________________
કિ કિ વીર છૂટ કિ કિ કિ ઉર ફિ ફિ હિ હ હ હ હ હ હ |
કર્યો પણ માંસ ખાધું નહિ અને બંને જણ બચી ગયા. અંતે ધર્મ આરાધના કરીને સાસુ-સસરા અને વહુ આયુષ્ય પૂર્ણ થતાં સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયા. સસરા દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને શ્રીધર્મ નામે રાજપુત્ર પણે ઉત્પન્ન થયા. વસુમિત્રા શ્રીદેવી નામની શ્રેષ્ઠિ કન્યા પણે ઉત્પન્ન થઈ. સાસુ દેવજસા તરીકે ઉત્પન્ન થઈ. વ્રતની વિરાધનાથી દેવજસાને કોઢનો રોગ થયો. શ્રીદેવી કન્યાના શુભહસ્તે પ્રભુનું ન્યવણ છાંટવાથી દેવજસાનો કોઢ દૂર થયો.
આવશ્યક ચૂર્ણિને આધારે વસુમિત્રાની સંક્ષિપ્ત કથા પ્રગટ કરવામાં આવી છે. જિજ્ઞાસુ ભક્તોએ મૂળ પુસ્તકનો અભ્યાસ કરવા ભલામણ
૩. પટુની કથા સુખાસન નામના ગામમાં પ, બટુ અને ખટુ નામના ત્રણ ભાઈઓ રહેતા હતા. ત્રણેય કૃષિ કર્મ કરતા હતા, તેમાં પટુ સત્સમાગમથી ધર્મ પરાયણ હતો. એક વખત પટુ વરસાદના કારણે ખેતરમાં ઝૂંપડીમાં જ રહ્યો હતો. એક સાધુ મહાત્મા નગરમાંથી નીકળી નગર મ્હાર ઠલ્લે (ટટ્ટી) પધાર્યા હતા પણ તેઓ વરસાદના કારણએ પટુની ઝૂંપડી પાસે આવીને ઉભા. ઉત્તમ આત્મા, ઉત્તમ મુનિને જોઈ ખુશી થાય તેમ પટુ પણ મુનિશ્રીને જોઈને ખુશી ખુશી થાય છે. મુનિશ્રીએ ધર્મનો ઉપદેશ આપ્યો અને વિશેષ કરી રાત્રિભોજન ન કરવાની પ્રેરણા કરી. રાત્રિભોજન કરવાથી અનેક અનર્થ અને અનેક જીવોની હિંસા થાય છે માટે તેનો અવશ્ય ત્યાગ કરવો.
પટુ લઘુકર્મી હતો. ધર્મરૂચિ હતી. મુનિશ્રીના ઉપદેશની સુંદર અસર થઈ અને તત્કાળ તેણે જીવનભર માટે રાત્રિભોજનનો ત્યાગ
(૧૪પ)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org