________________
છિક દીઠ ક ી હિ હ હ હી હીટ વી વહિ હ હ હ હી કિ |
અસ્ટ્રાવાયોલેટ કિરણો નહીં મળવાથી વિટામીન ડીના અભાવને લીધે ભોજનમાં રહેલા તત્ત્વોને તેઓના શરીર ગ્રહણ નથી કરી શકતા તથા પચ્યા વગર જ મળ દ્વારા વિસર્જન થઈ જાય છે. આ વિટામીન ડી ના અભાવને લીધે તેઓના હાડકાઓ કમજોર થાય છે અને રક્તનો પણ અભાવ થાય છે.
૪. ભોજન પચાવવા માટે ઑક્સિજન અત્યંત આવશ્યક છે જેની ઉપલબ્ધતા ખાસ કરીને સૂર્યપ્રકાશથી જ મળે છે. આથી દિવસ દરમ્યાન ભોજન કરવું શ્રેયસ્કર છે.
૫. ભોજન આદિ પચાવવાની શક્તિ તથા અન્ય ગુણધર્મો ઉત્પન્ન કરનારા તત્ત્વો સૂર્યશક્તિથી જ મળે છે નહીં કે કૃત્રિમ પ્રકાશથી.
૬. દિવસે ભોજન લીધા બાદ છ થી સાત કલાકે બીજું ભોજન લેવું જોઈએ અને અમાસને દિવસે ઓછામાં ઓછા નવથી દસ કલાક આંતરડાને આરામ આપવો જોઈએ એવું વૈજ્ઞાનિકોનું કહેવું છે.
૭. દિવસે ભોજન લેવાથી લાળ વધુ થાય છે અને ભોજન દ્વારા ટાયરોલીન અમીનો એસીડની ઉપલબ્ધતા પણ રહે છે. આ ઉત્પન્ન થતા એસીડો દ્વારા ભોજનમાં પાચક રસો ભળતાં અન્નનું પાચન સારું થાય છે.
૮. સૂર્યના પ્રકાશ દરમ્યાન ભોજન લેવાથી રોગ પ્રતિરોધક શક્તિમાં વધારો થાય છે.
૯. રાત્રિ દરમ્યાન શરીરમાં ઉષ્ણતાનું પ્રમાણ અને રક્તનું પરિભ્રમણ ઓછું હોવાથી પિત્ત અને વાયુની વૃદ્ધિ થાય છે માટે પણ રાત્રિભોજન ન કરવું જોઈએ.
૧૦. રાત્રિ દરમ્યાન પેટ ખાલી રાખવાથી આંતરડાની સંપૂર્ણ સફાઈ થઈ જાય છે.
૧૧. ભૂખથી શરીર કમજોર નથી થતું પરંતુ તાજું થઈ જાય છે
૧૭૫)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org