________________
કર્યો.
મુનિશ્રી વરસાદ બંધ થતાં ઉપાશ્રયે પધાર્યા અને પટુ પોતાના ઘરે ગયો.
ત્યારબાદ બનાવ એ બન્યો કે - એ જ દિવસે પર્વ દિવસ હોઈ ખુશી મનાવવાની ખાતર મિષ્ટાન્ન તૈયાર કરવામાં આવ્યું હતું. સૌ રાત્રે ભોજન કરવા તૈયાર થયા પણ પટુએ ના પાડી કે મારે રાત્રિભોજન ન કરવાનો નિયમ છે.
ભાઈઓને પરસ્પર પ્રેમભાવ હતો. એક ભાઈને છોડીને બીજા ભાઈઓ શી રીતે જમતા? બસ એટલે કોઈએ રાત્રે ભોજન ન કર્યું. જયારે ભાઈઓ ન જમે ત્યારે તેમની પત્નીઓ પણ કેવી રીતે જમે? એ પણ જમતી નથી.
એકના ત્યાગે છછ આત્માને પણ કુદરતી રાત્રિભોજનના ત્યાગનો લાભ મળ્યો.
સૌએ રાત્રિભોજન ન કર્યું અને જો કર્યું હોત તો બધાંના પ્રાણ ચાલ્યા જાત. ધર્મની પ્રતિજ્ઞા શું કામ કરે છે? ધર્મનો કેવો ગજબ પ્રભાવ છે? એમ બન્યું હતું કે રાત્રે મિષ્ટાન્ન તૈયાર કરતાં અંધારામાં ખબર ન પડી, ખાંડણીમાં સાપનો કણો હતો તે કુટાઈ ગયો. સર્પના બચ્ચાનાં ટુકડે ટુકડા થઈ ગયા. એ ઝેર મિષ્ટાન્ન સાથે ભળી ગયું અને સવાર થતાં સૌએ એ નજરે નિહાળ્યું. બધાને ભારે આશ્ચર્ય થયું આ શું! સારું થયું પટુના રાત્રિભોજનના ત્યાગે આપણે બધાએ ખાધું નહિ. બધાંયના પ્રાણ બચ્યા. ધર્મ પર દઢ આસ્થા થઈ, વડીલ ભાઈના નિયમની સૌ પ્રશંસા કરવા લાગ્યા. તે જ વખતે સૌએ પણ રાત્રિભોજન ન કરવાની પ્રતિજ્ઞા લીધી.
( ૧
૪ ૬ )
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org