________________
પ્રકરણ ૧૦
બે બોલ
રાત્રિભોજન વિશેના જ્ઞાનથી શું? માત્ર જાણકારી ઈતિશ્રી નથી પણ જાણ્યા પછી રાત્રિભોજન ત્યાગના નિયમનો સ્વીકાર કરવો એ જ સાચી ફળશ્રુતિ છે. જૈન દર્શન જ્ઞાન ખાતર જ્ઞાનનો સ્વીકાર કરતું નથી પણ જ્ઞાન અને ક્રિયાના સમુચિત સંયોગથી આત્માના શાશ્વત સુખનો માર્ગ હાથવેંતમાં આવી જાય છે. ધર્મ કરવા માટે વિવિધતા છે તેમાં રાત્રિભોજન ધર્મ પણ આહાર સંજ્ઞાના નિયંત્રણ પાળીને આત્માનો વિકાસ સાધી શકાય છે. રાત્રિભોજન ત્યાગ વગર અહિંસા ધર્મનું પાલન થઈ શકતું નથી. રાગ-દ્વેષ અને ભોગોની વૃદ્ધિ કરનારું રાત્રિભોજન છોડવામાં આવે તો સુખ-શાંતિ અને સાત્વિકતા પ્રાપ્ત થાય છે. જીવદયા પાલન અને સ્વાસ્થ્ય રક્ષણ માટે રાત્રિભોજન ત્યાગ જેવો સીધો સાદો અન્ય કોઈ ઉપાય નથી. શરીર અનેક જાતના રોગોનું ઘર છે. રાત્રિભોજન રોગની ઉત્પત્તિનું નિમિત્ત બને છે પરિણામે તંદુરસ્તી બગડે છે. ધર્મ કરવા માટે આરોગ્યની જરૂર છે. મોક્ષમાં જવા માટે બોધિબીજની (સમકિત) જરૂર છે. લોગસ્સ સૂત્રમાં પણ ‘આરૂગ્ગ બોહિલાભં’ નો પાઠ છે. હિંસા અટકે તો આરોગ્ય સુધરે. એટલે મિતાહાર રાત્રિભોજન ત્યાગ દ્વારા આરોગ્યની વૃદ્ધિ થાય છે. રોગગ્રસ્ત શરીર જીવનની નિષ્ફળતાનું પ્રતીક છે. વ્યવહાર જીવનમાં પણ સુખની ચાવી શરીરે સુખી તે સુખી સર્વ વાતે, શરીરે દુઃખી તે સદા દુ:ખી. પહેલું સુખ તે જાતે નર્યા. આ વ્યવહાર વાણીનો આધાર આહાર છે. અભક્ષ અનંતકાય અને રાત્રિભોજનના ત્યાગની ત્રિપુટીનો નાશ કરીએ એટલે સુખનું સામ્રાજ્ય આવી ગયું. અંતે
❀❀
Jain Educationa International
૧૮૯
For Personal and Private Use Only
www.jainelibrary.org