ' થી સંબોધાતું અને પ્રતીક ને, ત્રણમાં “ચેતન” શબ્દથી ઓળખાતું પાત્ર બતાવ્યું છે. સામાન્ય રીતે તર૫ણી ઉ૫ર ચેતન મૂકી તાપણીને
દોરી બાંધી પછી પકડીને ઊંચકવામાં આવે છે. પર. વોરા જૈન સાધુ-સાધ્વીજીઓને અહિંસાધર્મના પાલનમાં સહાયક થતું આ અનિવાર્ય ઉપકરણ છે દીક્ષા વખતે દાતા ગુરૂ ભારે [ ]vપી-ઉત્સાહ વચ્ચે તેને સમર્પણ કરે છે. આ રજોહરણ ઊનની દશીઓનું બનેલું હોય છે. આના વિના સાધુ રહી શકે નહિં. તે [નિનો ૩પનો] નિત્યનું અવિરત સાથી છે. જ્યારે જૈન-સાધુ-સાધ્વીજીઓને આસન પાથરી બેસવું હોય ત્યારે ત્યારે જીવજંતુઓની હિંસા ન
ન થાય તે માટે આ ઉપકરણથી જમીનની પ્રમાર્જના-શુદ્ધિ કરવી જ પડે છે. આ વસ્તુને જતાં આવતાં જૈન સાધુ-સાધ્વીજીઓ તેને ડાબી બગલમાં રાખે છે. બેઠા હોય ત્યારે બાજુમાં મુકે છે. | દિગમ્બર મુનિઓ મયૂરપિચ્છનો ગુછો રાખે છે, સ્થાનકવાસી અને તેરાપંથીઓ ઉનનો ગુછ રાખે છે પણ તેની લાકડી ઘણી લાંબી હોય છે.
મુહપત્તી–એટલે સુતરાઉ કાપડનું વિશિષ્ટ રીતે વાળેલું કપડું. જૈન ધર્મીઓ સૂત્રોચ્ચાર કરતી વખતે હવાના જંતુઓને પોતાના મુખમાંથી નીકળતા જોરદાર શબ્દોના ધ્વનિથી પીડા ન થાય તે માટે મુખની આડે રાખે છે. ખાસ કરીને હવાના
જીવોની થનારી સૂક્ષ્મ હિંસાથી બચવા માટેનું આ ઉપકરણ છે. પ. અહી , આ જૈન સાધુ-સાધ્વીનાં નિત્યોપયોગી ચાર ‘ઉપકરણો છે. (૧) ઉનના કોમળ સ્પર્શવાળી “ચરવલી_જળ રાખવાનાં ભજનો, sી, વાહન પાત્રો, તથા કાલ્પાત્રો વાપરતાં પહેલાં તેને જીવજંતુથી રહિત બનાવવા, પ્રમાર્જના-પૂજવા માટે વપરાય છે. જેથી સૂક્ષ્માતિસૂક્ષ્મ
હિ - જીવોની અહિંસા-રક્ષા થાય છે. અને જે જીવજંતુ નીકળી આવે તો અહિંસાવતી સાધુ-સાવી તેને સંભાળીને સુરક્ષિત સ્થળે મૂકી
૮. અહીં બતાવેલાં ઉપકરણો વેતામ્બર મૂર્તિપૂજક મુનિઓ સાથે સમ્બન્ધ ધરાવનારાં છે.
Jain Education International
For Personal & Private Use Only
૧૪૧ www.jainelibrary.org