________________
દીક હીટ ર ક ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર
|
નીચેના શ્લોક ઉપરથી માલુમ પડશે.
યે રાત્રી સર્વથાકાર, વર્જયન્તિ સુમેઘસઃ | તેષાં પક્ષોપવાસસ્ય, ફલ માસેન જાયતે |
જે બુદ્ધિશાળીઓ રાત્રિને વિશે સર્વથા (બીલકુલ) આહારનો ત્યાગ કરે છે, તેમને એક મહિનામાં ૧૫ ઉપવાસનો લાભ મળે છે.
કેટલાક પોતાના શાસ્ત્રથી અનભિજ્ઞ માણસો એમ પણ કહે છે કે રાત્રિભોજનનો નિષેધ, માત્ર જૈનશાસ્ત્રમાં છે. અમારે એની સાથે કોઈ સંબંધ નથી, એમ બોલનારાએ નીચે જણાવેલ શ્લોકો તપાસવાની જરૂર છે.
ચત્વારિ નરકકારાણિ, પ્રથમ રાત્રિભોજન | પરસ્ત્રીગમને ચેવ, સન્ધાનાડનત્તકાયિકે |
ચાર નરકના બારણામાં પ્રથમ રાત્રિભોજન છે, બીજું પરસ્ત્રીગમન છે, ત્રીજું લીલું અથાણું (સૂકવ્યા વિનાનું) જેને બોળો અથાણું કહે છે અને ચોથું અનંતકાય એટલે તમામ જાતના કંદમૂળો છે.
મહાભારત - મદ્ય-માંસાસને રાત્રૌ, ભોજન કંદભક્ષણ | યે કુર્વત્તિ વૃથા તેષાં, તીર્થયાત્રા જપસ્તપ: //
દારૂ-માંસ, રાત્રિભોજન અને કંદમૂળનું ભક્ષણ જે લોકો કરે છે તેની તીર્થયાત્રા, તપ-જપ બધું ફોગટ થાય છે.
મઘમાસાસને રાત્રૌ, ભોજન કંદભક્ષણ | ભક્ષણારર્ક યાતિ, વર્જનાત્ સ્વર્ગમામુયાત્ |
(૨૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org