________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયાવૃત્તિ સંબંધી બે બેલે
સાહિત્યની દુનિયામાં સ્વ. પૂ. ગુરુદેવ આચાર્યશ્રી વિજયકેશરસરિજી મહારાજનું સાહિત્ય કાંઈક નવીન જ પ્રકાશ ફેકે છે. તેઓશ્રીના રચિત સાહિત્યમાં સંસારને પ્રાણીઓ આત્માભિમુખ બની તે માગે ક્રમશ પ્રગતિ કરી અનંત સુખના ભોગી બને એ જ ધ્વનિગોચર થાય છે.
આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી લખાયેલું આ સાહિત્ય અનેક જીવોને રૂચિકર નીવડયું છે.
જનતાની વિશેષ માંગણું તે બાબતનું સમર્થન કરે છે.
પ્રસ્તુત “ રાજકુમારી સુદર્શન યાને સમળાવિહાર” નામનું પુસ્તક તેઓશ્રીની કલમે આલેખાયું છે.
સારાયે સાહિત્યને આધ્યાત્મિક દષ્ટિ મુખ્ય રાખી ભિન્ન ભિન્ન પ્રસંગમાં ભિન્ન ભિન્ન રસની પૂર્તિ કરી છેવટે વૈરાગ્ય રસમાં અન્તર્ગત કરે છે. તે જ તેઓશ્રીની કલમની વિશેષતા છે.
આત્મ કલ્યાણવાંછુ અનેક આત્માઓની જુદા જુદા સમયે આ પુસ્તક અલભ્ય હોવાથી તેની દ્વિતીયાવૃત્તિ કઢાવવાની અને પ્રેરણા થયેલી તે વાત મને પણ યોગ્ય લાગવાથી વિ. સં. ૨૦૦૬ના ઝોટાણા
For Private and Personal Use Only