________________
સૂર્યની સાચી પૂજા ક્યારે?? પયોદપટલસ્થેન, નાશ્રન્તિ રવિમંડલે । અનંગતે તુ ભુંજાના, અહો ભાનોઃ સુસેવકાઃ ॥
સૂર્યમંડળ જ્યારે વાદળોથી ઘેરાઈ જાય છે તે સમયે જેઓ ભોજન કરતાં નથી તેઓ જ સૂર્યાસ્ત થયા પછી પણ ખાય છે. એવા સૂર્યના ઉપાસકોને ધન્યવાદ ઘટે છે... અર્થાત્ એ સૂર્યના ઉપાસકો ખરેખર સૂર્યની સાચી ઉપાસના નથી કરતા માત્ર પૂજાનો ડોળ જ કરે છે.
ત્વયા સર્વમિદં વ્યાહત, ધ્યેયોડસિ જગતાં રવે! । ત્વયિ ચાસ્તમિતે દેવ! આપો રુધિરમુચ્યતે
- કપોલસ્તોત્ર શ્લોક ૨૪, સ્કંદ પુરાણ હે સૂર્ય! તારાથી આ સઘળું વ્યાપ્ત છે અને ત્રણે જગતને તું ધ્યાન કરવા યોગ્ય છે. માટે હે દેવ! તારા અસ્ત થયા પછી પાણી પણ લોહી બરાબર ગણાય છે! (અર્થાત્ રાત્રે પાણી પણ વાપરવું નહિ, એવું સ્પષ્ટ થઈ જાય છે).
નક્તું ન ભોજયેદ્યસ્તુ, ચાતુર્માસ્યે વિશેષતઃ । સર્વકામાનવાપ્રોતિ, ઇહલોકે પરત્રચ
-
- યોગ વશિષ્ઠ પૂર્વાર્ધ શ્લોક ૧૦૮ જે આત્મા રાત્રિભોજન કરતો નથી અને ચોમાસામાં ખાસ રાત્રિભોજનનો ત્યાગ કરે છે તે આ ભવ અને પરભવમાં સર્વ મનોરથોને પામે છે!
(સામાન્ય દિવસોમાં પાપ ન કરવું અને ચોમાસામાં વિશેષ પાપનો ત્યાગ કરવો અને આરાધના વધારવી એમ અન્ય દર્શન પણ માને છે. જૈન દર્શન જણાવે છે કે ચાતુર્માસનો કાળ એટલે વિશેષ
2 વાટ
Jain Educationa International
૧૭૧
For Personal and Private Use Only
www.jainelibrary.org