________________
પ્રકરણ ૯
રાત્રિભોજન પ્રશ્નોત્તર
પ્રશ્ન : ઠાણાંગ સૂત્રના પાંચમા અધ્યયના બીજા ઉદ્દેશમાં રાઈભોયણું ભુંજમાણે એ પદની ટીકામાં દિવા ગૃહીતમ્ દિવા ભુક્તમ્ આ ભાંગામાં રાત્રિભોજનપણું રાતવાસી પદાર્થ વાપરવાથી ઘટે? કે કોઈ બીજી રીતે ઘટે?
ઉત્તર : રાત્રિભોજનની ચૌભંગીમાં દિવાગૃહીતમ્ - દિવાભુક્તમ્ આ ભાંગાનું રાત્રિભોજનપણું રાતવાસી પદાર્થ વાપરવાથી છે. કેમકે દશવૈકાલિકની ટીકામાં શ્રી હરિભદ્રસૂરિએ અને પક્ષી સૂત્રની ટીકામાં સન્નિધિ પરિભોગના અધિકારમાં એ પ્રમાણે કહ્યું છે.
પ્રશ્ન : અસંગતે દિવાનાથે ‘સૂર્ય અસ્ત થયે છતે પાણી રુધિર તુલ્ય ગણાય, અને અનાજ માંસ તુલ્ય ગણાય' એમ આ શ્લોકમાં કહ્યું છે, તે વાત જિનાગમમાં કોઈ ઠેકાણે છે કે નહિ?
ઉત્તર ઃ આ વાત પુરાણમાં કહી છે, આપણી નથી. જિનાગમમાં તો રાત્રિભોજનનો દોષ આથી પણ વધારે કહ્યો છે.
પ્રશ્ન : રાત્રિભોજનના પચ્ચક્ખાણીને અન્ન વિગેરેમાં રાત્રિસિદ્ધિ - દિવાભુક્તાદિ ‘રાત્રિએ બનેલ અને દિવસે ખાધેલું વગેરે' ચૌભંગીમાં ત્રણ ભાંગા વર્જિત છે. તે પ્રમાણે સુખડી પ્રમુખ પકવાન્નમાં વર્જિત ખરાં કે નહિ? જો ‘વર્જિત છે' એમ કહો, તો પકવાન્નમાં તેવો વ્યવહાર હજુ સુધી નથી, તેનું શું કારણ? અને ‘વર્જિત નથી’ એમ કહો, તો આરંભ તો સરખો હોવાથી
વટ ક
હર હર
Jain Educationa International
૧૮૭
For Personal and Private Use Only
www.jainelibrary.org