________________
ધંધાનો ત્યાગ કરવો. દ્રવ્યથી અને ભાવથી દયા ધર્મનું પ્રતિદિન પાલન કરવું.
• દેવ-ગુરુ અને ધર્મના દર્શન અને સદાચારનું પાલન કરવું. પૂ.શ્રીએ રાત્રિભોજન વિશે સજ્ઝાય લખી છે તેનો સમાવેશ થયો છે.
૫. ‘નરકનું પ્રથમ દ્વાર – રાત્રિભોજનના ત્યાગી બનો’ પુસ્તિકાનું સંપાદન પ. પૂ. આ. રાજેન્દ્રસૂરિએ પ્રગટ કરી છે. તેમાં મુખ્યત્વે આરોગ્યની દૃષ્ટિએ રાત્રિભોજન ત્યાગ, ડૉક્ટર અને વૈદ્યની દૃષ્ટિએ રાત્રિભોજનની માહિતી, જૈન દર્શન અનુસાર આહાર વિવેક, સ્વાસ્થ્ય માટે જોખમ રૂપ તૈયાર ખોરાક વગેરેની માહિતીનો સમાવેશ થયો છે. એક જ બેઠકે વાંચીને રાત્રિભોજન ત્યાગ તથા આહાર વિવેકનું જ્ઞાન પ્રાપ્ત થાય એવી આ પુસ્તિકા સૌ કોઈએ વાંચવા જેવી છે. ધર્મ અને વ્યવહાર એમ ‘એક પંથ અને દો કાજ' જેવો ન્યાય લેખાય છે. પૂ.શ્રીએ પુસ્તિકાના ટાઈટલ પેજ પર રાત્રિભોજનથી નરક અને તિર્યંચ ગતિમાં જતાં જીવાત્માના ચિત્ર દ્વારા નિર્દેશ કર્યો છે. અન્ય ગ્રંથોમાં શાબ્દિક માહિતી (કાવ્ય પંક્તિઓ) છે તેને ચિત્ર દ્વારા પ્રત્યક્ષ કરવામાં આવી છે.
રાત્રિભોજન સાથે આહારને ઘનિષ્ઠ સંબંધ છે. આહાર વિશે બે પુસ્તક પ્રગટ થયા છે. તેમાં રાત્રિભોજન ત્યાગનો સંક્ષિપ્ત સંદર્ભ પ્રાપ્ત થાય છે.
૬. પ.પૂ.પં.પ્ર. શ્રી હેમરત્નવિજયજીએ રીસર્ચ ઓફ ડાઈનીંગ ટેબલ નામના માહિતી પ્રચુર પુસ્તકનું પ્રકાશન કરીને ભક્ષાભક્ષ વિશે જૈન સમાજને સાચું અને કલ્યાણકારી માર્ગદર્શન આપ્યું છે. તેનો મિતાક્ષરી પરિચય નીચે પ્રમાણે છે.
દર વર
Jain Educationa International
૧૮૨
For Personal and Private Use Only
વારે વાટ
www.jainelibrary.org