________________
ર. / અખિલ વિશ્વ-બ્રહ્માંડમાં ૮૪ લાખ છવાયોનિ છે. આ યોનિઓમાં અનંતા છવોનાં જન્મ મરણ થયાં કરે છે. આ ૮૪ લાખ
છવાયોનિઓ અથવા સંસારવતી અનંતા જીવોની “૫૬૩, ભેદોઠારા આ ચિત્ર પટ્ટીમાં ઝાંખી કરાવી છે. આ બધાય જીવોનો સમાવેશ સ્થાવર અને ત્રસ આ બે નામથી ઓળખાતા પ્રકારમાં પણ થાય છે. અહીંઆ બંને પ્રકારો દ્વારા જીવ ભેદોનાં ચિત્રો બતાવ્યાં છે. સ્વેચ્છાપૂર્વક ગતિ કરવામાં અસમર્થ તે “સ્થાવર” અને સ્વેચ્છાપૂર્વક ગતિ કરવામાં સમર્થ તે “ ત્રસ' કહેવાય છે. સ્થાવર પ્રકારમાં એન્દ્રિય-એક ઇન્દ્રિયવાળા જીવોનો સમાવેશ થાય છે. અને તેના પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ પ્રકારો છે. જેનદર્શન ધરતીમાંથી નીકળતી ભાટી એ એન્દ્રિય જીવોનાં શરીરો છે એમ માને છે, તેથી જ જેના પ્રત્યે તેને પૃથ્વી–કાય કહે છે. પાણી સ્વયં જીવોનું
શરીર છે તેથી જેનપ્રન્યો તેને અ-કાય નામથી ઓળખાવે છે. એ રીતે કાઇ, વિદ્યુત આદિમાંથી પ્રકટ થતો પ્રકાશ તે અગ્નિતેજસ નામથી ઓળખવામાં આવતાં "શરીરો જ છે. હવા-વાયુ સ્વયં જીવનાં શરીર રૂપે છે. તમામ વનસ્પતિઓ એ જીવોનાં શરીરો જ છે. આ બધાય જીવોને માત્ર (તે તે જન્મને અનુ૫) એક શરીર જ હોય છે. બાકીની ચારે ઇન્દ્રિયોમાંથી એકેય નથી હોતી તેથી તેને તેના વિષયોનું ગ્રહણ પણ નથી,
ત્રસના પ્રકારોમાં બેનિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના બધા પ્રકારોનો સમાવેશ થાય છે. બેઈન્દ્રિયકીન્દ્રિય જીવો તરીકે ચિત્રપટ્ટીમાં શંખ, કોડી, જળો વગેરે બતાવેલાં છે, તેન્દ્રિય-ત્રીન્દ્રિયમાં કીડી, માંકડ, મંકોડ, ચઉરિન્દ્રિય-ચતુરિન્દ્રિયમાં વીંછી, મછર, માખી આદિ. અને પંચેજિમાં તિર્યંચ, દેવ, મનુષ્ય અને નરકના પ્રકારો બતાવ્યા છે. એમાં તિર્યંચ પંચેન્દ્રિયના ત્રણ પ્રકારોમાં જલચરો, સ્થળચરો અને ખેચશે (= આકાશમાં ઉડનારા ને બતાવ્યા છે. પછી દેવ વિમાનની આકૃતિથી બધી જાતના દેવોને, રાજાના ચિત્રથી બધી જાતના મનુષ્યોને અને થાંભલાની સાથે વળગેલા જીવો અને બાજુમાં ઊભેલા પરમાધામી
દેવના ચિત્રથી “નરકના જીવોને સુચિત કર્યા છે. ૨૩. ઘરમજન-ખ્યાતિ પામેલું સુરમ્પ અને લાક્ષણિક ચિત્ર એક જૈનધર્મગુરુ ઉદ્યાનમાં બાજોથી ઓળખાતા કાકાસન ઉપર બેસીને
ચતુર્વિધ શ્રીસંઘને ધર્મોપદેશ સંભળાવી રહ્યા છે. સામે “સ્થાપનાચાર્ય જી’ પધરાવેલા છે. તે પછી ક્રમશઃ સાધુઓ, રાજાઓ, શ્રાવકો, સાધ્વીજીઓ અને શ્રાવિકાઓ વિનયપૂર્વક વિશિષ્ટાસને બેસી હાથ જોડીને પ્રવચન સાંભળી રહ્યા છે. પાછળ સેવા કરતો શિષ્ય ઊભેલો છે. ચિત્રમાં સન્મુખ બેઠેલા સાધુના હાથમાં શાસ્ત્ર લખેલું લાંબુ તાડપત્રનું પાનું છે. બગલમાં રજોહરણ ઓછો છે. ઉભડક પગે બેસીને વાચના લઈ રહ્યા છે. ઉપદેશકની ભાવવાહી મુદ્રા, પ્રાચીન કાળમાં પુરુષોમાં લાંબી દાઢી રાખવાનો અને અંબોડો
બાંધવાનો રિવાજ હતો તે આમાં નજરે પડે છે. ચિત્રમાં સહુની વેષભૂષા જોવા જેવી છે, ૪. વાપરના વિશ્વમાં હજારો પ્રકારનાં વાહનો-વાદ્યયંત્રો છે, એ તમામનો સમાવેશ (પ્રાયઃ ) મૂલભૂત ચારવર્ગની અંદર જ થાય છે. કરે- તેનાં નામ આ પ્રમાણે છે. ૧, સંતુ, ૨. સુષિર, ૧, ઘન, અને ચોથું વર્ષ. એ ધ્યાનમાં રાખવું ઘટે કે કોઈ પણ
વાઘનો ધ્વનિ વાયુદ્વારા કરવામાં આવતી કંપનક્રિયાથી પ્રગટે છે.
તંતુવાદ્ય તંતુ* કે તારવાળા હોય છે. અને તેથી તેને સારવાદ્યો પણ કહે છે. આ વાદ્ય આંગળીઓ કે ગજ વગેરેના ઘસાવાથી વાગે છે. આ વાદ્યમાં-વીણા, સિતાર, સરોદ, સારંગી, દિલરૂબા, તાનપુરો વગેરેનો સમાવેશ થાય છે.
સુષિર વાધો મુખની હવા અથવા અન્ય સાધન દ્વારા હવાનું દબાણ થતાં લાગે છે. સુષિર એટલે છેદ, કે કાણું એમાં હવા જવાથી અને સાથે આંગળીઓનો ઉપયોગ કરવાથી જે વાગે છે. આમાં શંખ, બંસરી, પાવો, શહનાઈ રણશિંગડું, પીપુડી વગેરેને ગણાવી શકાય,
ઘન વાધી એક બીજાને અથવવાથી વાગે તે. અથવા નક્કર ધ્વનિથી જોરદાર વાગતા હોય તે, આ વાવમાં કાંસીજોડ, મંજીરાં, લેઝિમ વગેરેને ગણાવી શકાય,
“ચમવાઘમાં ચામાથી જે મઢેલાં હોય છે. આ વાઘો હાથ, યષ્ટિ વગેરેથી વાગે છે. આમાં તબલા, મૃગ, પખાજ, દુ—ભિ, હોલ, પટલ, ડમરૂ ખંજરી, ત્રાંસા આદિનો સમાવેશ કરી શકાય,
આ ચિત્રપટ્ટીમાં ચારેય પ્રકારના વાઘોને નામનિર્દેશ સાથે આલેખ્યાં છે. કેટલાક ચારને બદલે “ત્રણપ્રકાર માને છે. તે લોકો ઘન અને ચર્મ વાસ્થીનો સમાવેશ સાર શબ્દ યોજીને તાકવાદ માં કરી લે છે. આનું કારણ એ છે કે ઘન અને ચર્મ એ કંઈ સંગીતના રાગોને વ્યક્ત કરનારા વાઘો નથી એ તો સૂરાવલિમાં તાલ આપનારા વાદ્યો છે. એટલે તે બધાયને તાલવાદના પ્રકારમાં ગણી લે છે. ૪૧. ૮૪ લાખ યોનિ એટલે શું? જીવો અનંત છે ૫ણુ યોનિઓ આશ્રી વર્ગીકરણ કરી તેનો ૮૪ લાખમાં સમાવેશ કરવામાં આવ્યો
છે. આ વર્ગીકરણનો કંઈ આધાર ખરો? હા. જે જે યોનિ એટલે ઉત્પત્તિ સ્થાનો સમાન વર્ણ, સમાન ગંધ, સમાન રસસ્વાદ અને સમાન સ્પર્શ આકારવાળાં હોય તે સમૂહનો એક પ્રકાર કે વર્ગ ગણાયઆ રીતે સર્વોએ તમામ યોનિઓની સમાનતાઓને જ્ઞાનથી જાણી તેનું વર્ગીકરણ કરતાં ઉકત સંખ્યા તેમને મળી આવી એટલે જ ' ૮૪ લાખનો સંસાર ' કહેવાય છે, કયા કયા પ્રકારમાં કેટલી
યોનિ સંખ્યા છે? તે માટે જેનોના પંચપ્રતિક્રમણ સૂત્રોમાં આવતા “સાત લાખ આ નામના ગુજરાતી મૂત્રપાઠમાં જણાવી છે. ૪૨. ૫૬૩ ભેદોની વિસ્તૃત માહિતી માટે “જીવવિચાર ' પુસ્તક જોવું. ૪૩, પાણી-જળ માત્ર સજીવ છે. દેખાતું પાણી એ જલીય જીવોનું એક પ્રકારનું શરીર જ છે, એમાં ઉત્પન્ન થતાં પોરા આદિ જે
ક્યો છે તે ત્રસ છે. અને એ જીવો પાણીથી અલગ છે. એથી જ જેન સાધુ જીવહિંસાથી બચવા વાવ, કુવા, તળાવના જળને સ્પર્શ કરતા નથી અને તેને પીતા નથી, જ. અમિનો પ્રકાશ એ સ્વયં સક્ષમ અમિના જીવોનું શરીર જ છે તેથી તે સજીવ છે અને એ છવોની હિંસાથી બચવા જૈન
સાધુ તે અગ્નિને સ્પર્શ કરતાં નથી કે તેનો ઉપયોગ કરતા નથી, ૫ જીવની ઇન્દ્રિયની સંખ્યા બાબતમાં તથા તેના સ્વરૂપમાં શાસ્ત્ર અને આજના વિજ્ઞાનીઓના અનુભવ વચ્ચે તફાવત જોવા મળે છે. ૪૬. આનાં તત અને તાંત એવાં પણ નામો છે.. ૪૭. ચર્મવાઘને સંગીતના કેટલાક ગ્રન્થમાં મન કે પ્રથમ શબ્દથી ઓળખાવે છે. આનો અર્થ વીતેલું, મહેલ, જડેલ થાય,
અને આ વાદ્ય ચામથી મઢેલાં જ હોય છે, ૪૮. કેટલાંક વાદ્યો એવાં હોય છે કે જેનો સ્વતંત્ર કોઈ પણ એક પ્રકારમાં સમાવેશ કરી ન શકાય, જેમ કે હારમોનિયમ અને પરદેશનો વૈન • પિયાનો વગેરે, ત્યારે તેને મિશ્ર પ્રકારમાં ગણવા પડે. આ વાદ્યોમાં સુષિર અને ઘન બે પ્રકાર ઘટી શકે
( pવાર)
૫૨૧ www.jainelibrary.org
Jain Education Interational
For Personal & Private Use Only