________________
સેનપ્રશ્નમાં પણ એક પ્રશ્નોત્તર આ અંગેનો જ છે. ‘રાત્રિભોજનની ચૌપદીમાં ઉપર મુજબનું જ ગણિત વર્ણવેલું છે તે માન્ય છે કે નહિ?’ તેવા પ્રશ્નના ઉત્તરમાં શ્રી સેન સુ.મ. એ જણાવ્યું છે કે ‘રાત્રિભોજન ચૌપદીમાં કહ્યું છે, તે લૌકિક છે. રાત્રિભોજનનો નિષેધ કરનાર સ્વરૂપે જ કથંચિત્ માન્ય છે.’ ૯૯ ભવો સુધીના પરસ્ત્રીગમનનું પાપ અને એક વખતનું રાત્રિભોજનનું પાપ : બંને સરખા છે - એ માન્યતા જિનશાસનની નથી, લૌકિક છે. આ વાત ખાસ યાદ રાખવી. ઘણીવાર રાત્રિભોજનની ભયંકરતા બતાવવા માટે વ્યાખ્યાનકારો ઉપર મુજબના લૌકિક ગણિતને વર્ણવે છે, ત્યાં ખુલાસો પણ કરતાં નથી કે આ ગણિત લૌકિક છે. ત્યારે ઘણાં શ્રાવકો ચકરાવે ચઢી જાય છે. ક્યારેક તો પરસ્ત્રીગમન કરનારને ખોટું આશ્વાસન મળી જવાની પણ પૂર્ણ સંભાવના છે. રાત્રિભોજન ચોક્કસ મહાપાપ જ છે પરંતુ રાત્રિભોજન કરતાં પરસ્ત્રીગમનનું પાપ ઓછું છે - એ વાત માની શકાય નહિં. આ વિષયમાં આજે ઘણી ગેરસમજ ઊભી થતી હોય છે.
૭. રાત્રિભોજનની સજ્ઝાય
અવનીતળ વારૂ વસે જી, કુંડનપુર ઉદાર; શેઠ યશોધન જાણીયે જી, કરે વ્યવસાય અપાર રે; માનવી, રાત્રિભોજન વાર.
રંભા ઘરણી રૂપડી જી રે; પુત્ર સલૂણા રે દોય; હંસકુમર ભઈ વડો જી રે; લઘુભાઈ કેશવ હોય રે; માનવી, રાત્રિભોજન વાર.
દોષ અનંતા ઓળખ્યા જી રે; જિમ ન પડે સંસાર રે મા. એક દિન રમતાં ભેટીયા જી, સાધુ શિરોમણિ સૂરિ;
Jain Educationa International
૧૩૮
For Personal and Private Use Only
||૧||
11211
આંકણી
www.jainelibrary.org