________________
જિક રિ હિ ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર |
પટુએ મુનિશ્રી પાસે સમકિત મૂળ બાર વ્રતો અંગીકાર કર્યું. સૌ શ્રાવક ધર્મની આરાધના કરવા લાગ્યા અને અંતે કાળ કરી દેવલોકમાં ઉત્પન્ન થયા અને થોડા વખત પછી મુક્તિસૌધમાં સીધાવશે.
રાત્રિભોજનના ત્યાગની પ્રતિજ્ઞા શું કામ કરે છે, કેવો મહાન લાભ થાય છે. મૃત્યુના મુખમાંથી કેવા ઉગરી જવાય છે.
ધર્મનો કેવો, અજબ પ્રભાવ છે. આ બધી વાત આ નાનકડી કથા આપણને કહી જાય છે અને અનેરી પ્રેરણા આપે છે.
૪. વ્યવહારની દૃષ્ટિએ એક ચુસ્ત શ્રાવક એક બ્રાહ્મણને ત્યાં મહેમાન તરીકે ગયા. શ્રાવકે બ્રાહ્મણને કહ્યું, હું રાત્રિ ભોજન કરતો નથી, દિવસના જ કરીશ. આ સાંભળી પેલા બ્રાહ્મણે કહ્યું, શું રાત્રે જીવડાં પડે છે! શ્રાવકે કહ્યું, હા, જીવડાં પડે છે. શ્રાવકે કહ્યું તમે કહેતા હો તમારી સ્ત્રીની સાક્ષી પૂરાવું કે રાત્રે જીવડાં પડે છે કે નહીં? બ્રાહ્મણને આશ્ચર્ય થયું, આ શું બોલે છે. મારી સ્ત્રી શું આની વાતમાં વળી સાક્ષી પૂરવા તૈયાર થાય ખરી! શ્રાવકે સ્ત્રીને જોઈ નથી, કંઈ વાત થઈ નથી. પછી શી રીતે આ ભાઈ કહે છે કે તમારી સ્ત્રીની સાક્ષી પૂરાવું! શ્રાવકે કહ્યું, બોલાવો તમારી સ્ત્રીને પણ શરત એક કે તમારે વચ્ચે ન બોલવું. પેલો કહે કબૂલ. બોલાવી સ્ત્રીને, ત્યારે આ ધર્મી ભાઈએ કહ્યું, બહેન! તમને પૂછું છું કે હું જ્યારે રાત્રે અથાણું માંગું ત્યારે બધા ના પાડે છે. મને કંઈ સમજ નથી પડતી કે બધા શા માટે રાત્રે અથાણાંની બરણી ઊઘાડતા નથી. પેલી બ્રાહ્મણી તરત જ બોલી ઊઠી, ભાઈ! તમને ખબર નથી. રાત્રે એમાં જીવડાં પડે છે. અથાણું બગડી જાય. લીલફૂલ થઈ આવે માટે રાત્રે અથાણાં વિગેરેની બરણી નથી ઉઘાડવામાં
હટ ર ર ર ર ર ? ? ? ?
? ? ? ? ? ? ? ફ
|
૧૪૭)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org