Book Title: Ratribhojan Mimansa
Author(s): Kavin Shah
Publisher: Rupaben Astikumar Shah

View full book text
Previous | Next

Page 223
________________ ૮. પ. પૂ. મુનિરાજ જયાનંદવિજયજી એ આહાર શુદ્ધિ પુસ્તકનું હિન્દી ભાષામાં સંપાદન કર્યું છે. તેમાં ભક્ષ-અભક્ષ પદાર્થોના સેવનથી પ્રાપ્ત થતાં ફળની માહિતી આપી છે. નરકની વેદના અને રાત્રિભોજનથી દુર્ગતિ થાય છે તેનાં ચિત્રોનો પણ સમાવેશ કર્યો છે. અભક્ષ પદાર્થોની માહિતી ઉપરાંત રાત્રિભોજન ત્યાગ અંગેના વિવિધ વિચારોની માહિતી આપી છે. આ પુસ્તક ઓપન-બુક પરીક્ષા તરીકે પ્રગટ થયું છે પણ તેનો હેતુ આહાર શુદ્ધિ - રાત્રિભોજન ત્યાગથી જીવનમાં સાત્વિકતા અને આરાધનામાં સમતા પ્રાપ્ત થાય છે તે અંગે વિચારો વ્યક્ત કર્યા છે. ૯. અતિ પાપ કા કુલ - નરક આ નાની પુસ્તિકામાં નરકના જીવોને વિવિધ પ્રકારની વેદના ભોગવવી પડે છે તેનો સચિત્ર પરિચય આપવામાં આવ્યો છે. અર્વાચીન સમયને અનુલક્ષીને ચિત્રને સમજવા માટે હિન્દી અને અંગ્રેજીમાં માહિતી આપવામાં આવી છે. પ.પૂ. આ. રાજેન્દ્રસૂરિએ આ પુસ્તિકાનું સંપાદન કરીને નરક ગતિના જીવોની વેદનાગ્રસ્ત પરિસ્થિતિનો સાક્ષાત્કાર કરાવ્યો છે. નરકના હેતુઓ વિશે નીચે પ્રમાણેની માહિતી છે : પંચેન્દ્રિય જીવોની હિંસા, ઈંડા-આમલેટ, ચીકનરસ-ચોકલેટનું સેવન, શિકાર, જુગાર, મદિરાપાન, માંસ ભક્ષણ, ચોરી, પરસ્ત્રીગમન, વેશ્યાગમન, સાત વ્યસનોનું સતત સેવન કરવું. રાત્રિભોજન અભક્ષ પદાર્થોનું ભક્ષણ કરવું. અતિ કામ-ક્રોધ-તીવ્ર રાગદશા, દ્વેષ, મહારંભ-સમારંભ, રૌદ્રકઠોર હિંસાના પરિણામ ગર્ભપાત કરવો – કરાવવો અને અનુમોદના કરવી. ધનની તીવ્ર મૂર્છા મહા હિંસા સ્વરૂપ ૧૫ પ્રકારના કર્માદાનની પ્રવૃત્તિ દેવ-ગુરૂ અને ધર્મની અવજ્ઞા-આશાતના અને નિંદા. ઉપરોક્ત કાર્યોથી નરકગતિનો બંધ થાય છે. Jain Educationa International ૧૮૬ For Personal and Private Use Only વાટ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230