________________
શ્રીમંતો સોના ચાંદીના અક્ષત-ચોખા બનાવીને તેનાથી મંગલાકારો રચતા હતા, ગમે તે માધ્યમથી આ આકારો રચવાની પ્રથા પ્રાચીન કાળમાં સારી રીતે પ્રચલિત હતી, પાછળથી લોકોને એ રીતે રોજેરોજ કરવાનું અનુકુળ ન આવ્યું એટલે સરલતા લાવવા અને સમયનો બચાવ કરવા તેમાં પરિવર્તન કરીને અમંગલના આઠેય આકારોને બાજોઠ કે પાટલામાં કોતરાવાનો રિવાજ શરૂ થયો, ઉપાસક ગૃહસ્થ તે આકારોવાળા ખોદેલા ભાગમાં સરલતા અને શીવ્રતાથી ચોખા ભરી આકૃતિઓને રચી કાઢતો એટલે પહેલાં કરતાં આ પ્રથા બધાને ગમી ગઈ. વળી આગળ જતાં આ પણ ન પોષાયું. એટલે આલેખન બંધ થતાં પ્રસ્તુત પ્રથા લુપ્ત થવા માંડી, શ્રી સંઘને લાગ્યું કે આથી તો પ્રજા મંગલાકારોથી પ્રાદુર્ભત થતો મંગલ લાભ ખોઈ બેસશે એટલે તેમણે છેવટે ઉપસાવેલા આકારોવાળા અષ્ટમંગલની ધાતુની બનાવેલી પાટલીઓ જિનાલયોમાં મૂકવાની પ્રથા શરૂ કરાવી, એટલું જ નહિ “સ્નાત્ર 'ભણાવવા માટે પંચધાતુની મૂર્તિ સાથે અષ્ટમંગલની પાટલી હોવી જ જોઈએ એવી ફરજ પાડીને તેનો નિત્યકર્મ વિધિમાં સમાવેશ કર્યો એટલે તે હંમેશની જરૂરીઆતની વસ્તુ બની ગઈ. આ કારણે પ્રત્યેક જૈનમંદિરમાં એક કે એકથી વધુ સંખ્યામાં તે સર્વત્ર હોય જ છે, વળી નૈમિત્તિક કર્મમાં એટલે સત્તરભેદી પૂજામાં અષ્ટમંગલ માટે ખાસ પૂજા જ બનાવી દીધી, તેથી તે પૂજા પ્રસંગે નાના અને મોટા શાંતિસ્નાત્રાદિ પ્રસંગોમાં થતા પાટલા-પૂજનમાં નવમહાદિના પૂજન પ્રસંગે સેવનના લાખામાં બનાવેલા અમંગલના પાટલાનું વિધાન કરાતું હોવાથી તેની અગત્ય અનિવાર્ય બની ગઈ..
આ પાટલીમાંની આકૃતિઓ પુજા કરવા માટેની નથી પણ જે આકારો જે રીતે બનાવેલા હોય છે તેવો જ આકાર કરવાનો હોવાથી અનામિકા આંગળીને ઘસેલા ચંદનમાં બોળીને તેનાથી તેના ઉપર તેવો આકાર ( આઉટ લાઈન) આલેખવાનો હોય છે, પણ આજે સાચી હકીકતના જ્ઞાનના અભાવે સી ચંદનથી ટીલા ટપકાં કરીને પતાવે છે, પણ તે યોગ્ય તો નથી જ.
અષ્ટમંગલોનું આલેખન કે રચના કરીને ‘મને શુભ મંગલોની પ્રાપ્તિ થાઓ’ એવી પ્રાર્થના કરવી, આથી જીવનમાં વિવિધ પ્રકારનાં મંગલોની પ્રાપ્તિ થાય છે.
તીર્થકરોને મેરુપર્વત ઉપર અભિષેક થયા બાદ ઈન્દ્ર મહારાજા રૂપાના બનાવેલા અક્ષત-ચોખાથી સાક્ષાત પ્રભુ સમક્ષ બહુમૂલ્ય પાટલા ઉપર અષ્ટમંગલને આલેખે છે. વળી સમ્યષ્ટિ દેવો દેવલોકમાં પ્રભુની પૂજા વખતે હંમેશા તે આલેખે છે. મગધેશ્વર શ્રેણિક તો રોજે રોજ નવાનવા સોનાના “ જવ’ બનાવી તેનાથી અષ્ટમંગલો આલેખતા હતા, સામૈયામાં દીક્ષા, રથયાત્રાદિના વરઘોડામાં મોખરે પ્રથમ અષ્ટમંગલો રહેતાં અને તે પુરૂષો લઈને ચાલતા હતા, અષ્ટમંગલોના આ આકારો કયા કારણથી માંગલિક છે ? એનું વિવેચન મારા વાંચવામાં આવ્યું નથી, પણ તે અંગેની કેટલીક વિગતો રાજપ્રબ્રીય ( રાયપસણી), જ્ઞાતાધર્મકથા (ભાયા ધમ્મકહા ) વગેરે આગમ ગ્રંથોમાં મળે છે. અને ત્યાં સૂર્યાભદેવના પ્રસંગમાં લખ્યું છે કે સૂર્યાએ ભગવાન સમક્ષ જે નૃત્ય કર્યો એમાં
અન્તિમ નૃત્ય અષ્ટમંગલના એક એક આકાર મુજબનું જ કર્યું હતું. વળી દેવલોકના વિમાનોમાં આ આકારો અનાદિકાળથી વિદ્યમાન છે, સમોસરણમાંના અશોકવૃક્ષ ઉપર તથા તેના દરવાજાઓ ઉપર પણ અષ્ટમંગલો હોય છે,
આપણે ત્યાં જનાં કાષ્ઠનાં, સંઘનાં કે વ્યક્તિનાં મંદિરોની તથા જૂની જેન હવેલીઓની બારસાખો ઉપર અષ્ટમંગલો કોતરાતાં હતાં, આજે પણ તે જોવા મળે છે,
આજે મોટા ભાગના જૈન મંદિરના ગર્ભગૃહના દરવાજાની બારસાખ ઉપર ચાંદીના બનાવેલાં અષ્ટમંગલનાં તોરણો લટકાવવાનો રિવાજ ખૂબ જ પ્રચલિત છે.
તે ઉપરાંત વર્તમાનમાં ડબ્બીઓ, મજૂષાઓ, દેરાસરના ચોખાના ભંડારો, વ્યાખ્યાનની પાટલીઓ, ઓઘાના પાટાઓ, કંકોત્રીઓ, ચંદરવાનાં તોરણો, ચિત્રો, રંગોળીઓ, રેખાઓ વગેરેમાં અષ્ટમંગલોને વ્યાપક સ્થાન આપવામાં આવ્યું છે.
કેટલાંક જિનાલયોમાં તો સ્વસ્તિક, નવાવર્તન આકારોને બેસવાની ચાલવાની જમીન ઉપર ચીટકાવેલી આરસની લાદીમાં પણ બનાવવામાં આવે છે.
અષ્ટમંગલના ક્રમમાં પહેલું સ્થાન સ્વસ્તિક-સાથિયાનું છે જેને લાખો જૈન મંદિરમાં આલેખે છે. બીજુ શ્રીવત્સનું છે. શ્રીવસ શબ્દ અહીં રૂઢ અર્થમાં સમજવાનો છે. તેથી શ્રીવત્સ એટલે મહાપુરુષોની છાતીના અન્ત ભાગનો ઉજત અવયવ વિશેષ તીર્થંકરાદિ મહાપુરુષોની છાતીના અન્ત ભાગના કેન્દ્રનો શારીરિક પ્રદેશ-અવયવ થોડોક ઉન્નત હોય છે, અને તેની ઉપર ઊર્ધ્વમુખી દક્ષિણાવર્તવાળા સુકોમળ કેશોનો સમૂહ સુંદર રીતે શોભતો હોય છે. કેશ સહિતના આ ઉન્નત “અવયવ વિશેષનું જ નામ છીયા છે. આ ચિહ્ન તમામ અરિહંત-તીર્થકરોની છાતી ઉપર હોય છે. અને તેથી તેઓની પ્રતિમાઓમાં પણ તે ચિહ્ન મૂકાય છે. દેરાસરની તમામ પ્રતિમાઓમાં છાતી ઉપર આ ચિહ્ન 'ઉપસાવેલું હોય છે.
ત્રીજું સ્થાન “નંદ્યાવર્ત’ નું છે. આ એક જૈનધર્મ પ્રસિદ્ધ બૃહત્ સ્વસ્તિક જ છે. અને નવ ખૂણિયાથી નિર્માણ થતી એક બુદ્ધિગમ્ય સુંદર આકૃતિ છે, ચોથું ‘વર્ધમાનકનો અર્થ “શરાવ” એટલે કે કોડિયું થાય છે. અને એથી જ તેનું વધુ જાણીતું નામ શરાવસંપુટ” છેએને “વર્ધમાનસંપુટ' પણ કહે છે. શરાવ કે વર્ધમાનથી દીવો કરીએ છીએ તે “કોવુિં” અને સંપુટ એટલે બે કોડિયાનું જોડાણ. આ બધાંયનો તાત્પર્યર્થ એ કે એક ચત્તા કોડિયા ઉપર ઊંધુ કોડિયું મૂકવાથી સંપુટ-દાબડા જેવી આકૃતિ સર્જાય છે. આવી આકતિને “મંગલ' ગણી છે. પાંચમું કળશ એટલે કઈ પણ એક પ્રકારના ઘડાની આકૃતિ, છ મંગલ ભદ્રાસન એટલે બેસવાનું આસનસિંહાસન વિશેષ. મીન અને દર્પણનો અર્થ રપષ્ટ છે. અહીં દર્શાવેલ કમ કપત્રના ચિત્રને અનુલક્ષીને છે. ૩. બીકણ એમાં બી અને થરૂ શબ્દ છે. ઘw નો અર્થ છાતી છે, બી ના અનેક અર્થો પૈકી શોભા અને રચનાઓ એ બે અર્થોના
સંગતિ કરીએ તો “ શોભા કે રચનાયુક્ત એવી છાતી ' આ જાતને યૌગિક અર્થ થાય, હવે એ શોભા-રચના શેની ? તો ઉપર
જણાવ્યું તેમ “ અવયવ વિશેષની' એ રીતે અર્થ થટમાન થાય, ૪. મહાન ગણાતી અન્ય વ્યક્તિઓમાં શ્રીકૃષ્ણવાસુદેવની છાતીનું ‘શ્રીવત્સ’ ચિહ્ન જાણીતું છે. ૫. આના ઉલ્લેખ માટે જુઓ બૂટ પ્રાપ્તિ, ૫૦, સમ૦, મહા , આદિ આગમો. ૬. છેલ્લાં ૪૦, ૫૦, વરસમાં ભરાએલી અનેક મૂર્તિઓમાં શ્રીવત્સનું ચિહ્ન ઘણું ઊંચું, પહોળું અને માપના નિશ્ચિત ધોરણ વિનાનું
મૂકવામાં આવ્યું છે, પરિણામે મૂર્તિની શોભામાં ક્ષતિ પહોંચી છે. માટે આ ચિહ્ન યથાયોગ્ય રીતે જ બનાવવું જોઈએ. શ્રીવત્સનો આકાર ચિત્રમાં કોઈ જાતનો કઈ રીતે આલેખવો? તે માટે પ્રાચીન ચિત્રો વગેરેમાં વિવિધ પ્રકારો મળતા હોવાથી ધોરણ નિશ્ચિત થઈ શક્યું નથી. સહુ ભિન્ન ભિન્ન રીતે (સપાટપણે) ચિતરે છે.
छुरिका
ducation International
For Personal & Private Use Only
www.ainelibrary.org