________________
ચાલે છે. એ વખતે વચમાં એકાદ ચિત્ર બતાવવું ખૂબ જરૂરી હતું જેથી શ્રોતાઓમાં જાગૃતિ રહે ચિત્ર ૧૦ કદલીગૃહો વચ્ચેના આરામ મંડપમાં ત્રિશલાને સૂતેલા બતાવ્યાં છે. બાજુમાં
તરતના જન્મેલા ભગવાન છે. અને દેવલોકમાંથી જન્મોત્સવ ઉજવવા આવેલી અને આનંદમંગલ સાથે રાસ લેતી તથા ભગવાનના ગુણ ગાતી, ફરતી ૫૬ દિકકુમારિકા દેવીઓ છે, બાકીના કદલી ગૃહોમાં ભગવાનની વિવિધ ભકિત કરતી
દેવીઓને બતાવી છે. ચિત્ર ૧૧ઃ પહેલા દેવલોકનો સૌધર્મેન્દ્ર પોતે જ તારક ભગવાનની પવિત્ર ભકિતનો
બધો જ લાભ પોતાને મળે એવી ઉત્કટ ઈચ્છાથી દૈવિકશકિતથી પોતાના જ પાંચ રૂપ બનાવે છે, એક રૂ૫ દ્વારા કરકમલમાં નવજત ભગવાનને ધારણ કરે છે, બીજા બે રૂ૫થી બંને બાજુએ રહીને ચામર વીંઝે છે, ચોથા રૂપથી છત્ર ધારણ કરે છે અને પાંચમા રૂપથી ઈન્દ્રનું અજોડશસ્ત્ર વજૂ ઉલાળે છે. ચિત્રમાં ઈન્દ્રને આકાશમાર્ગે મેરુ
પર્વત ઉપર જઈ રહેલા બતાવેલા છે. ચિત્ર ૧૨: મેરુપર્વતની અભિષેક શિલા ઉપર બેઠેલા સૌધર્મેન્દ્રના ખોળામાં ભગવાન છે
અને દેવો બાળ ભગવાનને અભિષેક કરી રહ્યા છે, અન્ય દેવો અભિષેકના કળશો તથા પૂજદિક સામગ્રી લઈને ઊભા છે અને બાકીનું દેવવંદ આકાશમાં ભગવાનનું
ભકિતભાવથી ગુણસંકીર્તન કરી રહેલું બતાવ્યું છે. ચિત્ર ૧૩: આધ્યાત્મિક વિચાર અને ભાવનાપ્રધાન ધાર્મિક પરિસ્થિતિમાં માતાપિતા
અને પુત્રનું વહાલ કરતાં ચિત્રો બનાવવાની પ્રથા જૈન સમાજમાં જોવા મળતી નથી. કલ્પસૂત્રની પ્રતિઓમાં, મંદિરોમાં તેમજ હસ્તલિખિત પોથીઓમાં હજારો વરસ દરમિયાન માતાપિતા પોતાના તીર્થંકર પુત્રને વહાલ કરતાં, લાડ લડાવતા, વાત્સલ્યભાવ બતાવતાં બતાવ્યાં હોય એવું ચિત્ર જોવા મળ્યું નથી, એટલે અમોએ જાણીને આ ચિત્ર બનાવરાવ્યું છે, ઘણાંને જે ગમશે.
ચિત્રમાં માતા અને પુત્રના ચહેરાઓની પસંદગી અનેક રીતે થઈ શકે. પસંદગી સહની જુદી જુદી હોય છે. એમ છતાં વિશેષ આધાર ચિત્રકારની કલ્પના કે પસંદગી ઉપર વધુ રહેતો હોય છે. ચિત્ર ૧૪ થી ૧૬ઃ આ સ્પષ્ટ સમજાય તેવાં છે તેથી વિવેચન કર્યું નથી. ચિત્ર ૧૭: આજ સુધી ઘરસંસારના મહત્વના અને સર્વસામાન્ય પ્રસંગોથી ભગવાનની ચિત્રકથા અધૂરી રહી છે, એટલે અહીં ઘરસંસારના પાંચ પ્રસંગો ચિતરાવ્યા છે.
અહીં પહેલાં ચિત્રમાં યશોદા અને વર્ધમાનકુમાર બંને જણાનાં લગ્નના જોડાણનું એક નાનકડું પ્રતીક ચિત્ર બતાવ્યું છે. ચિત્રમાં યશોદાએ પ્રથમ વરમાળા વર્ધમાનકુમારના ગળામાં નાંખી, જે ગળામાં લટકતી દેખાય છે. ત્યારપછી વર્ધમાનકુમાર પોતાના ભાવિ પત્ની યશોદાના કંઠમાં વરમાળા પહેરાવી રહ્યા છે, તે બતાવ્યું છે, બીજ ચિત્રમાં તાજી જન્મેલી પુત્રીને પ્રેમ-વાત્સલ્ય-વહાલ કરતાં બતાવ્યાં છે. નીચેના ત્રીજા પ્રસંગમાં પતિ-પત્ની આનંદપૂર્વક વાર્તાલાપ કરતાં અને ચોથા પ્રસંગમાં ભગવાન પોતાના ક્ષત્રિય મિત્રો સાથે વાત કરતા બતાવ્યા છે. આમ પત્ની, પુત્ર અને મિત્રોના સંબંધો રજૂ કર્યા છે.
ભગવાન વર્ધમાન-મહાવીરના લગ્નના તથા ગૃહસ્થ સંસારના મળીને કુલ પાંચ પ્રસંગો દર્શાવતું આ ચિત્ર છે. ચારે દિશાના ચાર ચિત્રો અને વચ્ચે વર્તુલાકારની અંદર વર્ધમાન ક્ષત્રિયકુમાર છે, વીર છે?વગેરે ખ્યાલ આપવા માટે ધનુષબાણ સાથે બતાવ્યાં છે.
ધનુર્ધારી મહાવીરનું ચિત્ર જોઈ કેટલાક ચોંકી ઉઠશે કે અહિંસાના ભેખધારીનું આવું ચિત્ર કરાય જ કેમ? જે લોકો તીર્થકરોના જીવનચરિત્રોને જાણતા નથી, જાણે છે તો અધૂરા જાવો-સમજે છે. બાકી ચરિત્રનાં ચિંતકો તો જાણે છે કે તીર્થકરો રાજકુળમાં જન્મ લેતાં હોવાથી કેટલાકને ધનુર્વિધાઆદિ કલાનો ઉપયોગ સ્વ-પર રક્ષા માટે કયારેક કરવો પણ પડે છે. શાંતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ આદિને નાનાં-મોટાં યુદ્ધો પણ કરવાં પડયાં છે,તીર્થકરોની અહિંસા વીરોચિત હોય છે કે ભગવાન મહાવીરને યુદ્ધની ઘટના બની નથી, પરંતુ ક્ષત્રિય હોવાથી ક્ષત્રિયોચિત પ્રતીકવાળા બતાવ્યા છે.
યશોદા એ સર્વોચ્ચ અંતિમ કક્ષાના ગણાતા પુરુષની પત્ની છતાંય આ બાબત પડદા પાછળ ઢંકાયેલી રહે એ મને યોગ્ય ન લાગવાથી બંને પાત્રોને ચિત્ર દ્વારા અહીં
સજીવન કયાં છે. ચિત્ર ૧૮ઃ સાયંકાળનો આદર્શ રજૂ કરતું કુટુમ્બસમૂહનું આ ચિત્ર છે, તેમાં રાજા
સિદ્ધાર્થનું કુટુંબ બતાવ્યું છે. વિશેષ માટે જુઓ ચિત્રપરિચય) ચિત્ર ૧૯ઃ ભાતવિરહની વ્યથા રજૂ કરતું સુંદર ચિત્ર, ખુદ ભગવાન વડીલબંધુ પાસે
ઊભા રહીને બે હાથ જોડી વિનયપૂર્વક દીક્ષાની સંમતિ માગી રહ્યા છે. આ ચિત્ર
આજની પ્રજાને વિનયધર્મનો ભારે બોધપાઠ આપી જાય તેવું પ્રેરક છે. ચિત્ર ૨૦ઃ ભગવાન મહાવીરનું જીવનચરિત્ર આગમમાં જણાવ્યું છે, ત્યાર પછી તે તે
સમયે પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ ભાષાઓમાં પણ જુદા જુદા વિદ્વાનોએ નાના મોટા ચરિત્રોનું આલેખન કર્યું છે, એ તમામ ચરિત્રોમાં થોડા થોડા મતમતાંતરો, વિષયની ભિન્નતાઓ વગેરે આશ્ચર્યજનક લાગે તેવાં મળે છે.
કેટલીક બાબતો નવાઈ લાગે એટલી હદે ભિન્ન પડે છે. પરંતુ જૈનાચાર્યો અને જૈન સાધુઓએ સહુએ બધાં ચરિત્રો જોયાં હોય કે ન જોયાં હોય અને જોયાં હોય તો વિગતો યાદ રહી ન હોય, વિગતો ઉતાવળે વાંચી હોય, ધ્યાન બહાર ચાલી ગઈ હોય અને પછી પોતાની જાણ બહારની વિગત કોઈ લેખકે લખી હોય અને નજરે પડી જાય તો-કેવું શાસ્ત્ર વિરુદ્ર લખ્યું છે? ભગવાન મહાવીરની કેવી આશાતના કરી છે? મન ફાવે તેમ લખી નાખ્યું છે, આમ જાતજાતની આલોચના કરવા લાગે છે, કર શબ્દોની પણ લ્હાણી થવા માંડે છે. પરંતુ સહુને નમવિનંતિ કે કંઈપણ વાંચીને ઉતાવળિયો અભિપ્રાય બાંધતા પહેલાં કે ચુકાદો આપતાં પહેલાં લખનાર લેખક પાસેથી ખુલાસો મેળવવો. અથવા જાતે બીજું જીવનચરિત્રો જોઈ લેવાં જોઈએ જેથી શંકાનું સમાધાન થઈ જાય.
સામાન્ય રીતે આપણે ત્યાં કલ્પસૂત્ર અને ત્રિષષ્ટિ શલાકા પુરુષ આ બંને વધુ પ્રમાણમાં વેચાય છે. એટલે એ બંનેમાં જે વસ્તુ ના આવી હોય એવી વસ્તુ વાંચવામાં આવે એટલે વાચકનું મન એકદમ અધીરું બની જાય, વિષમ બની જાય છે. કારણ ગમે તે હશે પણ ભગવાન મહાવીરના ચરિત્રની પરંપરા એક સરખી ચાલી નથી, એક વાકયતા રહી નથી. મને પોતાને આશ્ચર્ય એ થાય છે કે ભગવાન મહાવીરના નિર્વાણ પછી એક હજાર વર્ષ બાદ ચરિત્રો લખાયાં. એ બધામાં કંઈક ને કંઈક ભિન્નતા ઊભી થવા પામી. શોધક વિદ્વાનોએ તેનાં કારણો શોધવા ખૂબ જરૂરી છે.
અહીં જે પ્રસંગો ચીતરાવ્યા છે તે કલ્પસૂત્ર-ટીકા તથા અન્ય ગ્રન્થોના ઉલ્લેખના આધારે ચીતરાવ્યા છે, તીર્થકરો પણ ગૃહસ્થજીવનમાં પૂજા કરે છે તે અધિકાર અજિતનાથ તીર્થકર ચરિત્ર ગ્રન્થોમાં આવે છે, એટલે પૂજા કરતાં ભગવાનને બતાવ્યા છે. આમ બે વર્ષ કેવી રીતે કાઢયા? એ જાણવાની જિજ્ઞાસા વાચકોના મનમાં હોય એટલે મેં મારી દૃષ્ટિએ પ્રતીકરૂપે પૂજા અને ધ્યાનના બે પ્રસંગો રજૂ કર્યા છે. ચિત્ર ૨૧ઃ ચિત્ર સ્પષ્ટ સમજાય તેવું છે. ચિત્ર ૨૨ દાનશાળામાં અપાતું ઈચ્છિત દાન દઈ રહેલા ભગવાન. દાન લેનારા સેંકડો
લોકો અને ભગવાનની બાજુમાં દેવો પોતાની ફરજ બજાવવા ઊભેલા દેખાય છે. ભગવાન તો માગે તેટલું સામાને આપે, પણ વચમાંથી દેવો જ સામાના ભાગ્યમાં
હોય તેટલું જ જવા દે છે. બાકીનું તે વચ્ચેથી સંહરી પાછું કોશપાત્રમાં નાંખી દે છે. ચિત્ર ૨૩ઃ ત્રણલોકના નાથની દીક્ષાની શિબિકા-પાલખી ભાડૂતી નોકરોને હઠાવીને
મહાસુખી એવા દેવો પોતે ઉપાડી રહ્યા છે. ભગવાન જેવા તારક દેવની ભકિત ભાડૂતી નહિ પણ શરમ છોડીને જતે જ કરવી જોઈએ એવો બોધપાઠ આ ચિત્ર આપી જાય છે. પાલખીમાં કુટુંબની વડેરી તથા છત્ર-ચામરાદિથી ભગવાનની
ભકિત કરતી યુવતીઓ બેઠેલી દેખાય છે. ચિત્ર ૨૪ઃ ચિત્ર સ્પષ્ટ છે. ભગવાન અશોકવૃક્ષ નીચે ઊભા રહીને જનતા સમક્ષ જ
પંચમુખિ લોચ કરી રહ્યા છે. તે કેશને ઈન્દ્ર વસ્ત્રમાં ગ્રહણ કરે છે અને તે સમયે
ઈન્ડે આપેલાં બહુમૂલ્ય દેવદૂષ્ય વસ્ત્રને ડાબા ખભે ભગવાન ધારણ કરે છે. ચિત્ર ૨૫: આ ચિત્રમાં ભગવાનના શરીર ઉપર સુગંધથી ખેંચાયેલા કાળા રંગના ભમરા.
દેખાય છે. ભગવાન તેને ઉડાડવાની પરવા કરતા નથી અને ડંખને સમભાવે સહન કરે છે.
–અહીંથી શરૂ થયેલા ઉપસર્ગ સમયનું ભગવાનનું મુખમંડલ જુઓ. અપૂર્વ શાંતિ અને વૈધનું કેવું અદ્ભુત દર્શન થાય છે, ગમે તેવાં કષ્ટોમાં સૌએ જામા-સહિષ્ણુતા
" मार मारको ग्रहि रहै थोथा देइ उडाय (क.)
सुतारा देवी
धोवत्सा देवी
પITA
पन्या देवी
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org