________________
સ્વ અને પર શાસ્ત્રોમાં નિંદનીય, નરકના પ્રથમ દરવાજા સમાન અને જેનો સર્વજ્ઞોએ પણ ત્યાગ કર્યો છે એ રાત્રિભોજન પાપરૂપ છે.
ચતુર્વિધ ત્રિયામાયા – મશનં સ્યાદભક્ષ્યકમ્ । યાવજ્જીવં તત્પ્રત્યારë ધર્મેઋભિરુપાવટૈઃ ।
રાત્રિના સમયે ચારે પ્રકારનો આહાર અભક્ષ્ય ગણવામાં આવ્યો છે માટે ધર્મની ભાવનાવાળા ઉપાસકોએ – આરાધકોએ એનું જાવજીવ પચ્ચક્ખાણ કરવું જોઈએ.
૧૧. ધર્મ જાગરિકા
રાત્રિભોજન ત્યાગ વિશે જૈન દર્શનમાં વિવિધ ગ્રંથો ઉપલબ્ધ થાય છે. તેમાં આ વિષયની વૈવિધ્યપૂર્ણ માહિતીનો સમાવેશ થયો છે. શાસન સમ્રાટ શ્રીમદ્ વિજય નેમિસૂરીશ્વરજીના શિષ્ય આ. પદ્મસૂરિએ શ્રાવકધર્મ જાગરિકા ગ્રંથનું પ્રકાશન કર્યું છે. તેમાંથી રાત્રિભોજન અંગેની માહિતી પ્રગટ કરવામાં આવી છે. પૂ.શ્રીએ હરિગીત છંદમાં ગ્રંથરચના કરી છે અને દરેક ગાથાનો અર્થ તથા જ્યાં જરૂર પડે ત્યાં ટિપ્પણ-વિશેષ માહિતી આપીને જિનવાણીની સ્પષ્ટતા કરવામાં આવી છે.
શ્રાવકે રાત્રિભોજન કરવું નહિ તેનો ઉલ્લેખ કરતી માહિતી ગા. ૩૩૩માં છે.
સૂર્યાસ્ત પછી અજવાશમાં પણ દોષ નિશિ ભોજન તણો રાતે જમે નહી શ્રાદ્ધ જાણી લાભ સ્વપર દયા તણો
જીવાત બહુ અન્નાદિમાં ઉપજે નવી બીજા ઘણા ડાંસ મચ્છર આદિ ચોંટે બેહણાએ ભૂલના.
Jain Educationa International
૨૫
For Personal and Private Use Only
www.jainelibrary.org