________________
તરલાલા
કથાસુખ
વસંદેશ
ભારતવર્ષના મધ્યમ ખંડમાં વત્સ નામને રમ્ય અને સર્વગુણસંપન્ન જનપદ છે. (૮૬)–
રનું ઉદ્દભવસ્થાન, મેટા મોટા જાણકારોનું સમાગમસ્થાન, મર્યાદાઓનું આદિસ્થાન, ધર્મ, અર્થ અને કામનું ઉત્પત્તિક્ષેત્ર (૮૭); સુખના જેવો પ્રાર્થનીય, વિદગ્ધોના નિર્ણય જે રમણીય, નિવણના જેવો વાસયોગ્ય, અને ધર્મપાલનના જે ફલપ્રદ. (૮૮). કેશાબનગી
તેમાં છે નગરી નામે કૌશાંબી–જાણે કે ઉત્તમ નગરજનોનું વાસભવન (?), દેવલેકનું વિડંબન, જનગણમનનું આલંબન (૮૯). મધ્યદેશની લક્ષ્મી શી, અન્ય રાજધાનીઓના આદર્શરૂપ, લલિત અને સમૃદ્ધ જનસમૂહ વાળી, તે યમુના નદીને તીરે વિસ્તરી હતી. (૯૦). ઉદયન રાજા
ત્યાં ઉદયન નામનો સજજનવત્સલ રાજા હતો. તેનું બળ અપરિમિત હતું, યુદ્ધમાં તેના પરાક્રમ અને પ્રતાપની ખ્યાતિ હતી (૯૧); તે મિત્રોનું ક૯પવૃક્ષ, શત્રુવનના દાવાનળ, કીર્તિને આવાસ હતો; સુભટસમૂહથી વીંટળાયેલો અને સ્લાધ્ય હતો. (૯૨). તે કાંતિમાં જાણે પૂર્ણચંદ્ર, સ્વરમાં જાણે હંસ, ગતિમાં જાણે નરસિંહ હતો. અશ્વ, ગજ, રથ અને સુભટ (એમ ચતુરંગ સેના)ની પ્રચુરતા વાળા હૈહયકુળમાં તે જમ્યો હતો. (૯૩). ઉત્તમ કુળ, શીલ અને રૂપવાળી વાસવદત્તા હતી તેની પત્ની—જાણે સર્વ મહિલાગુણની સંપત્તિ, જાણે રતિસુખની સંપ્રાપ્તિ. (૯૪).
નગરશેઠ
શ્રેષ્ઠીઓની શ્રેણીમાં જેનું આસન પ્રથમ રહેતું તે નગરશ્રેષ્ઠી ઋષભસેન તેના મિત્ર અને સર્વકાર્યમાં સાક્ષી હતો. (૯૫). તે અર્થશાસ્ત્રમાં નિપુણ અને તેના તાત્પર્યને જાણકાર હતો; અન્ય સર્વ શાસ્ત્રોમાં પણ તે નિષ્ણાત હતો; બધા પુરુષગુણે અને વ્યવહારેના તે નિકષરૂપ હતો. (૯૬). તે સમ્ય, ગુણોને આવાસ, મિત, મધુર, પ્રશસ્ત અને સમયોચિત બોલનારો, મર્યાદાયુક્ત ચારિત્ર્યવાળા અને વિસ્તીર્ણ વેપારવણજ વાળો હતો. (૯૭). સમ્યગુદર્શન વડે તેની બુદ્ધિ વિશુદ્ધ થયેલી હતી; પ્રવચનમાં તે સંશયરહિત શ્રદ્ધા વાળો હતો; જિનવચનનો શ્રાવક અને શુચિ મોક્ષમાર્ગને અનુસરનારો હતો. (૯૮). તે શ્રાવકમુણોના નિધિ સમો હતો; જ્ઞાન, દર્શન અને વ્રતોને આધાર હતો; બંધ અને મોક્ષના વિધાનનો જાણકાર હતે: જીવ અને અજીવનું તેને જ્ઞાન હતું. (૯૯). તે વિનયમાં દત્તચિત્ત (?), નિર્જર, સંવર અને વિવિકનો અંત પ્રશંસક, પુણ્ય અને પાપની વિધિ જાણકાર અને શીલવ્રતના ઉગ પ્રકાર સામે હતો. (૧૦૦). તે પેાતાના કુળ અને વંશને દીપક, પ્રજાજને અને દીનદુઃખીનું શીતગૃહ, લક્ષ્મીનો મથાવાસ, મુરને ભંડાર તથા ધીર હતો. (૧૧).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org