________________
.
( પ્રકરણ ૭ ) આયુર્વેદ તથા વિજ્ઞાનની દૃષ્ટિએ
રાત્રિભોજન ત્યાગ આરોગ્યની દૃષ્ટિએ વિચારીએ તો રાત્રિભોજનથી પેટની બીમારી લાગુ પડે છે. પાચનશક્તિ નબળી થાય છે, આંખ, કાન, નાક, મગજ જેવા અવયવોમાં પીડાનો યોગ થાય છે. વળી અજીર્ણથી પણ જીવાત્માને દુઃખ ભોગવવું પડે છે. દિવસના ભોજનથી માનસિક સ્વસ્થતા અને કાર્યક્ષમતાની જે સ્થિતિ છે તે રાત્રિભોજનથી નથી. પેટ ટાઈટ રહે એટલે રોગ થાય માટે પેટને હલકું રાખવું જોઈએ. જૈન દર્શન પ્રમાણે ઉણોદરી વ્રતનો સ્વિકાર કરવો સલાહ ભરેલો છે. - રાત્રિભોજન અંગે પ્રગટ સાહિત્યમાં જૈન અને જૈનેત્તર દર્શનના વિચારો ઉપરાંત વર્તમાન સમયને અનુલક્ષીને આરોગ્યની દૃષ્ટિએ ડૉક્ટર, વૈદ્ય અને વિજ્ઞાનની દૃષ્ટિએ સંપાદકોએ વિચારણા કરી છે.
આ વિષય અંગે શ્રીમતી કાંતિ જૈન કાનડાની હિન્દી પુસ્તિકાનો લેખ પુષ્પા પરીખે ગુજરાતી અનુવાદ સાથે પ્રબુદ્ધ જીવનના માર્ચ ૧૧ ના અંકમાં પ્રગટ થયો છે તેને અત્રે પ્રકાશિત કરવામાં આવ્યો છે.
૧. જૈનાચાર્યોએ કહ્યું છે કે સૂર્યોદય બાદ ૪૮ મિનિટ પછી અને સૂર્યાસ્ત પહેલાં ૪૮ મિનિટ પૂર્વે ભોજન કરવું હિતાવહ છે કારણ કે સૂર્યાસ્ત અને સૂર્યોદય સુધીના સમયમાં પૃથ્વી પર અસ્ટ્રાવાયોલેટ અને ઈન્ફારેડ કિરણો પ્રભાવહીન બની જાય છે.
૨. સૂર્યપ્રકાશમાં જે અસ્ટ્રાવાયોલેટ કિરણો તથા ઈન્કારેડ અદેશ્ય કિરણો હાજર હોય છે તે વાતાવરણને સૂક્ષ્મ જીવાણુ રહિત બનાવે છે.
૩. રાત્રિભોજન કરવાવાળી વ્યક્તિઓને ૧૨ કલાક સુધી સૂર્યના
(૧૭૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org