________________
કિ કિ ઈક & ફિટ હિ હ હ હ હ કિ હિ કિ કિ કિ ઈટ કિ |
(૧) નરકમાં શીત, ઉષ્ણ, ભૂખ, તૃષા, ખણજ, જવર, દાહ, ભય, શોક એમ ૧૦ પ્રકારની ક્ષેત્ર સંબંધની વેદના હોય છે.
પોષ માસની સખત અને અસહ્ય ઠંડીનું જે દુઃખ હોય છે તેના કરતાં અનંતઘણું દુઃખ નારકીના જીવોને શીતવેદનાનું હોય છે. ગરમીની વેદના પણ ઊનાળાની સખત ગરમી કરતાં અનંતઘણી વેદના હોય છે.
દુનિયાના તમામ સમુદ્રોનું પાણી ખાલી થઈ જાય તો પણ તૃષાની વેદના મટતી નથી. જગતમાં રહેલા સર્વ અનાજનું ભક્ષણ કરી જાય છતાં સુધાની વેદનાની શાંતિ, તૃપ્તિ થતી નથી. શરીર ઉપર છરીથી ખણજ કરવામાં આવે તો પણ બંધ થતી નથી. જીવો પરમાધામીને વશ રહેવું પડે છે. શરીરમાં સખત દાહ (બળતરા) રહે છે. મનુષ્ય ભવમાં જે જવર (તાવ) આવે છે તેના કરતાં અનંત ઘણો તાવ રહે છે. અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન હોવાથી આગામી દુઃખને જાણીને જીવો સતત ભયભીત રહે છે. આ જાણીને શોકાતુર રહે છે. ક્ષેત્રસંબંધી આ પ્રકારની વેદના નરકના જીવોને હોય છે.
(૨) નારકીના જીવો પરસ્પર એકબીજાને પૂર્વભવના વૈરને કારણે એક જ સ્થાનમાં ઉત્પન્ન થયેલા શસ્ત્રથી પીડા આપે છે, યુદ્ધ કરે છે. વૈર ન હોય તો પણ આ મારો પૂર્વ ભવનો વૈરી છે એવી અસત્ય કલ્પના કરીને જેમ એક શેરીનો કૂતરો બીજી શેરીના કૂતરાની પાછળ પડે તેમ શસ્ત્રોથી યુદ્ધ કરાવે છે. આ રીતે મિથ્યાષ્ટિ નારકો પરસ્પર યુદ્ધ કરીને પીડા ભોગવે છે. જ્યારે સમકિત ધારી નારકો સમતા રાખીને વેદનાને સહન કરે છે.
(૩) પરમાધામી કૃત વેદના
વિક છીક ર ર ર ર ર
|
ર ર ર ર ર રહિ હ હ હ
૧૫૫)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org