Book Title: Tirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Author(s): Yashodevsuri
Publisher: Jain Sanskruti Kalakendra

Previous | Next

Page 162
________________ * इसके अतिरिक्त समवसरण की रचना में बहुत अंतर है। श्वेताम्बर भगवान की वाणी को अक्षरमयी मानते है, जब कि दिगम्बर अनक्षरमयी (अर्थात् दिव्यध्वनि से ज्ञात होनेवाली) और * अक्षरमयी दोनों तरह से मानते है। गणघरों अंतर के नामों में भी नामान्तर है। देवदूष्य नहीं होता। दीक्षा में पिच्छी-कमण्डलू रखते है। * भगवान महावीर के संघ की वर्तमान में दो शाखा प्रधान है। दोनों के बीच सैद्धान्तिक (१) केवलीभुक्ति और (२) स्त्रीमुक्ति का मुख्य है। श्वेताम्बर की सभी परंपरा अद्यावधि एक ही मत के केवलज्ञान (त्रिकालज्ञान) होने के बाद भी तीर्थंकरो को अवशिष्ट किचित् कर्म के हेतु आहार ग्रहण करना पड़ता है और स्त्री अवस्था में भी स्त्री-नारी मुक्ति प्राप्तकर सकती है। जब दिगम्बर की प्रधान परंपरा केवली को आहार ग्रहण और स्त्री को मुक्ति की अधिकारिणी नहीं मानते है। * જિયે–ઝિનોનાવાઈકૃત 'માપુરાન' (૫-૨૩ ૦')" किञ्चित् ज्ञातव्य १. गुजराती और हिन्दी के ११ वे परिशिष्ट में टिप्पण के १०८ अंक दिया है। लेकिन सकारण इस आवृत्ति में टिप्पण नहीं दिया है। २. इस ग्रन्थ में जो विवेचन दिया है उसमें आये हुए कठिन शब्दों की व्याख्या, विशेष नाम के कोष, ४२ वर्ष का विहार और आवासस्थल की क्रमबद्ध सूची इत्यादि नहीं दिया है। ३. एक बात यह भी है कि चित्रप्रधान ग्रन्थ में ज्यादा लेख सामग्री देना कहाँ तक उचित है यह भी सोचनीय था। ४. भगवान श्री महावीर के जीवन विषयक श्वेताम्बरीय ग्रन्थों में विविध परम्पराओं के कारण परस्पर विरोधात्मक उल्लेख मिलते है। यथा-'चउपन्न महापुरूष चरियं' ग्रन्थ में भगवान महावीर के आठ पत्नियाँ थी ऐसा उल्लेख है। यहाँ मैं ने श्वेताम्बरीय मतभेदों की स्वतंत्र सूची नहीं दी है। ५. ग्रन्थ में णमोक्कार मंत्र आदि पेपर कटिंग की तीन आकृतियाँ दी है वे श्रेष्ठ कलाकार श्री रामप्रसाद जडियों की है। ક માનવમાંથી મહામાનવ બનનાર આત્મા તીર્થંકર પરમાત્મારૂપે કેવી રીતે બને છે તેની સંક્ષિપ્ત કથા ન એક માનવી સામાન્ય સ્થિતિમાંથી અરિહંત જેવા પરમાત્માની સ્થિતિએ, એક માનવ મહામાનવની સ્થિતિએ કેવી રીતે પહોંચતો હશે? એવી જિજ્ઞાસા સહેજે થાય. આ માટે શાસ્ત્રોકત કથનના આધારે તેમના જીવનવિકાસની ગતિ-કથનને અતિ ટૂંકમાં સમજી લઈએ. અખિલ વિશ્વનાં પ્રાણીમાત્રમાંથી કેટલાંક આત્માઓ એવા વિશિષ્ટ કોટિના હોય છે કે તેઓ પરમાત્માની એટલે ઈશ્વરીય સ્થિતિએ પહોંચવા માટેની યોગ્યતા ધરાવતા હોય છે. એવા આત્માઓ પૂર્વજન્મોમાં જડ કે ચેતનનું કંઈ ને કંઈ નિમિત્ત મળતાં પોતાનો આત્મવિકાસ સાધતા જાય છે. અન્યજન્મો કરતાં માનવ જન્મો જયારે જયારે મળે ત્યારે ત્યારે વિકાસની ગતિ ખૂબ જ ઝડપી બને છે અને છેલ્લા ભવમાં એ આત્માઓમાં મૈત્યાદિ ઘાર્મિક ભાવનાઓનો ઉદ્ગમ થાય છે અને ઉત્તરોત્તર એ ભાવનામાં પ્રચલ્ડ વેગ આવે છે. એક જન્મમાં એમની મૈત્રી ભાવના પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે તેમના આત્મામાં સાગર કરતાં વિશાળ મૈત્રી ભાવ જન્મે છે. ‘આત્મવતું સર્વભૂતેષ સુખદુઃખે પ્રિયાડપ્રિયે'ની જેમ વિશ્વનાં સમગ્ર આત્માઓને આત્મતુલ્ય સમજે છે. એઓનાં સુખદુઃખને પોતાના જ કરીને માને છે. તેઓને એમ થાય છે કે “જન્મમરણાદિકનાં અનેક દુઃખોથી ખદબદી રહેલાં, દુઃખી અને અશર બનેલાં આ જગતને હું ભોગવવા પડતાં દુઃખોથી મુકત કરી સુખના માર્ગે પહોંચાડે એવી શકિત-બળ હું કયારે મેળવી શકીશ?” આવો આંતરસૃષ્ટિ ઉપર નાયગરાના ધોધથી અનેક ગણો જોરદાર અને વાયુથી પણ વેગીલો વહી રહેલ ભાવનાનો મહાસ્ત્રોત પરમાત્મદશા પ્રાપ્ત કરી શકાય તેવી સ્થિતિ નિર્માણ કરે છે. આ સ્થિતિ નિર્માણ કરનારો જન્મ એ પરમાત્મા થવાના ભવ પહેલાંનો ત્રીજો ભવ હોય છે. ત્યાર પછી ત્રીજા જ ભવે પૂર્વના ભવોમાં અહિંસા, સત્ય, ક્ષમા, ત્યાગ, તપ, સેવા, દેવ-ગુરુ ભકિત, કરુણા, દયા, સરળતા વગેરે ગુણો દ્વારા જે સાધના કરી હતી એ સાધનાના ફળ તરીકે પરમાત્મા રૂપે અવતાર લે છે.આ જન્મ તેમનો ચરમ એટલે અંતિમ જન્મ હોય છે, તેઓ જન્મતાંની સાથે જ અમુકકક્ષાનું (મતિ, શ્રત, અવધિ) વિશિષ્ટ જ્ઞાન લઈને આવે છે, જે દ્વારા મર્યાદિત પ્રમાણની ભૂત, ભવિષ્ય અને વર્તમાનની ઘટનાઓને પ્રત્યક્ષ જોઈ-જાણી શકે છે. જન્મતાંની સાથે જ દેવ-દેવેન્દ્રોથી પૂજનીય બને છે, ત્યારપછી ધીમે ધીમે મોટા થાય છે. ગૃહસ્થ ધર્મમાં હોવા છતાં તેમની આધ્યાત્મિક સાધના ચાલુ હોય છે. પોતાને પ્રાપ્ત જ્ઞાનથી પોતાનું ભોગાવલી કર્મ અવશેષ છે એવું જાણે તો તે કર્મને ભોગવી ક્ષય કરવા માટે લગ્નનો સ્વીકાર કરે છે. અને જેમને એવી જરૂરિયાત ન હોય તેઓ તેનો અસ્વીકાર કરે છે, ત્યાર પછી ચારિત્ર, દીક્ષા કે સંયમની આડે આવતાં ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ થતાં અશરણ જગતને શરણ આપવા, અનાથ જગતના નાથ બનવા, વિશ્વનું યોગ ક્ષેમ કરવાની શકિત મેળવવા યથાયોગ્ય સમયે સાવધ (પા૫) યોગના પ્રત્યાખ્યાનનિષેધ અને નિરવધ (પુણ્ય) યોગના આસેવન સ્વરુપ દીક્ષા-ચારિત્રને(પંચ-મહાવ્રત) ગ્રહણ કરે છે. પછી પરમાત્મા વિચારે છે કે જન્મ, જરા મરણથી પીડાતા અને ત~ાયોગ્ય અન્ય અનેક દુઃખોથી સંતપ્ત બનેલા જગતને સાચો સુખ-શાંતિનો માર્ગ બતાવવો હોય ત્યારે પોતે પ્રથમ સ્વયં એ માર્ગને યથાર્થ રીતે જાણવો જોઈએ. એ માટે અપૂર્ણ નહિ પણ સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. જેને શાસ્ત્રીય શબ્દોમાં કેવલજ્ઞાન કે સર્વશપણું કહેવાય છે, અને આવું જ્ઞાન અજ્ઞાન અને મોહનો સર્વથા ક્ષય કર્યા વિના પ્રગટ થતું નથી એટલે ભગવાન એનો ક્ષય કરવા માટે અહિંસા, સંયમ અને તપની સાધનામાં પ્રચંડપણે ઝૂકાવી દે છે. ઉત્કૃષ્ટ કોટિના અતિ નિર્મળ સંયમની આરાધના, વિપુલ અને અતિ ઉચ્ચ કોટિની તપશ્ચર્યાને કાર્યસિદ્ધિનું માધ્યમ બનાવીને ગામડે ગામડે, જંગલે જંગલે, નગરે નગરે (પ્રાયઃ મૌનપણે) વિચરે છે, એ દરમિયાન તેમનું મનોમંથન ચાલુ હોય છે. વિશિષ્ટ ચિંતન અને ઊંડા આત્મસંશોધનપૂર્વક ક્ષમા, સમતા આદિ શસ્ત્રો સજીને મોહનીય આદિ કર્મરાજા સાથે મહાયુદ્ધમાં ઉતરે છે અને પૂર્વ સંચિત અનેક સંકિલષ્ટ કર્મોનાં ભૂકકા ઉડાવતા જાય છે.આ સાધના દરમિયાન ગમે તેવા ઉપસર્ગો, આપત્તિઓ, સંકટો,મુસીબતો આવે તો તેનું સહર્ષ સ્વાગત કરે છે તે તેને સમભાવે વેદે છે. તેથી આત્માનો મૂળભૂત તિરોહિત રહેલો મૂલપ્રકાશ પ્રગટ થતો જાય છે. છેવટે વીતરાગ દશાની પરાકાષ્ઠાએ પહોંચતા આત્માનો પૂર્ણ પ્રકાશરૂપ નિર્મળ સ્વભાવ પ્રગટ થઈ જાય છે. આત્માના અસંખ્ય પ્રદેશો ઉપર આચ્છાદિત રહેલાં કર્મનાં આવરણો ખસી જતાં કેવલજ્ઞાન અને કેવલ દર્શનનો સંપૂર્ણ જ્ઞાન-પ્રકાશ પ્રગટ થઈ જાય છે. અર્થાત્ ત્રિકાલજ્ઞાનાદિકની પ્રાપ્તિ થાય છે. પ્રચલિત શબ્દમાં ‘સર્વશ' બન્યા એમ કહેવાય છે. એ જ્ઞાન પ્રગટ થતાં વિશ્વનાં તમામ દ્રવ્યો-પદાર્થો અને તેનાં સૈકાલિક ભાવોને સંપૂર્ણપણે જાણવાવાળા અને જોવાવાળા બને છે. સર્વજ્ઞ થયા એટલે તેઓ પ્રાણીઓ માટે સારું શું ને નરસું શું? ધર્મ શું અને અધર્મ શું? હેય શું અને ઉપાદેય શું? કર્તવ્ય શું અને અકર્તવ્ય શું? સુખ શાથી મળે અને દુઃખ શાથી મળે? આત્મા છે કે નહિ? છે તો કેવો છે? તેનું સ્વરુપ શું છે? કર્મ શું છે? કર્મનું સ્વરુપ શું છે? આ ચેતન સ્વરુપ આત્મા સાથે જડરૂ૫ કર્મનો શો સંબંધ છે? સદાકાળ જીવને એકધારો સુખનો જ પૂર્ણપણે અનુભવ થાય એવું સ્થાન છે ખરૂં? એ છે તો તે શું સાધના કરવાથી મળે? ઈત્યાદિ અનેક બાબતોને જણે છેઆજના વૈજ્ઞાનિકોને તો પ્રાણીઓ કે દુન્યવી એક એક પદાર્થોનું રહસ્ય જાણવા માટે અનેક અખતરા-પ્રયોગો કરવા પડે છે, પણ આ આત્માઓ તો વગર અખતરા કે પ્રયોગે એક કેવલજ્ઞાનના પ્રત્યક્ષ બળથી વિશ્વનાં તમામ સચેતન પ્રાણીઓ-પદાર્થો અને અચેતન દ્રવ્યો-પદાર્થોના આમૂલચૂલ રહસ્યોને જાણી શકે છે. તેઓની વૈકાલિક સ્થિતિ સમજી શકે છે. પોતાના આત્મબળથી વિશ્વમાં ગમે ત્યાં ઉડીને જવું હોય તો પળવારમાં જઈ આવી શકે છે. સર્વશ વીતરાગ દશાને પ્રાપ્ત દોષો-અવગુણોથી મુકત,સર્વગુણસંપન્ન પ્રભુ હારો આત્માઓને મંગલ અને કલ્યાણકારી ઉપદેશ સતત આપે છે, અને વિશ્વનાં સ્વરુપને યથાર્થરૂપે જાણતા હોવાથી યથાર્થરૂપે જ પ્રકાશિત પણ કરે છે, અને લાખો આત્માઓને આધ્યાત્મિક પ્રકાશ આપીáકાશમાં આવેલા મોક્ષ સ્થાને પહોંચાડે છે. જયાં શરીર હોતું નથી, માત્ર આત્મા જયોતિ રૂપે સ્થિર થઈ જાય છે. ત્યાં ગયા પછી ફરી આ સંસારમાં જન્મ લેવા આવવાનું રહેતું નથી. ઉપર તીર્થંકરપણું કેવી રીતે પ્રાપ્ત થાય છે તેની આછી રૂપરેખા જણાવી. ટૂંકમાં સમજીએ તો આ અરિહંતના આત્માઓ અઢાર દોષોથી રહિત છે. પરમ પવિત્ર અને પરમોપકારી છે, વીતરાગ છે, પ્રશમરસથી પૂર્ણ અને પૂર્ણાનંદમય છે. - તેઓની મુકિત માર્ગ બતાવવાની શૈલી અનોખી અને અદ્ભુત છે. તેઓશ્રીનું તત્વ પ્રતિપાદન સદા સ્યાદ્વાદ- અનેકાન્તવાદની મુદ્રાથી અંકિત છે, મન, વચન અને કાયાના નિગ્રહમાં અજોડ છે. સૂર્ય કરતાં વધુ તેજસ્વી અને ચંદ્ર કરતાં વધુ સમ્ય અને શીતળ છે. સાગર કરતાં વધુ ગંભીર છે. મેરુની માફક અડગ અને અચલ છે. અનુપમ રૂપના સ્વામી છે. આવા અનેકાનેક વિશેષણોથી શોભતાં સર્વગુણસંપન્ન અરિહંતો જ પરમોપાસ છે અને એથી જ તેઓ નિતાન સ્તુતિને પાત્ર છે. * * * Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301