________________
@
જોઈ ન શકવાની વાત કઈ રીતે યુક્તિયુક્ત બની શકે?
આનો જવાબ સમજતાં પહેલાં એક વાત એ વિચારવી આવશ્યક જ નહિ, અનિવાર્ય પણ છે. મુખ્ય મુદ્દો તો એ છે કે, જીવોને જોવા ન જોવાની વાત તો હાલ દૂર રાખીએ, પરંતુ ઈલેકટ્રીક લાઈટનો પ્રકાશ સ્વયં જ અનેકાનેક જીવોનો આમંત્રક છે, એનું શું? જેટલો વધારો પાવરનો પ્રકાશ વેરવામાં આવે, એટલા વધુ જીવો ત્યાં આકર્ષાય! આ તો આપણા રોજના અનુભવની વાત છે.
લાઈટની ઝાકઝમાળમાં ઝંપલાવતા જીવાણુઓનો વર્ગ અને વેગ એવો તો પ્રચંડ હોય છે કે એને હાથથી રોકી ન શકાય. એ જીવોને જોવા માટે પ્રકાશની માત્રા વધારવામાં આવે, એટલે એ જીવોની માત્રા પણ વધી જ જતી હોય છે. લાઈટના પ્રકાશની વૃદ્ધિ એટલે જ જીવોની વૃદ્ધિ! આ સત્ય સમજાઈ જાય, પછી રાત્રિભોજનથી થતાં જીવ-હિંસાના દોષને દૂર હટાવવા પ્રકાશ પાવર ની કુયુક્તિને આગળ કરવી વ્યાજબી નહિ જ લાગે.
ઘઉં ટ
રાત્રિભોજનના ત્યાગીને માટે સાંજના ભોજનનો સમય નિશ્ચિત બની જતો હોય છે. સૂર્યાસ્ત પૂર્વે ભોજન પતાવી દેવાનું એને માટે અનિવાર્ય હોવાથી સાયંભોજન અને શયન વચ્ચે જરૂરી સમયનો ગાળો મળી જ જાય છે. ખાધા પછી બે-ત્રણ કલાકનો ગાળો પાચનશક્તિ માટે ફાળવવો જરૂરી છે, એમ આરોગ્યસૂત્રોનુંમાનવું છે. સમયની આ ફાળવણી રાત્રિભોજન કરનારી વ્યક્તિ કરી શકતી નથી. એ સમાન્ય રીતે નવ-દસ વાગે સૂઈ જાય છે, એથી ભોજન અને શયન વચ્ચે જરૂરી અંતર પડતું ન હોવાથી એનું આરોગ્ય જોખમાય છે. અપેક્ષાએ આજે વધી રહેલા રોગોનું મૂળ રાત્રિભોજન છે, એમ છાતી ઠોકીને કહી શકાય.
Jain Educationa International
૪૧
For Personal and Private Use Only
www.jainelibrary.org