________________
Qીર છી છી છૂટ ઊીર ર ર ર વીર ર ર ર ીદ વીર વીર ડર છી છી છી છી]
સૂર્યોદયના સમયથી ખીલતા જતા કમળની જેમ માનવીની હોજરીનું કમળ પણ ખીલતું રહે છે. મધ્યાહ્નના સમયે તો આ હોજરી સંપૂર્ણપણે ખીલી ઊઠતી હોય છે. એથી એ સમયે થતું ભોજન આરોગ્યને માટે લાભકારી નીવડે છે. આ જ કારણે આપણી જૂની પેઢીના રીત-રિવાજોમાં મધ્યાહ્ન ભોજનને જ પ્રાયઃ અગ્રિમતા આપવામાં આવી હતી. સવારે અને સાંજે ખાવાની લત તો આજના યુગનો અંજામ છે. સૂર્યાસ્ત બાદ કરેલું ભોજન હોજરીમાં કમળ બિડાઈ ગયેલું હોવાથી આરોગ્યને માટે અવરોધક બનતું હોય છે. આમ, આરોગ્યની દૃષ્ટિએ પણ રાત્રિભોજનનો ત્યાગ અતિ આવકાર્ય બની રહે છે. - સૂર્ય જ્યારે પ્રકાશી રહ્યો હોય છે, ત્યારે વૃક્ષોમાંથી ઓક્સિજન નામનો વાયુ નીકળતો હોય છે. આ ઓક્સિજનથી ભરપૂર વાયુમંડળ આપણા આરોગ્ય, શ્વાસોશ્વાસ અને ભોજન માટે ખૂબ જ ઉપયોગી છે. આવા વાયુમંડળ વચ્ચે કરેલું ભોજન અને લીધેલા શ્વાસોશ્વાસ આપણા આરોગ્યને વિકસીત કરે છે. જયારે સૂર્યની ગેરહાજરીમાં આ જ વૃક્ષોમાંથી કાર્બન ડાયોકસાઈડ નામનો વાયુ નીકળતો હોય છે. આ વાયુ આપણા આરોગ્ય માટે ખૂબ જ જોખમી છે. રાતનું વાતાવરણ વાયુના ફેલાવાથી દૂષિત બની જતું હોવાથી રાત્રિભોજનનો ત્યાગ આરોગ્યને સુરક્ષિત રાખવાની દૃષ્ટિથી પણ આવશ્યક જ નહિ, અનિવાર્ય છે.
કેટલાક જીવાણુઓ એવા હોય છે કે એ ઝાંખા પણ સૂર્યપ્રકાશમાં જોઈ શકાય છે. એને જોવા લાખો પાવરોનો પ્રકાશ પણ સમર્થ નીવડતો નથી. આ જ કારણે આજના તબીબો જીવાણુની તપાસ કરવી હોય, તો દર્દીને દિવસે જ તપાસવાનું વધુ પસંદ કરે છે. લેબોરેટરીઓ પણ
વિક છીક બક જી હિ કિ છી છી છી છી હિ હ હ છ છી છી છી છી હિ |
૪૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org