________________
પાઠ્ય પુસ્તકો દ્વારા જાણે એવી જ હવા જગાવાઈ રહી છે કે ભોજન માટે જીવન છે! આ કારણે જ આજના પાઠ્યપુસ્તકો ઈંડા-માછલી આદિ માંસાહારોનો મહિમા ગાઈ રહ્યા છે.
રાત્રિભોજનના ત્યાગનો ધર્મોપદેશ એ કાંઈ જૈનશાસનનો જ ઉદ્ઘોષ નથી! બીજા બીજા અજૈન દર્શનકારોએ પણ રાત્રિભોજનના અનિષ્ટો વર્ણવવામાં પોતપોતાની કક્ષા મુજબ કાંઈ બાકી રાખ્યું નથી. પંરતુ આજના યુગની અવળચંડાઈ એક એ રહી છે કે માનવ પોતે આદર્શની ઊંચાઈને આંબી શકવા વામણો બન્યો છે, એથી આદર્શની કાપકૂપી કરીને, એ આદર્શને પોતાની સમોવડો બનાવવાની પૃષ્ટતા કરતાં એ ખચકાતો-અચકાતો પણ નથી.
આ ધૃષ્ટતાનું એક દુષ્પરિણામ એ આવ્યું કે, રાત્રિભોજનને પાપ તરીકે સ્વીકારવાની વાત તો દૂર રહી, પરંતુ એને પાપ તરીકે જાહેર કરનારી સર્વજ્ઞ વાણીની સામે ખોટા કુતર્કો લડાવનારો એક વર્ગ વધતો ચાલ્યો અને આજે તો લગભગ રાત્રિભોજન જાણે એક સર્વ સામાન્ય ચીજ બની જઈને ‘ઘર ઘરનું પાપ’ બની બેઠું!
મુખ્યત્વે આત્મવિકાસને અવરોધીને તન, મન, ધનની સુરક્ષા પણ ખતરામાં મુકનાર રાત્રિભોજન ધાર્મિક દ્રષ્ટિએ તો ત્યાજ્ય છે જ, પણ બીજી દૃષ્ટિએ ય રાત્રિભોજન કંઈ ઓછું ભયંકર નથી! આ મુખ્ય મુદ્દાને ઉદ્દેશીને થોડીક વિચારણા કરીશું, તો ય જણાઈ આવશે કે રાત્રિભોજન તો ખરેખર નરકનો નેશનલ હાઈવે જ છે.
માનવનું જીવન સૂર્યની સાથે સંકળાયેલું છે. એથી સૂર્યોદયની કાળસ્થિતિ સિવાયના આપણા અસ્તિત્વની કલ્પના પણ થઈ શકે એવી નથી. સૂર્ય કદાચ ઊગતો ન હોત, તો ? આ ‘તો' ની કલ્પનાથી ઊભું થતું તબાહીનું ચિત્ર જોતાં જ તમ્મર આવી જાય એવું ભયંકર
Jain Educationa International
૩૮
For Personal and Private Use Only
www.jainelibrary.org