________________
જેનેની જાહોજલાલી
પ્રાચે આ અવસર્પિણીના વીશ તીર્થકરેની જન્મભૂમિ તેમજ વિહારભૂમિ બંગાળ, બિહાર તથા કાશી વિગેરે પ્રાતે હતા. પ્રભુ મહાવીરના નિર્વાણ પછીના પાંચશે વર્ષ સુધી બંગાળાદિ પ્રાંતમાં જૈનોની તેમજ જૈન ધર્મની સારી જાહોજલાલી હતી. મહારાજા અશોક, મહામેઘવાહન મહારાજા ખારવેલ અને સમ્રાટ સપ્રતિના સમયમાં જેનોની સંખ્યા વિશ કરોડ જેટલી હતી. શંકરાચાર્યના પ્રાદુર્ભાવ પહેલાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચારે વર્ણોના મનુષ્ય જૈનધર્મ પાળતા. શ્રી વજસ્વામી, શ્રી ભદ્રબાહસ્વામી વિગેરે પ્રખર આચાર્ય વન વિહાર મોટે ભાગે બંગાળાદિ પ્રાંતમાં હતા, પરંતુ વિક્રમના પાંચમા સૈકા પછીના જૈનાચાર્યોને વિહાર મધ્યપ્રાન્ત, મેવાડ, મારવાડ, ગુજરાત અને સૌરાષ્ટ્રાદિ પ્રાત સુધી લંબાય હતે. અગાઉના આચાર્યોએ સંખ્યાબળ વધારવા જે જહેમત લીધી હતી તેવી જહેમત પાછળના આચાર્યો ઊઠાવી શકયા નહિ અને પરિણામે સંખ્યાબળ દિવસે દિવસે ઘટતું ગયું. શ્રી બપ્પભટ્ટસૂરિના સમયમાં આપણું સંખ્યા છ-સાત કરોડની હતી તે પરમાહંતુ કુમારપાળ ને કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યના સમયે ઘટીને પાંચ કરોડ આશરે રહી હતી. બાદ વસ્તુપાળ ને તેજપાળના સમયે ચાર કરોડ જેટલી સંખ્યા હતી, પરંતુ પછીથી રામાનુજાચાર્ય અને વલ્લભાચાર્યના અસ્તિત્વથી અને વૈષ્ણવ ધર્માનુયાયી રાજાઓના પ્રાબલ્યથી આપણી સંખ્યા પ્રતિદિન ઘટવા લાગી. તેઓએ જૈન ધર્મ પાળનારાઓને વૈષ્ણવ બનાવવા માંડ્યા જેથી જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિના સમયમાં સંખ્યા ઘટીને બે કરોડની રહેવા પામી. તેમના સમય પછીના ત્રણસેં વર્ષમાં કેઈએ સંખ્યાબળ પરત્વે પૂરતું લક્ષ આપ્યું જણાતું નથી એટલે અસ્તવ્યસ્ત દશાને પરિણામે સંખ્યા ઘટતી ઘટતી અત્યારે બાર લાખ જેવી નિજીવ સંખ્યામાં આવી પહોંચી છે.
ગચ્છ-વર્ણન
આપણામાં રાશી ગ હોવાની માન્યતા પ્રચલિત છે. કેઈ જણાવે છે કે શીવસેનસૂરિના ચાર શિખ્યો–ચંદ્ર, નાગેંદ્ર, નિવૃતિ અને વિદ્યાધર–દ્વારા દરેકના એકવીસ-એકવીશ એમ ચોરાશી ગચ્છ પ્રવર્તા. વળી કેટલાક એમ પણ દર્શાવે છે કે વિ. સં. ૯૯૪માં શ્રી ઉદ્યોતનસૂરિના શિખ્ય દ્વારા ચોરાશી ગચ્છો ઉત્પન્ન થયા; પરન્તુ સ્પષ્ટ રીતે ચોરાશી ગમે છોના સાચા નામો કે શુદ્ધ સ્વરૂપ ઉપલબ્ધ થતું નથી. જેની જાણુમાં જે જે ગચ્છોની યાદી હતી તેઓએ તે પ્રમાણે વિવિધ રીતે ચોરાશી નામે ગણાવ્યા છે. અહીં ત્રણ પ્રકારના ગચ્છના નામે જણાવવામાં આવ્યા છે. જુદી જુદી પટ્ટાવલીઓ અને પ્રતિમાઓ પરના શિલાલેખ પરથી ગચ્છની જે નેધ થવા પામી છે તેમાં નીચેના ૯૯ જેટલા ગાને નામનિર્દેશ થવા પામ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org