Book Title: Ratribhojan Mimansa
Author(s): Kavin Shah
Publisher: Rupaben Astikumar Shah
View full book text
________________ લેખકનો પરિચય * શાહ કવિનચંદ્ર માણેકલાલ (જન્મસ્થળ:વેજલપુર, જ.તા. 30-3-36) * અભ્યાસ : બી.એ. (ઓનર્સ), એમ.એ., બી.એડ., ટી.ડી., એલએલએમ., પી.એચડી. ઈ.સ. 1955 થી 1966 સુધી ગજેરા, ડેરોલ સ્ટેશન અને દેલોલ હાઈસ્કૂલમાં શિક્ષક ઈ.સ. 1966 થી 1996 સુધી ભાદરણ, ખંભાત, કપડવણજ અને બીલીમોરા કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવા કરીને હાલ નિવૃત્ત. હળવા નિબંધો, કાવ્ય, વાર્તા અને ધર્મ-સંસ્કૃતિ વિષયક લેખો લખવાનો શોખ. જૈન સાહિત્યમાં સર્જન અને સંશોધન પ્રવૃત્તિ. જૈન સાહિત્યમાં પી.એચડી.ની પદવી પ્રાપ્ત કર્યા બદલ થશોભૂમિસ્મારક ચંદ્રક’ વિજેતા (કવિ પંડિતવીરવિજયજી : એક અધ્યયન) સાહિત્ય, સંસ્કૃતિ, શિક્ષણ, કાયદો અને સમાજસેવાનાં ક્ષેત્રોમાં અભિરુચિ અને સેવાકીય પ્રવૃત્તિઓમાં યોગદાન. * ઈ.સ. ૧૯૭૦ના સપ્ટે.થી 1972 સુધીનો અઢી વર્ષનો અમેરિકાનો શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવાસ, એમ.એડ. (1972 જૂન), નોર્થ-ઈસ્ટર્ન યુનિ. બોસ્ટન, હેલિસ્ટન, વેલેન્ડ, પ્રોવિડન્સ, સ્મિગફીલ્ડ, ફોલરીવર, વેસ્ટ ન્યૂટન, વોલ્બમ, ફેમિંગહામ, બરલિંગ્ટન, વૉશિંગ્ટન ડી.સી., ડેટ્રોઈટ, ફિલાડેલ્ફિયા, કેમ્બ્રિજ વગેરે સ્થળોમાં ભારતીય સંસ્કૃતિ અને ધર્મવિષયક વાર્તાલાપ. * બાર વ્રતધારી શ્રાવક : નવલાખ નવકાર, ઉવસગ્ગહરે, લોગસ્સ અને સંતિકરંનો જાપ પૂર્ણ કરેલ છે. શ્રી વીશા નીમા જૈન સમસ્ત જ્ઞાતિ મંડળ, વેજલપુર જૈન સંઘ, બીલીમોરા જૈન સંઘ, જૈન સોશ્યલ ગ્રુપ - બીલીમોરા, દક્ષિણ ગુજરાત યુનિ. પ્રાધ્યાપક મંડળ - સુરત, વી.એસ. પટેલ કૉલેજ -બીલીમોરા વગેરે સંસ્થાઓ દ્વારા સન્માનપત્ર- એવોર્ડ પ્રાપ્તિ. * શાળા-કૉલેજ અને સેવાકીય ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં પ્રસંગોચિત પ્રવચન અને વાર્તાલાપ. * પત્ની સ્વ. કુસુમબહેન, કિરણ, અસ્તિ, કિંચિત (પુત્રો), (સ્વાતિ) શાશ્વતયશાશ્રીજી મ.સા. (પુત્રી) Jain Educationa International PERO Nale Use Only Only ne www.jainelibrary.org

Page Navigation
1 ... 228 229 230