________________
૨૦
૧૩૪ Education International
જૈનસાધુઓએ મનસા, વાચા, કર્મણા કોઈપણ જીવની હિંસા ન કરવી, એ માટે આજીવન પ્રતિજ્ઞાબદ્ધ હોવાથી તેઓ સજીવ એવા એકેન્દ્રિયના પ્રકારોનો ઉપયોગ કરતા નથી, તેનો સ્પર્શ પણ કરતા નથી, કારણકે સ્પર્શથી પાપ બંધાય છે. કેમકે સ્પર્શથી પણ એ જીવોને સૂક્ષ્મ દુઃખ થાય છે. પટ્ટીમાં નીચેના લખાણમાં પ્રકારો અલગ અલગ સમજાય તે માટે ડિઝાઈન દ્વારા સંકેત કર્યો છે.
५६. बेइन्द्रियथी लइने पंचेन्द्रिय सुधीना जीवोनुं विग्दर्शन
આ પટ્ટી બે ઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય, ચાર ઈન્દ્રિય અને પાંચ ઈન્દ્રિયવાળા જીવોની છે.
બે ઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય અને ચાર ઈન્દ્રિયવાળા જીવોનું સંકલિત નામ વિકલેન્દ્રિય છે. શરૂઆતના ત્રણ ખાનામાં આ ત્રણ પ્રકાર બતાવ્યા છે. પછી તિર્યંચ પંચેન્દ્રિયનાં ત્રણ વર્તુળ આપ્યાં છે. તે જીવો જળચર, સ્થળચર અને ખેચર એમ ત્રણ પ્રકારે હોય છે. ત્યારપછી બાકીના પંચેન્દ્રિય જીવોમાં દેવ, મનુષ્ય અને નરક ત્રણ પ્રકારો છે. દેવો આકાશ અને પાતાલ બંને ઠેકાણે રહે છે, નરકના જીવો પાતાલમાં જ રહે છે અને મનુષ્યો પૃથ્વી ઉપર રહે છે. આ રીતે બે પટ્ટી દ્વારા જૈનધર્મમાં જણાવેલા સમગ્ર જીવવિજ્ઞાનનો સામાન્ય ખ્યાલ આપ્યો છે.
इंग्लीश परिशिष्टोमा आपेली २२ पट्टीनी भूमिका
આ પુસ્તકમાં વિવિધ પ્રકારની, વિવિધ વિષયની બોર્ડરો મૂકવામાં આવી છે. તે બોર્ડરો સળંગ ચાલુ રહે તો ઠીક રહે પરંતુ પાનાંની પરિસ્થિતિના કારણે ધાર્યું શકય ન બને. ગુજરાતી પરિશિષ્ટોમાં માત્ર ૮ બોર્ડરો શકય બની છે. ત્યારપછીના હિન્દી પરિશિષ્ટોમાં પૂરતી જગ્યા ન હોવાથી બોર્ડરો મૂકી શકાય તેમ ન હતું. બીજી પણ મુશ્કેલી હતી કે આ ગ્રન્થને સંગત થાય કે શોભે એવા વિષયો હવે મારી પાસે ખાસ રહૃાા ન હોવાથી નવી પટ્ટીઓ તૈયાર થાય તેમ ન હોવાથી ત્યાં મૂકી શકાણી નથી,પરંતુ અંગ્રેજીમાં પહેલેથી થોડી કાળજી રાખી હોવાથી બીજી આવૃત્તિમાં જે ૨૦ પટ્ટીઓ મૂકી હતી એ જ પટ્ટીઓ ત્રીજી આવૃત્તિમાં ત્યાં જ ચાલુ રાખી છે. પણ ૨૦ માંથી ૧૭ પટ્ટીઓ એક સાથે જ આપી છે. અને જૂની ૧૮ થી ૨૦ પટ્ટીના સ્થાને કલ્પસૂત્ર સ્ટાઈલની નવી ૩ અને તે પછી બાકીની જૂની ત્રણ પટ્ટી સાથે જોડી દીધી છે.
५७ बी ७३. श्वेतांबर - विनंबर मतानुसार १६ विद्यादेवीओ तथा २४ यक्ष-यक्षिणी आविनी पट्टीओ
જૈન ધર્મમાં અબજો વર્ષના મહાકાળમાં ૨૪ ઈશ્વરીય વ્યકિતઓ જન્મ લે છે જેને તીર્થંકરો કહેવામાં આવે છે, દરેક તીર્થંકરને કેવળજ્ઞાન થાય ત્યારે તીર્થંકરોની જાહેર પ્રવચન સભામાં પોતાના ધર્મશાસનનું યોગક્ષેમ અને કલ્યાણ થાય એ માટે પાતાલવાસી દેવોમાંથી એક પુરુષ દેવ અને એક સ્ત્રી દેવ રક્ષક તરીકે નિયુકત થાય છે, જેને યક્ષ-યક્ષિણી કહેવામાં આવે છે.
૫૭ થી ૫૯ સુધીની પટ્ટીઓમાં શ્વેતામ્બર મતાનુસાર ૨૪ યક્ષનાં ચિત્રો અને ૬૦થી ૬૨ સુધીની પટ્ટીઓમાં ચક્રેશ્વરી આદિ ૨૪ યક્ષિણી નાં ચિત્રો આપ્યાં છે.
૬૩થી ૬૫ સુધીની પટ્ટીમાં દિગમ્બર માન્યતા પ્રમાણે ૨૪ યક્ષનાં અને ૬૬થી ૬૮ સુધીની ત્રણ પટ્ટીમાં દિગમ્બર મત પ્રમાણે ૨૪ યક્ષિણીનાં ચિત્રો આપ્યાં છે.
૬૯મી પટ્ટી જૈનધર્મમાં કેટલાક વધારાના જે દેવો છે તેની આપી છે. તેમાં પહેલી છ આકૃતિ શ્વેતામ્બર મતના વધારાના દેવોની છે, પછી એક ઊભી પટ્ટી ચિતરાવીને બે દિગમ્બર મતના વધારાના દેવોની આપી છે.
શ્વેતામ્બર મતના છ દેવોનાં ચિત્રો આપ્યાં છે. તેમાં અનુક્રમે પ્રથમ ધરણેન્દ્ર છે, જે પાર્શ્વનાથ ભગવાનના સેવક-દેવ છે. જો કે તીર્થંકરોના અધિષ્ઠાયક દેવો તે યક્ષો જ હોય છે અને યક્ષો દેવોની વ્યન્તર નિકાયના જ હોય છે એથી જ નિયમ અનુસાર પાર્શ્વનાથ ભગવાનના અધિષ્ઠાયક દેવ પાર્શ્વ નામના યક્ષ જ છે પણ કમઠના ઉપસર્ગથી રક્ષણ કરવાનું ભકિતનું કાર્ય ધરણેન્દ્રે બજાવ્યું હતું તેથી ધરણેન્દ્રને પણ ઘણું જ મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે, અને આ ધરણેન્દ્ર તો બીજી ભવનપતિ નિકાયના છે એટલે તે યક્ષ નથી. પટ્ટીના બીજા બ્રહ્મશાંતિ યક્ષ જે ધરણેન્દ્રની જેમ ભગવાન મહાવીરના વધારાના ભક્ત-સેવક છે. ત્રીજા વિમલેશ્વર તે સિદ્ધચક્ર ભગવાનના અધિષ્ઠાયક દેવ છે અને તે વૈમાનિક નિકાયના સૌધર્મ કલ્પના છે.ચોથા તપાગચ્છના અધિષ્ઠાયક તરીકે પ્રસિદ્ધિને પામેલા એવા પ્રભાવક યક્ષ જાતિના માણિભદ્ર યક્ષ આપ્યા છે. એમનો વીરની જાતિમાં સમાવેશ કરાય છે. પાંચમાં ભૈરવદેવ છે. આ ભૈરવના ઘણા પ્રકારો છે અને છઠ્ઠા ક્ષેત્રપાલ છે. એનાં પણ અન્ય પ્રકારો છે. અહીં અતિ સંક્ષેપમાં પરિચય આપ્યો છે. તે પછી અનાવૃત્ત અને સર્વાન દિગમ્બરીય બે દેવો આપ્યા છે. તેનો પરિચય અહીં આપ્યો નથી.
ગ્રન્થનું કદ વધવાના કારણે અહીં, આયુધો, વાહન વગેરેનો પરિચય આપ્યો નથી. શ્વેતામ્બર યક્ષ-યક્ષિણીનાં પટ્ટીઓનાં ચિત્રોમાં કયાંક કયાંક આયુધો સ્પષ્ટ ન દેખાતાં હોય તો પટ્ટી નં. ૪૯ થી ૫૪ માં જોઈ લેવાં.
શ્વેતામ્બર આમ્નાયની ૭૦-૭૧ નંબરની બે પટ્ટી અને દિગમ્બર આમ્નાયની ૭૨-૭૩ આ ચારેય પટ્ટીઓ ૧૬ વિધાદેવીઓની છે. આ દેવીઓનાં નામની વિદ્યાઓ છે. પ્રાચીનકાળમાં આ વિધાઓની સાધના થતી હતી. તેમનાં દેહ-આસનાદિકનો પરિચય આપ્યો નથી.
७४ थी ७६. कल्पसूत्रनी (इन्डो-इरानी मिश्रआर्ट) पद्धतिना चित्रोनी श्री नेमिनाथ भगवान साधे संबंध धरावती त्रण पट्टीओ
આ ત્રણે પટ્ટીઓનું ચિત્રકામ ૧૪-૧૫મી શતાબ્દીથી લઈને ૧૮મી શતાબ્દી સુધીના સમયમાં જૈન કલ્પસૂત્ર પ્રતિની ચિત્રકલા પદ્ધતિમાં (ઈન્ડોઈરાની સ્ટાઈલ) જે ઢબે કામ થતું હતું તે પદ્ધતિ પ્રમાણે કરાવરાવ્યું છે.આ પટ્ટીઓ જેસલમેરીનાં ચિત્રોનાં જ અનુકરણરૂપે છે.
૭૪ નંબરની પટ્ટીના ચિત્રમાં નેમિનાથ ભગવાનનું ચ્યવન, માતાને આવતાં ચૌદ મહાસ્વપ્નો અને પિતા સમુદ્રવિજયજીને પોતાના નિવાસમાં બેઠેલા બતાવ્યા છે.
૭૫ નંબરની પટ્ટીમાં શિવાદેવી માતા તેમજ નેમિનાથ ભગવાનનો જન્મ પ્રસંગ બતાવ્યો છે. હરિણૈગમેષી ભગવાનને લઈને અન્ય દેવોના પરિવાર સાથે મેરુપર્વત ઉપર જાય છે. મેરુપર્વત ઉપર ભગવાનનો ઈન્દ્ર દ્વારા અભિષેક, લગ્નની જાનનો રથ, પશુઓનો વાડો, લગ્નની ચોરી તેમજ દીક્ષા, લોચ, ઈન્દ્રને વાળનું ગ્રહણ કરવું, તે બધું પટ્ટીમાં માત્ર પ્રતીકરૂપે એટલે ટૂંકમાં દર્શાવ્યું છે.
આ પટ્ટીમાં એક ધ્યાન ખેંચે એવી બાબત એ છે કે સામાન્ય રીતે માતાના શયનગૃહમાંથી એક જ દિવસના ભગવાનને ખુદ ઈન્દ્ર મહારાજા
For Personal & Private Use Only
www.jainelibrary.org