________________
તંદુરસ્તીને અનુલક્ષીને તેનો ત્યાગ કરવા જણાવે છે. આ કાળના જીવો ડૉક્ટર કે વૈદ્યની સલાહ માને પણ કેવળજ્ઞાનીની - શાસ્ત્રીય વાણીને ન માને એવી વિચિત્રતા પ્રવર્તે છે.
રાત્રિભોજન કરવાથી આ લોકમાં જીવોને શારીરિક વ્યાધિ થાય છે. કેટલાક જીવોને રાત્રિના સમયે વીજળીના પ્રકાશથી જોઈ શકાય પણ તે ઊડીને આહારમાં પડે છે અને તંદુરસ્તી બગડે છે પણ રાત્રિભોજનથી પરલોકમાં દુર્ગતિ થાય તે આ લોકના વીજળીના પ્રકાશથી નિહાળી શકાતા નથી. ઉત્તમ પ્રકારનાં પશુ-પંખીઓ પણ રાત્રે આહાર કરતા નથી જ્યારે મનુષ્ય રાત્રિભોજન કરીને ઘુવડ, કાગડા, બિલાડી, ગીધ, સર્પ, વીંછી જેવા અવતારને પામે છે. રાત્રિભોજન ત્યાગ કરનારે તિવિહાર કે ચૌવિહારનું પચ્ચક્ખાણ અવશ્ય કરવું જોઈએ. તે વિના સાચું ફળ મળે નહિ. જે માણસો રાત્રિભોજન કરતા નથી તે માણસો દિવસ દરમ્યાન ખાવાપીવા છતાં ૧૫ ઉપવાસનું ફળ પ્રાપ્ત કરે છે. અંધકારમાં ભોજન કરવાથી રાત્રિભોજનનો દોષ લાગે છે. રાત્રિભોજનના ઉપરોક્ત વિચારોની સાથે આહાર વિવેક વિશે સચિત્ત, અચિત્ત, અણાહારી પદાર્થો, મધ, માંસ, માખણ, દહીંનો ત્યાગ, બહુબીજ અનંતકાય, દ્વિદળ, વાસી પદાર્થો, અથાણાં વગેરેની શાસ્ત્રીય માહિતી આપીને ‘આહાર વિવેક’ નામની સાર્થકતા દર્શાવી છે. આહાર વિવેક એટલે અજ્ઞાનતા દૂર કરીને આહાર સંજ્ઞાનો સંતોષ પ્રાપ્ત કરવાની ગુરુ ચાવી છે. જરૂર છે માત્ર જિનશાસન અને જિનાજ્ઞા પ્રત્યેની શ્રદ્ધા અને ધર્મ માર્ગનો ગણતરીપૂર્વક સહૃદયી પુરૂષાર્થ. આહાર વિવેકને સ્પર્શતા કેટલાક પ્રશ્નોનો પરિશિષ્ટમાં સંચય થયો છે તેમાંથી રાત્રિભોજનને લગતાં પાંચ પ્રશ્નોત્તર પ્રગટ કરવામાં આવ્યા છે.
Jain Educationa International
૧૮૫
For Personal and Private Use Only
• ટ
www.jainelibrary.org