________________
૧૬
૧૩૦
Jain Education International
४०. जाप द्वारा मानसिक एकाग्रता केळववा माटेनी अंक गणनापद्धति (अनानुपूर्वी)
આનુપૂર્વી એટલે જેમાં ક્રમસર-ક્રમશઃ વ્યવસ્થા હોય તે, અને જેમાં ક્રમપૂર્વક વ્યવસ્થા ન હોય પણ આડી અવળી વ્યુત્ક્રમ વ્યવસ્થા હોય તે અનાનુપૂર્વી (અન્-આનુપૂર્વી),જાપનો એક પ્રકાર સર્વસુલભ માળા ગણવાનો, બીજો આવર્ત દ્વારા કરવાનો, ત્રીજો કોઈ વસ્તુની ગણતરી દ્વારા ક૨વાનો, એમ લખેલા કે છાપેલા અંકોનો સંખ્યા દ્વારા પણ જાપ કરાય છે.
નવકારમંત્રના નમો અરિહંતાણં વગેરે પાંચ પદોનો જાપ કરવા માટેની અનાનુપૂર્વી સમગ્ર જૈન સમાજમાં સુવિખ્યાત છે. આજ સુધીમાં તેની લાખો નકલો છપાઈ ગઈ છે. નવપદજીની અનાનુપૂર્વી કેટલાક કારણોસર એટલી પ્રચાર પામી નથી.
પાંચ પદની અનાનુપૂર્વી ૨૪ તીર્થંકરનાં ચિત્રો સાથેની હોય છે. આ પાંચ ખાનાની હોય છે, એમાં ગણવાના પાનાં ૨૦ (વીસ) હોય છે. પ્રશ્ન- માળા ગણવી ઉત્તમ કે અનાનુપૂર્વી?
ઉત્તર- આનો જવાબ એકાંતે ન આપી શકાય. વ્યકિતના મનની યોગ્યતા ઉપર આધાર રાખે છે. છતાં અપેક્ષાએ માળા કરતાં અનાનુપૂર્વીનો જાપ મનની એકાગ્રતા જાળવવા માટે બહુ સારો. કેમકે આમાં અંકો મનમાં આડા અવળા બોલવાના હોય એટલે આંખ અને મનનું ધ્યાન બરાબર અંકોના ખાના ઉપર ચોંટેલું રાખવું જ પડે એટલે બહારના વિચારોને પેસવાની જગ્યા ઓછી રહે.
અનાનુપૂર્વી જૈન પુસ્તક વિક્રેતાને ત્યાંથી મળી શકે છે.
४१. एकबीजा प्रत्ये भूलो, अपराधो गया होय तेनी क्षमा मागती पट्टी
આ પટ્ટીનો વિષય ઘણો જ ગંભીર,ઊંડો અને મહાન છે. સંસાર અને મોક્ષ બંને બે છેડાએ રહેલા છે. બંને પરસ્પર વિરોધી છે. જન્મ મરણનાં ફેરાનો અને સંસારના માનસિક, વાચિક અને કાયિક આ ત્રિવિધ તાપ સ્વરૂપ તમામ દુઃખોનો અંત લાવવો હોય તો મોક્ષમાર્ગની સાધના કરવી જોઈએ જેથી કોઈ જન્મને અંતે આત્મા મુકતાત્મા બની જાય. પણ આ સાધનાની પ્રધાન શરત એ છે કે પ્રથમ કષાય ઉપર વિજય મેળવવો જોઈએ. સંસારનું મૂળ કષાય છે. કષાય એટલે ક્રોધ, માન, માયા, લોભ. એમાં ક્રોધ સહુથી ભૂંડો છે. આ ક્રોધાદિ કષાયોના કારણે એક બીજા જીવો વચ્ચે વિરોધ, વૈમનસ્ય, વૈરભાવ, અણબનાવ, બોલાચાલી, ગુસ્સો, ગમા-અણગમા, ધિકકાર, તિરસ્કાર, કડવાશ આ બધી હીન-દુષ્ટ વૃત્તિઓ છતી થાય છે, અને એના કારણે સતત કર્મનાં બંધનો પ્રગાઢ થતા જાય છે.
આવી પરિસ્થિતિમાં કરુણાસાગર જૈન તીર્થંકરોએ જોયું કે જીવો ક્રોધાદિ કષાયના દાવાનળમાં શેકાઈ રહ્યા છે. વરસમાં એકાદ દિવસે બધા જીવો એકબીજાની ભૂલો, અપરાધ, ગુના અને પોતાના અયોગ્ય વર્તનની હૃદયના સાચા ભાવથી ક્ષમા માગી લે તો કષાયની આગનો ઉપશમ થાય માટે પર્યુષણ પર્વના સંવચ્છરીના દિવસે સંવત્સરી પ્રતિક્રમણ દરમિયાન સહુ જીવો જાણીતું પ્રખ્યાત મારા દુષ્કૃતની માફી માગું છું એ અર્થવાળું 'મિચ્છામિ દુકક” બોલી ક્ષમા માગે છે. વૈર-વિરોધની આગોને શાંત કરે છે, જેને ખમતખામણા કહેવાય છે. ખમવું, ખમાવવું, શાંત થયું અને બીજાને શાંત કરવો એ જ જૈનધર્મનો સાર છે. જૈનધર્મનો પાયો કહો, ઈમારત કહો તો તે સમતા છે અને શ્રમણધર્મ- જૈનધર્મનો સાર હોય તો ઉપશમ થવું, શાંત થવું એ છે. આ પટ્ટી એ જ સંદેશો આપે છે.
४२. जैनधर्मना मुख्य अंगरूप बार आगम-शास्त्रो ( द्वादशांगी) नां नाम जणावती पट्टी
જૈન તીર્થંકરોને જયારે કેવલજ્ઞાન-ત્રિકાલજ્ઞાન થાય ત્યારે તેઓ પોતે પોતાની બુદ્ધિથી શાસ્ત્રરચના કરતા નથી, પરંતુ એ રચના પોતાના મુખ્ય ગણધર-શિષ્યો દ્વારા જ કરાવરાવે છે. એ શિષ્યો પરિમિત બુદ્ધિવાળા હોય છે, પરંતુ તીર્થંકરો તેનો વિસ્ફોટ કરે છે એટલે કે શાસ્ત્રરચના કરવા માટે સામર્થ્ય-શકિત પેદા થાય એ માટે તીર્થંકરો ફકત ત્રણ જ મૂલભૂત-પાયારૂપ વાકયોનું દાન કરવા દ્વારા ગણધરોની બુદ્ધિનો વિસ્ફોટ કરે છે. આ ત્રણ પદો અનુક્રમે ઉપન્ને વા, વિનમેડ઼ વા, યુવેદ્ વ છે.ત્રણેય કાળના સમગ્ર જ્ઞાનના પાયારૂપ-ચાવીરૂપ આ ત્રણ પદો છે. એનો અર્થ જગતના પદાર્થો ઉત્પન્ન થવાવાળા છે, જગતના પદાર્થી વિનાશ થવાવાળા છે અને જગતના પદાર્થી કાયમ માટે સ્થિર રહેવાવાળા પણ છે. જગતના પદાર્થો ત્રણેય સ્થિતિવાળા છે. ગણધરો બે હાથ જોડી માથું નમાવીને તે જ્ઞાનપદોને ગ્રહણ કરે છે, એટલે ઝીલે છે. પરમાત્માની વાણીનાં ત્રણ પદોથી ગણધરોમાં અગાધ બુદ્ધિ-શકિત પેદા થાય છે. તેથી તેઓ (અંતર્મુહૂર્ત) બે ઘડી-૪૮ મિનિટમાં બારે બાર અગાધ શાસ્ત્રોની મૌખિક રચના કરી નાંખે છે. એ રચના મુખ્ય બાર શાસ્ત્રોની થાય છે. આ બાર શાસ્ત્રોની રચનાને જૈનભાષાની સુપ્રસિદ્ધ પરિભાષામાં ‘દ્વાદશાંગી' નામથી ઓળખવામાં આવે છે. દરેક તીર્થંકરોના શાસનમાં આ દ્વાદશાંગીની રચનાઓ થતી હોય છે, એટલે કે અનાદિથી અનંતકાળ સુધીનો આ શાશ્વત નિયમ છે.
પટ્ટીમાં વચમાં ભગવાન મહાવીરનું ચિત્ર રજૂ કર્યું છે. આ ચિત્ર‘આવશ્યક નિર્યુકિતની ગાથાઓના આધારે બનાવ્યું છે. ચિત્રનો ભાવ એ છે કે ભગવાન મહાવીર સાધના કરતાં કરતાં જ્ઞાનરૂપી વૃક્ષ ઉપર ચડતાં ગયા. ટોચે પહોંચ્યા ત્યારે તેમને કેવલજ્ઞાન-ત્રિકાલજ્ઞાન પ્રાપ્ત થયું. તીર્થંકરો મહાઉદાર, મહાપરોપકારી અને વિશ્વનું કલ્યાણ કરવાની ભાવનામાં સતત રમમાણ હોય છે. જગતનું કલ્યાણ જ્ઞાનમાર્ગથી જ થાય છે એ નિશ્ચિત વાત છે. જગતની આગળ સમગ્ર બ્રહ્માંડના તત્ત્વોની, એની વ્યવસ્થાને અને સમગ્ર વિશ્વની જીવ ચેતનાનું કલ્યાણ કરી શકે તેવું જ્ઞાન માનવજાત સમક્ષ મુકાવું જોઈએ એટલે ભગવાને કેવલજ્ઞાનરૂપી વૃક્ષ ઉપર ચડીને સમ્યકજ્ઞાનની વિવિધ શાખાઓનાં વિવિધ પુષ્પો ચૂંટી ચૂંટીને એ જ્ઞાન પુષ્પો પોતાના ઈન્દ્રભૂતિ આદિ અગિયાર ગણધરો-શિષ્યોને અર્પણ કરવાં હાથમાં લીધાં. અગિયારે ગણધરોએ નીચે ઊભા રહીને એ પુષ્પોને પોતાના
૭૧. આ વ્યુત્ક્રમથી ગણવાની પદ્ધતિવાળી બે આનુપૂર્વીઓ જાણીતી છે. સૌથી મૂર્ધન્ય શાસ્ત્રોકત-સર્વમાન્ય નવકાર મંત્રના પાંચ પરમેષ્ઠી પદોની છે એટલે તે પાંચ આંકડાની છે અને બીજી નવપદજીના નવ નામો-પાંચ પરમેષ્ઠી અને દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપની છે.
૭૨. આ જાપ મનને વશ કરવા માટે અંકુશનું કામ કરે તેમ છે. અને ૬ મહિના સુધી અખંડ જાપ ગણતા સિદ્ધ થઈ જાય છે અને પછી જાપક ધાર્યાં કાર્યોં પાર પાડી શકે છે. જૈન ધર્મમાં આ ભલે નાનું પણ અસાધારણ અસરકારક સાધન હોવા છતાં બહુ ઓછા જીવો આનો ઉપયોગ કરે છે. ૮૦ ટકા ભાગ તો આ અનાનુપૂર્વીને જાણતો નથી તેમ સમજતો પણ નથી. ચંચળ ચિત્તવાળા જીવો માટે આ રામબાણ દવા છે, ઉપાય છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org