________________
૬. મૃગસુંદરીની કથા શ્રીપુર નગરમાં શ્રીષેણ રાજાનો દેવરાજ નામે પુત્ર યૌવન અવસ્થામાં જ કુષ્ઠ રોગી થયો. સાત વર્ષ સુધી અનેક ઉપાય કરવા છતાં રોગ ન મટ્યો તેથી વૈદ્યોએ પણ કાયર થઈ ઔષધાદિ બંધ કર્યા, તેથી રાજાએ પડહ વજડાવ્યો કે જે મારા પુત્રને નિરોગી કરે તેને અર્ધ રાજ્ય આપું. નગરમાં યશોદત્ત શેઠની પુત્રી લક્ષ્મીવતીએ પડહ ઝીલી પોતાના શિયળ વ્રતના પ્રભાવે હાથના સ્પર્શમાત્રથી રોગનો નાશ કર્યો. ત્યારબાદ લક્ષ્મીવતીનું દેવરાજ સાથે જ પાણિગ્રહણ થયું. પુત્રને રાજ્ય પર સ્થાપીને રાજાએ ચારિત્ર લીધું. એકવાર નગર બહાર અતિશય જ્ઞાનવાળા શ્રી પાટલાચાર્ય પધાર્યા. દેવરાજ રાજા અને લક્ષ્મીવતી રાણી વંદન કરવા ગયા. ઉપદેશને અંતે રાજા-રાણીએ પોતાના પૂર્વભવ પૂછતાં ગુરૂએ તેમના પૂર્વભવ કહ્યા, તે આ પ્રમાણે :
વસંતપુર નગરમાં દેવદત્ત શેઠના ધનદત્ત, ધનદેવ, ધનમિત્ર ને ધનેશ્વર એ ચાર પુત્રો મિથ્યાષ્ટિ છે, અને મૃગપુર નગરમાં જૈનધર્મી જિનદત્ત શ્રેષ્ઠીની મૃગસુંદરી નામે પુત્રી છે. તેને જિનપૂજા કરીને જ જમવું, મુનિને દાન આપીને જ જમવું અને રાત્રે ન ખાવું એ ત્રણ અભિગ્રહ છે. એકવાર ચોથો પુત્ર ધનેશ્વર વ્યાપારાર્થે મૃગપુર નગરમાં જિનદત્ત શેઠને ત્યાં આવતાં સ્વરૂપવતી મૃગસુંદરીને જોઈ દઢ અનુરાગી થયો. પરંતુ શેઠ અન્યદર્શનીને પુત્રી આપતો નથી એમ જાણી કપટી શ્રાવક થઈ મૃગસુંદરીને પરણ્યો. મૃગસુંદરી સાસરે ગઈ. ત્યાં જિનપૂજાદિ ધર્મક્રિયા કરવા નિષેધ કરવાથી ત્રણ ઉપવાસ થયા. મૃગસુંદરીએ ગુરૂને પૂછતાં ગુરૂએ લાભાલાભ વિચારી કહ્યું કે તું ચુલ્હા પર ચંદરવો બાંધ, કારણ કે એથી પાંચ મુનિને દાન આપવા સાથે પાંચ તીર્થને નમસ્કાર કરવા જેટલો લાભ થાય છે, જેથી
૧૫૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org