________________
| હોવાનું! ચોમાસાના દિવસોમાં કાજળ-કાળાં વાદળ વચ્ચે સૂર્ય જ્યારે એક બે દહાડા સુધી ઢંકાઈ જાય છે, ત્યારે જે પરિસ્થિતિ પેદા થાય છે, એના તો આપણે સહુ સાક્ષી જ છીએ. - સૂર્યનો પ્રકાશ સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવાણું-કીટાણુંને પેદા થતાં રોકે છે, તેમ આરોગ્યને માટે ભયજનક લેખાતાં કીટાણુઓની સામે એ પ્રકાશ અવરોધક બની શકવા સમર્થ છે. આરોગ્યની આ દ્રષ્ટિએ પણ રાત્રિભોજન ત્યાજય છે કારણ કે આપણા આરોગ્યનો આધાર ગણાતો સૂર્ય આથમી જતાં ઘણા ઘણા સૂક્ષ્મ જીવો ભોજનમાં ભળી જઈને, આપણા સ્વાથ્યને જોખમાવે છે.
અહિંસા અને આરોગ્યની દૃષ્ટિએ પણ રાત્રિભોજનનો ત્યાગ અનિવાર્ય બની રહે છે, આમાં કારણ તરીકે એ વાતને ય આગળ કરી શકાય કે સૂર્યનો પ્રકાશ અહિંસા અને આરોગ્યની જાળવણીમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. સૂર્યના તાપમાં કીટાણુઓ નિષ્ક્રિય બની જાય છે. સૂર્યાસ્ત થતાં જ એ પુનઃ સક્રિય બને છે. એથી રોગોનો પ્રકોપ પણ પ્રબળતા પામે છે. કોઈપણ બીમારી દિવસ કરતાં રાત્રે વધુ સતાવે છે, આ તો સૌના સ્વાનુભવની વાત છે. આમાં એક કારણ તરીકે સૂર્યના તાપના અભાવને ય ગણાવી શકાય. રાત્રે સૂર્ય તાપ નથી હોતો, એથી રોગપ્રતિકારક એક શક્તિનો અભાવ થતાં બિમારીઓ વધુ સતાવે, એ સહજ છે.
ભોજનના પાચનમાં તૈજસ શરીર પણ એક મહત્વનું કારણ છે. તેજ એક પાચક શક્તિ છે. આ શક્તિ પ્રભાવિત રહેવા માટે સૂર્ય તાપની અપેક્ષા રાખે છે. સૂર્ય તાપના અભાવમાં આ શક્તિ લગભગ નિષ્ક્રિય બની જતાં પાચનની પ્રક્રિયા કમજોર બની જાય છે. રાત્રે ખાનારો પ્રાયઃ અપચાના રોગથી પીડાતો હોય છે એથી એને બીજી
(૩૯)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org