________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
સ્વને ઓળખો' – એમાં સકલ આગમોનાં અધ્યયનનો સાર આવી જાય છે. સ્વને ઓળખવા. અંતરમાં પ્રતિસમય ઉઠતા ભાવો-પ્રતિભાવો અને તળાની ભાવકની સિથિતિ લક્ષમાં લેવાની છે. જ્ઞાની ધર્માત્માઓ આ જ અધ્યયનમાં સતત રત હોય છે.
સ્વાધ્યાય એટલે સ્વ + અધ્યાય. “સ્વ” શબ્દ શું સૂચવે છે ? શાસ્ત્રાધ્યાય ન કહેતા સ્વાધ્યાય કહેવા પાછળ ગર્ભીતાશય ઘણો ગંભીર રહેલો છે. સ્વ અર્થાત્ પોતાની જાત; એનું અવલોકન – એનું અધ્યયન, – એ કેટલું બધું વિસરાઈ ગયું છે ?
સ્વનાં મનોજગતમાં ઉઠતા ભાવ-પ્રતિભાવોને જે સુપેઠે સમજી શકે છે એ ઠરેલ ચિત્ત સાધક અન્ય વ્યક્તિઓનાં પણ મનોભાવો નિરાળી રીતે પિછાણી શકે છે. – મનોવિજ્ઞાન અને શિખવું નથી પડતું. જગતને ઘણી ગહેરાઈથી એ જાણી-જોઈ શકે છે.
હજું એકેય વાતે આ જીવનું ઠેકાણું પડ્યું નથી અને તો પણ એના ગર્વનો પાર નથી. આ ગર્વ જ જીવને એની વહરી વાસ્તવઃદશાનું હૃદયવેધક ભાન થવા દેતો નથી. ગર્વ જ જીવને ગાફેલ બનાવે છે. બાકી. સાધનાપંથમાં હજુ જીવ ક્યાં ઉભો છે એ સવાલ છે.
મેં ઘણું સાધ્યું – એવો ભ્રામક ઘમંડ જીવ નિશદિન સેવે છે, પણ પોતાની ગહરી જાતનું રૂપાંતર કેટલું થયું એ ક્યારેય તલાસતો નથી. વિચારતો નથી કે, ઘાણીનાં બળદ જેવી ગતિ-પ્રગતિ તો નથી થઈને ?... પોતે વર્તમાનમાં ક્યાં ઉભો છે એ ગષણીય –સંશોધનીય છે.
ગર્વના કારણે સાધકના જીવનમાં જે સ્વાભાવિક નમ્રતા-વિનિતતા-લઘુતા પાંગરવી જોઈએ તે પાંગરતી નથી અને વ્યર્થ અકડતા અને જીદ પાંગરી સાધકના જીવનને દુઃષીત કરે છે. અહવિલય અર્થે તો બધી સાધના છે એ પરમ હકીકત ભૂલવી ન ઘટે.
જે સ્વભાવમાં લીન રહે છે અને સ્વાભાવિક સહજાનંદની ઉત્પત્તિ થાય છે. આ સ્વાભાવિક આનંદ એવો સઘન હોય છે કે એ દુન્યવી બીજા સુખદુઃખને સાવ નગણ્ય બનાવી દે છે. સ્વાભાવિક આનંદ શાશ્વત કાળપર્યત અખૂટ છે.