________________
જિક ક છ કિ કિ કિ કિ કિ હિ કિ કિ વીર છી છી છી હિ કિ બીટ વીર |
નથી, તો માનવ તરીકે આપણો વિવેક તો કેટલો બધો વિશિષ્ટ હોવો ઘટે! માનવનું ખોળિયું મળ્યા પછી તો રાત્રિભોજનના ત્યાગ માટે જ નહિ, પણ આહાર માત્રના ત્યાગ માટે પ્રયાસ કરીને માનવે પોતાના વિવેકને વિકસાવવાનો છે. પોતાના આ વિવેકના વારસાનો માનવને
ખ્યાલ હોય, તો પછી એના માટે રાત્રિભોજનના ત્યાગ તો ડાબા હાથનો ખેલ બની જાય છે.
વારસાગત વિવેક આજે વિસરાતો ચાલ્યો જાય છે. પશ્ચિમનો પવન ઝંઝાવાતની ઝડપે ફૂંકાઈ રહ્યો છે. ભક્ષ્યાભક્ષ્ય અને પેયારેય વચ્ચેની ભેદરેખાનું ઉલ્લંઘન, શોખ અને ફેશન બનતા ચાલ્યા છે. ત્યારે માનવ અને એમાંય જૈન ગણાતા પરિવારો જો રાત્રિભોજનના ત્યાગની મર્યાદા નહિ જાળવે, તો આ મર્યાદા ભંગમાંથી એના સંહારક સરવાળા રૂપે થનારો વિનિપાતવિનાશ કેટલો બધો ભયંકર હશે? એની તો કલ્પના ય થઈ શકે એમ નથી. ભયંકર વાવાઝોડાનું મૂળ બળ જેમ પવનની એક સામાન્ય હલચલ હોય છે, એમ આવતીકાલના માંસાહાર/ઈંડાહારના મૂળ કારણ તરીકે ઊંડે ઊંડે રાત્રિભોજનના ત્યાગની મર્યાદાનો ભંગ હોય, તો એ જરાય આશ્ચર્ય પામવા જેવું નહિ ગણાય! કારણ કે રાત્રિભોજન તો નરકનો નેશનલ હાઈવે છે.
રાત્રિભોજનને નરકના નેશનલ હાઈવેના રૂપમાં રજૂ કરતી આ વિચારણામાં મુખ્યત્વે આપણે શરીર-સુરક્ષાના મુદ્દાની આસપાસ જ પ્રદક્ષિણા કરી છે. પરંતુ આ મુદ્દો તો અતિ ગૌણ છે. મુખ્યમાં મુખ્ય મુદ્દો તો “આત્મ-સુરક્ષાનો જ છે. આત્મ-સુરક્ષાને આંખ સામે રાખીને જ રાત્રિભોજનના પાપથી અટકવાનો પ્રયાસ કરવાનો છે. આ જાતના પ્રયાસને જ “ધર્મ કહી શકાય અને એથી જ “અણાહારી પદ' ની નજીક નજીક આગળ વધી શકાય. બાકી શરીર-સુરક્ષાને જ મુખ્ય
8 કિ કિ કિ કિ જ કિ કિ કિ ફિ કિ કિ કિ જ કિ કિ કિ ફિ ઈક હિ
૪૫)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org