________________
થાય છે. સંક્ષિપ્ત કથા નીચે પ્રમાણે છે.
વચ્છ દેશના ધારાપુર નગરમાં અમરસેન રાજા રાજ્ય કરતો હતો. તેની પટરાણી ચંદ્રયશા હતી. એક દિવસ કોઈ પરદેશી ઘોડા વેચવા માટે નગરમાં આવ્યો. રાજાએ ઘોડાની પરીક્ષા કરી. ઘોડો વક્રગતિથી અટવીમાં લઈ ગયો. ત્યાં નાગદેવની સ્રી રાજા પ્રત્યે આસક્ત થઈ પણ અમરસેન તેનાથી મોહ પામતો નથી. નાગદેવ પ્રસન્ન થયા અને વરદાન આપ્યું કે રાજા સર્વ જીવોની ભાષા સમજી શકે અને પુત્રરત્ન પ્રાપ્ત થાય. ત્યારપછી રાજા એક વૃક્ષની છાયામાં બેઠો તે વખતે ચકલા-ચકલીનો સંવાદ સાંભળ્યો. ચકલો દૂર જવાની રજા માંગે છે ત્યારે ચકલીએ કહ્યું કે રાત્રિભોજનનું પાપ તું માથે લે તો જવાની રજા આપું. નાગદેવના વરદાનને કારણે રાજા ભાષા સમજી ગયો અને આશ્ચર્ય થયું. રાજાએ વિચાર્યું કે રાત્રિભોજનનું કેટલું પાપ હશે? પછી રાજા જંગલમાં ફરતો હતો ત્યારે લતા મંડપમાં મુનિવરનાં દર્શન થયા. મુનિ મહારાજે રાત્રિભોજનના પાપ-દોષ વિશે રાજાને સમજણ આપી. મુનિવરના વચન સાંભળીને રાજાએ રાત્રિભોજન ત્યાગની પ્રતિજ્ઞા (નિયમ) ગ્રહણ કર્યો. પછી રાજા નગરમાં પાછો આવ્યો અને રાણી ચંદ્રયશાને અટવીના પ્રસંગની વાત કરી. રાણીએ રાજાની પ્રતિજ્ઞાની વાત સાંભળીને રાત્રિભોજન ત્યાગ પ્રતિજ્ઞા કરી. કેટલો સમય પસાર થઈ ગયા પછી જંગલમાં ચકલા-ચકલીની વાત સાંભળી હતી તે ચકલો મરણ પામીને રાજાની રાણી ચંદ્રયશાની કુક્ષિએ પુત્રપણે જન્મ થયો. તેનું નામ જયસેનકુમાર પાડવામાં આવ્યું હતું. જયસેનને જાતિ સ્મરણ જ્ઞાન થયું અને પૂર્વભવનું સ્મરણ થતાં રાત્રિભોજન ત્યાગનો નિયમ સ્વીકાર્યો.
કથાનો એક બીજો મહત્ત્વનો અંશ જોઈએ તો વચ્છદેશના કમલપુરી
•
Jain Educationa International
૧૦૨
For Personal and Private Use Only
www.jainelibrary.org