________________
પ્રકરણ ૪
રાત્રિભોજનનો મહિમા દર્શાવતી કથાઓ
આ પ્રકરણમાં કથાનુયોગ દ્વારા રાત્રિભોજન ત્યાગની કથાઓનો સંચય કરવામાં આવ્યો છે. કથાના માધ્યમ દ્વારા પણ રાત્રિભોજન ત્યાગનો મહિમા પ્રત્યક્ષ રીતે સમજી શકાય તેમ છે. વિશેષ માહિતી માટે કથાઓનું અધ્યયન અને ચિંતન કરવા યોગ્ય છે. ૧. વિદ્યાપતિની કથા
‘ધર્મોપદેશ કર્ણિકા' માં રાત્રિભોજન ત્યાગ માટે વિદ્યાપતિ શ્રેષ્ઠિની કથા છે. પોતનપુર નગરમાં સૂર નામે રાજા રાજ્ય કરતો હતો. આ નગરમાં વિદ્યાપતિ નામનો ધનિક વેપારી રહેતો હતો. તેને શ્રૃંગારસુંદરી નામની પત્ની હતી. શ્રૃંગારસુંદરીને એક રાત્રિએ સ્વપ્ર આવ્યું. સ્વપ્રમાં લક્ષ્મી દેવીએ કહ્યું કે ‘હું દસમે દિવસે તમારે ત્યાંથી ચાલી જઈશ.’ આ સ્વપ્રના આધારે વિદ્યાપતિ શ્રેષિએ લક્ષ્મીને સ્થિર કરવા માટે સાતક્ષેત્રમાં ધનનો સદ્યય કર્યો અને પરિગ્રહ પરિમાણ વ્રત ગ્રહણ કર્યું. દિવસમાં એક વખત ભોજન કરે છે ત્યારપછી દસમે દિવસે લક્ષ્મીદેવીએ સ્વપ્રમાં કહ્યું કે હું તમારે ત્યાંથી જઈશ નહિ. વિદ્યાપતિ રાત્રિભોજન ત્યાગ કરે છે એટલે ચાર પ્રકારના આહારનાં ત્યાગ કરવાનું વ્રત સ્વીકારે છે. ત્યારપછી લક્ષ્મી સ્થિર થઈ અને ધનસંપત્તિની વૃદ્ધિ થઈ. શ્રેષ્ઠિને રાજ્યની પ્રાપ્તિ થઈ અને જિનચૈત્યનું નિર્માણ કરાવ્યું.
Jain Educationa International
•
૧૪૩
For Personal and Private Use Only
? ટ ટ
www.jainelibrary.org