________________
છઠું વ્રત જાણો, નિશિ ભોજન પરિહાર. આ વ્રત પાલનથી “ઈહ ભવ પર ભવ જેમ લહીયે જયકાર'.
રાત્રિભોજન ત્યાગ કરવાનું કારણ દર્શાવતું કવિ જણાવે છે કે બહુ વિધ જીવ વિરાધન હેતે એહ અભક્ષ્ય ભણીને, પ્રત્યક્ષ દોષ કરહ્યા આગમમાં ભવિ તે હૃદયે ધરીજે.
રાત્રિભોજનથી શારીરિક પીડાનો ઉલ્લેખ અન્ય રચનાઓ સમાન થયો છે. તદુપરાંત ગળું વીંધે કાંટો, વાળ હોય સ્વરભંગ, અંગ ઉપાંગ હોય વળી હણે જો આવે વિષ જાતિ.
રાત્રિભોજનના આ પ્રત્યક્ષ દોષ છે. જ્યારે પરભવમાં નરક ગતિ પ્રાપ્ત થાય છે તે પરોક્ષ દોષ જાણવો.
રાત્રિભોજનથી પરભવમાં ક્યા ક્યા અવતાર થાય તેની માહિતી આપતાં કવિના વચનો છે : એહ અવતાર જ ધુડ મંજારી, કાક ગ્રુધ અહિ વીંછી વડવાગુલ સીંચાણ ગરોલી, ઈત્યાદિક ગતિ નીચી.
હંસ મોર, સારસ કોયલ, પોપટ જેવાં ઉત્તમ પંખીઓ રાત્રે ચૂણ કરતાં નથી તો માણસ રાત્રિભોજન કેમ કરે? શું પંખી કરતાં પણ માણસ નીચ છે?
રાત્રિભોજન ત્યાગના સમર્થનમાં જૈનેતર દર્શનની માહિતી આપતાં કવિ જણાવે છે કે હૃદય નાભિકમલ સંકુચાણે, કિમ હોયે સુખપુર,
કિ ઈક ઈ િ િરિ હિર વીર થી કિ ઈષ્ટ ક ર ીર હિ કિ ક ક ર
૧૨૧)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org