________________
| નગરમાં બલિભદ્ર રાજા રાજ્ય કરતો હતો. તેની પટરાણી ગુણસુંદરીની કૂખે પુત્રીનો જન્મ થયો. તેનું નામ જયસેના પાડવામાં આવ્યું હતું. આ જયસેના પૂર્વભવમાં જે ચકલો હતો તેની ચકલી તરીકે હતી. પૂર્વભવની ચકલી એ આ ભવમાં રાજકુંવરી તરીકે જયસેના થઈ. જયસેનાનો જયસેન કુમાર સાથે રાજવી વૈભવથી લગ્નપ્રસંગ ઉજવાયો હતો. રાત્રિભોજનના નિયમનું નિરતિચાર પાલન કરીને રાજ્યમાં સુખ અને સમૃદ્ધિ ભોગવે છે. અંતે અમરસેન રાજા પુત્ર જયસેનને રાજ્ય સોંપીને દીક્ષા અંગીકાર કરીને રત્નત્રયીની આરાધનાથી મોક્ષમાં જાય છે. જયસેનકુમાર કુંથ જિનેશ્વરની કૃપાથી તેમના શાસનમાં પુણ્ય સમૃદ્ધિ પામ્યો હોવાથી જિનેશ્વર ભગવાનની રત્નજડિત પ્રતિમા ભરાવે છે. અંતે જયસેનકુમાર ગૃહસ્થ ધર્મનું પાલન કરીને અનશન ગ્રહણ કરી સ્વર્ગમાં જાય છે.
રાત્રિભોજનના સંદર્ભમાં આ કથા છે. કવિએ રાત્રિભોજન રાસ અથવા જયસેન ચોપાઈ એવો શબ્દ પ્રયોગ પણ કર્યો છે. કથામાં ચમત્કારનું તત્ત્વ છે પણ તેનો ઉપનય તો રાત્રિભોજન ત્યાગનો છે તે કથા દ્વારા સ્પષ્ટ સમજી શકાય છે.
દબી. રાત્રિભોજન પરિહાર રાસ શ્રી જિનહર્ષસૂરિ કૃત “રાત્રિભોજન પરિહાર રાસ' નું સંપાદન ભીમશી માણેકે સં. ૧૯૫૨માં કર્યું હતું. આ રાસનું વસ્તુ અમરસેનજયસેનના વૃત્તાંતનું છે. બીજી આવૃત્તિમાં સંપાદકે ઢાળને બદલે સર્વ ગાથા ૪૯૯ એમ દર્શાવ્યું છે. આરંભમાં નીચે પ્રમાણે નોંધ છે.
રાત્રિભોજન પરિહાર રાસ રાત્રિભોજનના પરિહારથી ઉત્પન્ન થયેલા શુભ ફળને દર્શાવનારી |ીક છક થી કિ ઉર વીર જી વીર રીફ ક વરિ ઉર વીર વીક ઉર વીર ફિ હિ
|
Jain Educationa International
+
For Personal and Private Use Only
www.jainelibrary.org