________________
૧૨
કરતું જ હોય છે. આ કર્મની સત્તા આત્મામાં વર્તતી હોય ત્યાં સુધી સંસારનું બંધન છે, ત્યાં સુધી સંસારનું પરિભ્રમણ છે અને એ છે ત્યાં સુધી જન્મ મરણો છે અને એ છે તો આધિ–વ્યાધિ અને ઉપાધિઓનાં દુ:ખો છે. આત્મા હંસા, સત્ય, સંયમ, તપ, ત્યાગ આદિ સત્કોઁદ્રારા કર્મની સત્તાનો ક્ષય કરતો જાય તો કોઈ જન્મમાં સર્વથા નિર્મો બને અને એ બનતાં તે મુક્તિના ધામમાં પહોંચી સંસારી મટી મુક્તાત્મા બની જાય,
૨૦. આદમ છે—મા અષ્ટ મંગલો મધ્ય યુગીન સૂત્ર ( પોસવણાકપ્ ) ના ચિત્રના આધારે દોરેલાં છે, ક્રમમાં સામાન્ય ફરાર છે, વિશેષ પરિચય પટ્ટી ક્રમાંક ત્રણ મુજ્બ સમજ્યો,
૨૮. દામુદ્રાઓ અહીં મુદ્રાનો અર્થ આકારવિશેષ લેવાનો છે. આ પટ્ટીમાં ( શરીરના અન્ય અંગોપાંગથી નાહેં પણ– ) માત્ર બંને હાથની ક્રિયાથી સર્જાતી મુદ્રાઓ દર્શાવી છે. અહીંઆ હાથથી આંગળીઓ, મુષ્ટિ અને હસ્તનો ઉપયોગ સમજવાનો છે, મુદ્રાઓ એ મંત્ર સાધના, પ્રતિષ્ઠા, પૂજા, અનુષ્ઠાનો તેમજ યોગસાધનાનું એક આવશ્યક અંગ છે. આ મુદ્રાઓ દેવતાઓના પ્રીત્યર્વૈ, તેમજ અમુક મુદ્દાપૂર્વકના જાપદ્રારા દેવોનાં આકર્ષણાર્થે, તેમજ લક્ષ્મી, સૌભાગ્ય, જ્ઞાન, વશીકરણ પ્રત્યાદિની પ્રાપ્તિમાં ભાગ ભજવે છે. ‘ મુદ્રાસિંહ ' વ્યક્તિ માત્ર મુદ્રાઓ દ્વારા કે મંત્ર સહિતની મુદ્રા દ્વારા ાનિષ્ટ કાર્યો તેમજ અનેક રોગો કો વગેરે દૂર કરી શકે છે. તે તે ગ્રન્થોમાં અનેક જાતની મુદ્રાઓ બતાવી છે પણ અહીં અત્યુપયોગી ''થોડીક મુદ્દાઓ આપી છે,
પટ્ટીમાં આપેલી પ્રારંભની છ મુદ્રાઓ સિદ્ધચક્ર, ઋષિમંડલ આદિ પૂજનોમાં, તથા વર્ધમાનવિદ્યા કે સૂરિમંત્રના જાપ-પૂજનાદિકમાં વપરાય છે. બાકી કેટલીક અંજનશલાકા-પ્રતિષ્ઠામાં ઉપયોગી છે.
AREducation International
ધાર્મિક વિધાનો માટેની અમુક મુદ્રાઓ ધર્મગ્રન્થોમાં બતાવી છે, તેમજ સંગીત નૃત્ય અને નાટકના પ્રસંગોમાં ઉપયોગી અનેક મુદ્દાઓનું વર્ણન તેને લગતા ગ્રન્થોમાં આપેલું છે,
૨૧. શ્રષ્ટાંગ યોગ-ધ્યાનની અષ્ટાંગ સામગ્રી-પ્રકારને યોગ કહેવાય છે. મોક્ષ માર્ગનું જે જોડાણ
કરાવી મુક્તિને અપાવે તેનું નામ ‘યોગપ યોગના આઠ અંગોને જૈન, વૈદિક બૌદ્ધ, ત્રણેય સંસ્કૃતિએ માન્ય રાખ્યાં છે. આ બધાય અંગોને તેના નામ સાથે પટ્ટીમાં આપ્યાં છે, પહેલું ચિત્ર યમ અંગેનુ ઊભું આપ્યું છે, ખીજું ચિત્ર પ્રતિજ્ઞા કરતું નિયમ નું, ત્રીજું પદ્માસન નું, ચોથું પ્રાળાયામ નું અને બાકીના પ્રત્યાહારાદિ ત્રણ અંગોના (ચિત્રો દ્વારા ) ભેદ બતાવી શકાય તેવી કોઈ કલ્પના કરી ન શકવાથી એક સરખા આપ્યાં છે, માત્ર આઠમામાં વધારામાં આભામંડળ બતાવ્યું છે, આ અષ્ટાંગ યોગની અન્તિમસિદ્દિ તરીકે ષિર–પરમાત્મા પની પ્રાપ્તિ થતી હોવાથી અન્તમાં તેનું પ્રતીક આપ્યું છે. અષ્ટાંગની ટૂંકી વ્યાખ્યા આ પ્રમાણે છે
(૧) ચમ—એટલે આહંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, આ પાંચ વ્રતોનો જીવન પર્યન્ત યથાયોગ્ય રીતે સ્વીકાર કરવો, ( ૨ ) નિયમ–ભોગોપભોગ સામગ્રીનો યથોચિત–યથાયોગ્ય રીતે ત્યાગ રાખવો, અથવા શૌચ, સન્તોષ, સ્વાધ્યાય, તપ, ધ્યાન આદિનો અમલ કરવો, વળી જીવનને નિયમિત બનાવવું, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ તથા વિવિધ નિયમોને ધારણ કરવા તે. (૨) શન-ચંચલતા છોડીને અનુકૂલ આસને સ્થિરતા પૂર્વક બેસવું કે ઊભા રહેવું તે. આમાં પદ્માસન, સિહાસન, ખડ્ગાસન આદિ અનેક આસનોનો સમાવેશ થાય છે. ક્રમશઃ એને વધારતા રહીને આસનસિદ્ધ બનવાનું હોય છે. ( ૪ ) પ્રાળયામ-એટલે શ્વાસોશ્વાસના નિરોધની ક્રિયા તે, આ પ્રાણાયામ પૂરક, રેચક અને કુંભક એમ ત્રણ પ્રકારે કરવાનો હોય છે. એમાં શ્વાસને લેવો તે પૂરક, લઈને બહાર કાઢવો તે રેચક અને પૂરક બનેલા પ્રાણ–વાયુને શરીરમાં યથાયોગ્ય રીતે સંચારી નાભિમાં સ્થિર કરવો તેને કુંભક કહેવાય છે. (૧) ચાદાર-પાંચ દ્રિયોની કે મનની વિવિધ વૃત્તિઓને તેના વિષયોમાંથી ખેંચી લેવી તે. (૬) પરના-જડ કે ચેતન કોઇ પણ પદાર્થ, પદ કે વિષય ઉપર દૃષ્ટિને કે ચિત્તને સ્થિર કરીને મનના પ્રવાહને એ જ પદાર્થ, પદ કે વિષય ઉપર ટકાવી રાખવો તે. ( ૭ ) ધ્યાન–ધારણાની પૂર્વોક્ત પ્રક્રિયામાં મનને સર્વથા એકાગ્ર બનાવી દેવું. અથવા કોઈ મંત્રખીજ કે પદ ને નાભિ, હૃદય કે લલાટમાં સ્થાપી (અર્થાત્ અશુભ ધ્યાનને સર્વથા તિલાંજલી આપી શુભ ધ્યાનમાં) તલ્લીન બનવું તે, અને ( ૮ ) સમાધિ-ધારણા સિદ્ધ થતાં, મન અન્ય સંકલ્પ-વિકલ્પોથી રહિત થતાં પ્રાપ્ત થતી મનની પ્રશાંત અવસ્થા અથવા આત્મસ્વરૂપમાં સ્થિર થવું તે,
યોગમાર્ગનો સાધક યોગના આ અષ્ટાંગોને ક્રમશઃ અમલમાં મૂકી, અભ્યાસ વધારતો કોઈ કાળે સમાધિ' સુધી પહોંચી જાય છે. અને સમાધિ આવી એટલે શ્વરપદની પ્રાપ્તિ સુલભ બને છે. ખાદ્યષ્ટિએ યોગબળથી તનના અને મનના બંને પ્રકારના રોગો દૂર કરી શકાય છે. વળી સાધના દરમિયાન યોગ અને તપના પ્રભાવે વિવિધ પ્રકારની અદ્ભુત સિદ્ધિઓ-લબ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે, તે ઉપરાંત અનેક ચમત્કારો સર્જી શકે છે. પણ સાચો સાત્વિક યોગી તેનો ભાગ્યે જ ઉપયોગ કરે છે. તે તો આત્માની સમ્યગ્ જ્ઞાન, દર્શન અને ચારિત્રની સર્વોચ્ચ કોટિની સર્વોત્તમ સિદ્ધિને મેળવવામાં જ તન્મય હોય છે. આભ્યન્તરદૃષ્ટિએ આત્મા આધ્યાત્મિક અવસ્થાની પૂર્ણ દશાએ પહોંચી જીવન મુક્તિને નિકટમાં લાવી શકે છે. અત્યારે યોગ તરફ જનતાનું આકર્ષણ વધતું જાય છે, ભૌતિક સમૃદ્ધિની ટોચે પહોંચેલા અને તેના સુખથી પરિતૃપ્ત થયેલા અને પછી મનની અતૃપ્તિનો સતત અનુભવ કરત યૂરોપ અમેરિકાના માનવીઓ પણ્ આ યોગ માર્ગ પ્રત્યે ખૂબ જ પ્રભાવિત થતા જાય છે, કેમકે એનાથી તેઓને ખાદ્યષ્ટિએ પણ મનની અનેક પ્રકારની શાંતિ અને સ્વસ્થતાનો અનુભવ થાય છે. રૂ૦, અણુ મહા દ્વારપાલ અર્થમાં રહેલા પ્રતિહારી શબ્દ ઉપરથી ‘પ્રાતિહાર્ય ' અને છે, જેમ પહેરગીર માલીકની સેવામાં સતત પ્રાતિજ્ઞર્ય–એમ આ પ્રાતિહા જિનેશ્વરો – તીર્થંકરોની સેવામાં સતત ખા રહીને તીર્થંકરના પુણ્યવૈભવ અને ગૌરવનું દર્શન કરાવે છે,
હાજર રહે છે
૬૨. શરીરના અન્ય અંગોપાંગથી સર્જાતી મુદ્રાઓ અહીં નથી આપી,
૬૩. હાથનો કે શરીરનો માત્ર અમુક આકાર ૠાનિષ્ટ ફલમાં કેલી રીતે ભાગ ભજવે છે એનું રહસ્ય જાણવા મળ્યું નથી, ૬૪, મુદ્રાના સચિત્ર-વિસ્તૃત પરિચય માટે સંગીતરત્નાકર, સંગીત પારિજાત આદિ ગ્રન્થો, જૈન ગ્રન્થોમાં નિર્વાણ કલિકા, પ્રતિષ્ઠા ગ્રન્થો, આચાર દિનકર, વિધિમાર્ગપ્રા આદિ, તથા ઈંગ્લિશ ભાષાના ગ્રન્થો તથા સામાયિકો જોવાં.
૬૫. મોશોષાયો યોગઃ |
For Personal & Private Use Only
www.jainelibrary.org