________________
તીર્થકરોને કેવલજ્ઞાન થાય કે તરત જ તેઓશ્રીના પ્રબલ પુણ્ય પ્રકર્ષથી દવો અશોકવૃક્ષ આદિ આઠ પ્રાતિહાર્યો રચે છે. આની હાજરી જિનેશ્વરના આયુષ્ય પર્યન્ત રહે છે. તેથી તેઓ જ્યારે વિચારતા હોય કે દેશના આપતા હોય ત્યારે આ પ્રાતિહાર્યોની હાજરી હોય જ. આ રચના લોકોત્તર ભગવાન વીતરાગની ભકિત અર્થે, તેમજ તેઓશ્રીના ખુદના અને તેઓશ્રીની વાણીના મહિમાને વિસ્તારવા માટે કરે છે. આ પ્રાતિહાર્યો લોકોત્તર અને સર્વોત્તમ ગણાતી વ્યકિત સિવાય બીજાને હોતાં નથી. આ પ્રાતિહાર્યો સમોસરણના ચિત્રમાં તેમજ પરિક–પરઘરમાં અથવા અરિહંતના ચિત્રમાં બતાવવાની પ્રથા છે. દેવો પોતાની દેવિક શકિતથી આ પ્રાતિહાર્યોને રચે છે.
પટ્ટીમાં વચ્ચે કમલાસનસ્થિત પ્રવચનમુદ્રાએ દેશના આપતા તીર્થંકર બતાવ્યા છે. તેની બંને બાજુએ પ્રાતિહાર્યો દર્શાવ્યાં છે. એમાં તેમનાં નામો પણ આપ્યાં છે. અશોકવૃક્ષ ઉપર નાનું ચૈત્યવૃક્ષ (કેવલજ્ઞાન વખતનું વૃક્ષ) પણું બતાવ્યું છે. તીર્થકરોનું ચિત્ય એટલે કે જ્ઞાનવૃક્ષ જ જતું હોય છે. તેથી તે ક્ષ અશોક ઉપર અલગ અલગ હોય છે. બાકીના સાત પ્રાતિહાર્યો સહુના સરખા છે. દિવ્યધ્વનિ પ્રાતિહાર્ય એટલે કે પ્રવચન વખતે વાદ્યોને દિવ્ય-ધ્વનિ દ્વારા કર્ણપ્રિય સંગીતના એવા મધુર સ્વરો–નાદ રેલાય કે શ્રોતાઓમાં તેનું અજબ આકર્ષણ ઊભું થાય, દુભિ એટલે પૂજા કે આરતી વખતે વગાડવામાં આવતું નગારું, ત્રણ છત્રમાં છત્રો જે કમે અંદર બતાવ્યાં છે તે જ દમ યથાર્થ છે. પ્રાચીન ચિત્રો, પરિકરો અને કેટલીક પાષાણ તથા ધાતુમૂર્તિઓમાં આજ કેમ હોય છે. મંદિરોમાં ભગવાન ઉપર લટકાવાનાં ત્રણ છત્રો આ કમવાળાં જ હોવાં જોઈએ પણ ઘણે ઠેકાણે ઉલટા કમથી
લટકાવેલાં હોય છે તે સદંતર ખોટું છે અને શાસ્ત્રવિરૂદ્ધ છે. આ નિર્વિવાદ બાબત છે. કt, veg સમવસરણનો સારી રીતે સપાટ રીતે બતાવેલો પહેલો ગઢ, અશોક વૃક્ષ નીચે, સુવર્ણ કમળના સિંહાસનમાં ભગવાન બેઠા છે. - પદ - બાજુમાં ઈનો છે. અને ચતુર્વિધ સંઘ ઉપરાંત દેવ-ઈન્દ્રો પોતાના નિયમોને માન આપી, બે હાથ જોડી, વિનય પૂર્વક ભાવથી [ વાની વર્ષa] ભગવાનનાં કલ્યાણકારી પ્રવચનને શ્રવણું કરી રહેલા છે. સાધ્વી અને સ્ટીઓને ઊભા દેશના સાંભળવાનો અધિકાર હોવાથી તેમને
તે રીતે બતાવ્યા છે. લોકભાષામાં 'સમોસરણ’ શબ્દ વપરાય છે. ૩૨. સમજણ સમવસરણનો આ બીજો ગઢ પણ પહેલાંની જેમ સાદી રીતે બતાવ્યો છે. અશોક વૃક્ષ નીચે સુવર્ણ કમલ ઉપર બેઠેલા, અહિંસા
દરીનો - મૂર્તિ, વિશ્વવત્સલ ભગવાનનો અહિંસા અને મંત્રીને ઉપદેશ સાંભળીને પરસ્પર વિરોધી એવા પ્રાણીઓ પણ ભગવાનની વાણીના [T-લીયોની સમા] અદ્ભુત પ્રભાવે જન્મજાત વ—વિરોધને ભૂલી જાય છે તે ભાવ અહીં પ્રદશિત થયો છે. ૨૩. બર્માણ - આ અષ્ટ મંગલ મધ્યયુગીન કલ્પસૂત્ર (પmોસવણ કમ્પ) ના ચિત્રના આધારે દોરેલાં છે. ક્રમમાં સામાન્ય ફેરફાર છે.
વિશેષ પરિચય માટે પટ્ટી ક્રમાંક ત્રણ જુઓ. ૩૪. અજા- વિશ્વના વહેવારની આધારશિલા ગણાતા અક્ષર અને અંકનો મહિમા વિશ્વવિખ્યાત છે. એ બંનેનું અર્થગર્ભિત સંયોજન રર - એક વિશિષ્ટ પ્રકારની સામૂહિક શક્તિનું પ્રગટીકરણ કરે છે. જેમ મંત્રમાં મંત્રબીજ સહિત કે રહિત શબ્દો–વણનું પ્રાધાન્ય
છે તેમ યન્ત્રોમાં વિવિધ સંખ્યાવાળા અંકો અને અક્ષરો સહિતની) આકૃતિઓનું પ્રાધાન્ય છે.
યન્ટોની અનેક જાતો છે અને તેના અગણિત પ્રકારો છે. આ યંત્ર બનાવવાની "ગાણિતિક પ્રક્રિયા એવી છે કે એનાથી લાખો યંત્રો નીપજાવી શકાય છે. યત્નો અંકોના વિશેષ પ્રમાણમાં હોય છે. અને તેને (પ્રાયઃ) કોઈને કોઈ પ્રકારની આકૃતિ દોરીને મૂકાય છે. આ આકૃતિઓ ભૂમિતિની દષ્ટિએ જોઈએ તે પ્રધાનપણે સમચોરસ, ત્રિકોણ, ગોળ, કોણ, અને લંબચોરસ હોય છે. એ આકતિઓમાં કોઠા-ખાનાં દોરીને તેમાં એકથી લઈને હજારોની સંખ્યા સુધીના અંકો મૂકી શકાય છે. આ ખાનાઓની સંખ્યાને આડી, ઊભી કે કોઈમાં તિરછી, ગમે તે રીતે ગણે તો તેનો સરવાળો દરેક બાજુએથી એક જ* રકમનો આવે. કેટલાક યત્નો આંકડા વિનાના મંત્રી, અક્ષરો કે મંત્રની ગાથાથી લખેલાં પણ હોય છે. કેટલાક બંનેથી મિશ્રા હોય છે. કેટલાક ગોળ, ચોરસ વલયોથી વર્જિત હોય છે. કેટલાંક યુન્હો નરનારી ૫શુ-૫ક્ષી તથા વાછે કે શસ્ત્રાદિકની આકૃતિઓ દોરીને તેમાં મંત્રી, મંત્રપદોની સ્થાપના કરી હોય તેવાં હોય છે.
આ યંત્રો સોના, રૂપ, તાંબા, કાંસુ વગેરે (બિનલોહ) ધાતુઓના પતરા ઉપર લખી, ખોદી કે ઉપસાવીને કરવામાં આવે છે. તે સિવાય ભોજપત્ર, કાગળ કે વસ્ત્ર ઉપર ન્હાના-મોટા અનેક જાતના સાદા કે વિવિધ રંગોમાં તે તૈયાર થાય છે.
ઉપરોક્ત માયમો ઉપર તન, મન અને વસ્ત્રાદિકની શુદ્ધિ તથા વિધિ-ભાવની શ્રેષ્ઠ શુદ્ધિ જાળવીને બતાવેલા આમ્નાય મુજબ યત્ર લખવાનો પ્રારંભ કરવામાં આવે છે અને લખવા માટે અષ્ટગંધ કે કેસરાદિ શુભ દ્રવ્યો ઉપયોગમાં લેવાય છે. લખવા માટે સુવર્ણ શલાકા, દાડિમાદિક વૃક્ષની ક્લમ વપરાય છે, પછી મંત્રાદિકના પાઠ દ્વારા આદર-બહુમાન પૂર્વક યંત્રના આત્માને જાગૃત કરવામાં આવે છે એટલે તેનામાં દૈવિક શક્તિનું પ્રગટીકરણ થાય છે. તે પછી તે યંત્રને ઘરમાં રાખવાનો કે પોતાના અગ ઉપર ધારણ કરવાનો હોય છે. આ મંત્રો માનવ જાતના ઉત્કર્ષ અને અભ્યદય માટે યથોચિત ફાળો આપે છે. વધુ સ્પષ્ટતા કરીએ તો તે વિવિધ પ્રકારની શાંતિ, પૌષ્ટિક, વશીકરણ કાર્યમાં, ભૂત પ્રેત નિવારણમાં તથા ઋદ્ધિ, સિદ્ધિ, વિજય કે મનોરથની સિદ્ધિ વગેરેમાં ચમત્કારિક પ્રભાવો પણું બતાવે છે.
આ યત્ન કોણ કેવી વિધિથી લખી શકે? અને એને સંસ્કારો કેમ આપવા, કયાં કેવી રીતે પધરાવવો, યંત્ર સ્થાપ્યા પછી તેની પવિત્રતા કેમ જાળવવી, પૂજા ઉપાસના કેમ કરવી, ક્યાં વર્ણવાળાને યા યંત્રો. ફળે ? વગેરે અવશેષ બાબતો પ્રત્થાન્તર કે ગુરુગમથી જાણવી, કારણકે આ એક મહાશાસ્ત્ર છે. અહીં કેટલું અપાય !
આ પટ્ટીમાં વર્તમાનમાં વધુ ઉપયોગમાં લેવાતાં કેટલાંક યન્ત્રોને આપ્યાં છે. એમ કરીને એકપટ્ટી યન્ત્ર વિષયક દાખલ કરી છે, આમાં પ્રથમ બે જાતનાં પંદરિયા છે, પછી ચોત્રીસો, પાંસઠ્ઠીયો, તિજયપહુન્નરતોત્ર ગાથા સંદર્ભત ૧૭૦ જિનનો અને તે પછી ત્રણ વીશા યંત્રો આપ્યાં છે.
૬૬. તાલવાદ્ય દુદુભિથી નગારું જ લેવાનું છે. એ અનેક ગ્રન્યો ચિત્રો વગેરે દ્વારા નિશ્ચિત કરેલી બાબત છે. ૬૭. આ માટે રોકઇ ચિંતામતિ નામનો ગ્રન્થ રચાયો છે જે અમુકિત છે. ૬૮. યન્ત્રોમાં બહુધા આ નિયમનું પાલન થયું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.lainelibrat