________________
કિ જડ થી જી હ હ હ હ હ હ હ હ હ હ હરિ હરિ હરિ |િ • રોજનો નવીન સંસ્કૃત શ્લોક રચવાનો એમનો નિયમ હતો.
એમની ડાયરીમાં નોંધ મળે છે કે મને યાદ નથી મેં ક્યારેય કોઈની નિંદા કરી હોય. આચાર્ય પદવી વખતે પણ તેમણે એવો નિયમ ગ્રહણ કર્યો હતો કે કોઈને કટુવચન કહેવું નહીં. અને કહેવું પડે તો મારે ૭ નવકાર ગણવા. છાણીમાં ત્રિજગદગુરૂશાસનાય નમ: એટલી પંક્તિ ઉપર એમણે ૬-૬ મહિના પ્રવચન કર્યા હતા. ‘હી ઔર ભી આવા એકાક્ષરના વિષય પર માર્મિક અનેકાંતવાદ પર તેમણે દિલ્હીના રામા થિયેટરમાં જાહેર પ્રવચનો કર્યા હતા. મંદિરના રાષ્ટ્રીયકરણને ને દેવદ્રવ્યને રાષ્ટ્રીયકોશ જાહેર કરવા માટે નિમાયેલ આયંગર કમીશનના ૧૦-૧૦ વકીલો અને જજોની બેચ સમક્ષ ધારદાર સવાલોના તર્કબદ્ધ શાસ્ત્રીય જવાબ આપી એમને તમામને મુગ્ધ કરી દીધા હતા ને કાળો કાયદો કાળમાં ધરબાઈ ગયો. કડવા પટેલ જ્ઞાતિમાં જન્મેલી દીકરીઓને ‘ભૂ પીતી (પાણીમાં ડુબાડી મારવાનો) કરવાનો નિર્દય કુરિવાજ એમના અસરકારક ઉપદેશથી કાયમ માટે નીકળી ગયો. પંજાબમાં એક જ બેઠકે એમણે સંસ્કૃતમાં ૨૪ ચૈત્યવંદન અને ૨૪ થોયના જોડા રચ્યા હતા. એમના પ્રવચનોથી માંસાહાર ત્યાગ અને અહિંસાના સંદેશાઓ જગદ્રવ્યાપી બન્યા હતા.
હર કિ કિ કિ કિ કિ કિ કિ દીક ક ર કિ & કિ ઉર કિ કિ |
R)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org