________________
જીવાત મોટી કોઈને અજવાશ માંહે દીપના, દેખાય તો પણ પ્રાણ જાએ જરૂર બીજા જંતુના; મૂલ વ્રત ખંડન હવે શ્રાવક દયાનિધિ ના કરે, દ્વિજપુત્ર એલક હંસ કેશવના ઉદાહરણો સ્મરે.
કદાચ કોઈક એમ પૂછે કે અમે' રાત્રિએ દીવાના અજવાળામાં જમીએ છીએ તેથી મચ્છર ડાંસ વગેરેને જોઈ શકીએ છીએ અને તેનું રક્ષણ થાય છે તો પછી રાતે કેમ ન જમાય? તેને જવાબ આપે છે કે કદાચ તેવી મોટી જીવાતની થોડી ઘણી રક્ષા થાય તો પણ બીજી જોવામાં ન આવે તેવી સૂક્ષ્મ જીવાતની તો જરૂર ત્યાં હિંસા થાય જ તેથી ત્યાં મૂલ વ્રત એટલે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતનું ખંડન થાય છે, માટે દયાના ભંડાર સમાન શ્રાવક રાત્રિભોજન કરે નહિ. તથા રાત્રિભોજન ઉપર શાસ્ત્રમાં કહેલા દ્વિજપુત્ર (વામદેવ) એલક તથા હંસ અને કેશવના દૃષ્ટાંતો યાદ કરે.
આ ગાથામાં રાત્રિભોજનથી દુઃખી થનાર વામદેવની કથાનો સાર કહે છે :
શ્રાવક તણી હાંસી કરે દ્વિજ વામદેવ નિશા વિષે, જમતાં જમે તે સર્પ નાનો જે ભળ્યો ઓદન વિષે; મૂર્છા લહે ત્રીજી નરકમાં ભોગવે બહુ વેદના, યુદ્ધ ક્ષેત્રતણી અને બહુ દુ:ખ પરમાધામીના
ટુ વ
શ્રાવકો રાત્રિએ જમતાં નથી તેથી બ્રાહ્મણનો પુત્ર વામદેવ તેની હાંસી કરે છે - મશ્કરી કરે છે. એકવાર રાત્રિને વિષે જમતી વખતે ચોખાને વિષે (ભાતમાં) ભળેલો નાનો સર્પ તે વામદેવ જમી જાય છે. ખાધા પછી તેનું ઝેર ચડવાથી મૂર્છા પામે છે.
Jain Educationa International
૨૮
For Personal and Private Use Only
www.jainelibrary.org