________________
પુસ્તકના પા. નં. પર પર રાત્રિભોજન વિશે જણાવ્યું છે કે રાત્રિભોજન કરનારા જીવો ઘુવડ, કાગ અને નાગનો અવતાર પામે છે. રાત્રિભોજન એ નરકગતિનો નેશનલ હાઈવે છે. ભાઈઓ સંજોગોવશાત કે કોઈ કારણસર રાત્રિભોજન કરે છે એટલે વ્હેનોએ પણ રાત્રિભોજન કરવું એવો કોઈ નિયમ નથી. જે પાપ કરે તે ભોગવે છે. આ વિચારને અનુસરીને વ્હેનોએ તો રાત્રિભોજન ત્યાગનો નિયમ અવશ્ય સ્વીકારવો જોઈએ.
રાત્રિભોજનની ચઉભંગી અંગે પૂ.શ્રીએ જણાવ્યું છે કે
(૧) દિવસે બનાવેલું ભોજન રાત્રે જમવું. (૨) રાત્રે બનાવેલું ભોજન દિવસે જમવું. (૩) રાત્રે બનાવેલું ભોજન રાત્રે જમવું. (૪) દિવસે બનાવેલું ભોજન દિવસે જમવું.
આહાર વાપરવા અંગે પૂ.શ્રી જણાવે છે કે મનની સ્થિરતા, શાંતિ, સ્વસ્થતા હોય તો આહારથી સાત્વિકતાનો વિકાસ થાય છે. શ્વાસની તકલીફ, દસ્ત સાફ ન થાય, વધુ પડતો આહાર, આવેશમાં કરેલું ભોજન એ રોગગ્રસ્ત થવાની નિશાની છે. કુદરતી આવેગોને રોકવાથી પણ તંદુરસ્તી બગડે છે.
શારીરિક અને માનસિક આરોગ્યની ઉત્તમ સ્થિતિનો આધાર આહાર વિવેકમાં શાસ્ત્રીય રીતે આરોગ્ય અને આહારના નિયમોનું અવશ્ય પાલન કરવું જોઈએ. આહાર વિવેક વિશે પૂ.શ્રી જણાવે છે કે અભક્ષ અનંત કાયનો ત્યાગ, અથાણાં, સાત વ્યસન ત્યાગ, વિગઈનો ત્યાગ, રેડીમેડ ખોરાક, હોટલ-લારી-ગલ્લા વગેરેનો ખોરાકનો વિશેષ રીતે ત્યાગ કરવો જોઈએ. શાસ્ત્રીય રીતે બાહ્ય તપમાં ઉણોદરી તપ
Jain Educationa International
૧૮૩
For Personal and Private Use Only
www.jainelibrary.org